________________
શીસિદ્ધચકની તાત્વિક ભાવના.
શ્રી સિદ્ધચક્રની તાત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રીવિજ્યપમૂરિ.
(૨ અંક ૩ પૃષ્ઠ ૮૧ થી અનુસંધાન) જે વખતે પ્રભુ દેશના આપે તે વખતે દેવે એમ સમજે છે કે પ્રભુ અમારી ભાષામાં દેશના આપે છે. તથા મનુષ્યો અને તિય પણ એમ સમજે છે કે–પ્રભુ અમારી ભાષામાં દેશના આપે છે પ્રભુની આવી અતિશયવાળી વાણી અનેક જીવોને ઉપકાર કરી શકે છે. આ સંબંધમાં એક બિલનું દૃષ્ટાન્ત સમજવા જેવું છે. અને તે એ છે કે એક ભિલ્લ જેઠ માસમાં પોતાની ત્રણ સ્ત્રીની સાથે કઈ ગામ તરફ જતું હતું તે સમયે માર્ગમાં એક સ્ત્રીએ ભિલ્લને કીધુ કે હે સ્વામી? તમે મને ગાયન સંભળાવ? કે જે સાંભળવાથી મને ચાલતાં થાક ન લાગે અને સૂર્યને તડકે પણ આકરે ન લાગે. તેજ ટાઈમે બીજી સ્ત્રીએ કહ્યું કે તળાવમાંથી કમલની સુગધીવાળું શીતળ પાણી લાવી આપીને મારી તરસ મીટા? ત્યારે ત્રીજી સ્ત્રી એમ બેલી કે હે નાથ? મને ભૂખ લાગી છે માટે હરણનું માંસ લાવી આપે? આ પ્રમાણે તે ત્રણે સ્ત્રીના :વાક્ય સાંભળીને તે ભિલે “રો”િ આ એકજ વચનથી ત્રણે સ્ત્રીને જવાબ આ પ્રમાણે આપી દીધું શબ્દના ત્રણ અર્થે થાય છે. ૧ સ્વર ૨ સરવર ૩ બાણું તેથી પહેલી સ્ત્રી એમ સમજી કે મારો સ્વામી કહે છે કે મારે “સ=એટલે સ્વર (કંઠ) સારો નથી તેથી શી રીતે ગાન કરું? બીજી સી એમ સમજી કે સરવર કેઈ આટલા ભાગમાં નથી, તેથી તે કહે કે ક્યાંથી પાણી લાવી આપું? એમ મારા સ્વામી કહે છે. ત્રીજી સ્ત્રી એમ સમજી કે બાણ નથી તે શી રીતે હરણને મારીને તેનું માંસ લાવી શકાય? એમ મારા પતિ જણાવે છે. આ પ્રમાણે ભિલ્લના એકજ વાક્યથી તે ત્રણે સ્ત્રીઓ પોતાનાપૂછેલા વાક્યને ઉત્તર સાંભળીને સ્વસ્થ થઈ, અરિહંત પ્રભુની વાણી ઉત્તમ લોકોત્તર) અતિશયવાળી હોવાથી તે સાંભળીને અનેક જીવે પોતપોતાની ભાષામાં સમજે તેમાં નવાઈ શી? આ વાત અન્ય ગ્રંથોમાં પણ જણાવી છે. આ બીનાનું રહસ્ય એ છે કે શ્રીઅરિહંત પ્રભુની સાત નાના સાતસો ભાંગાથી અને સપ્ત ભંગીની રચનાથી મને હર અને સુગમ એવી વાણી સાંભળીને અનેક ભવ્ય પ્રાણી સિદ્ધાન્તના તના જ્ઞાતા (જાણકાર) બને છે. પ્રશ્ન-અરિહંત મહારાજા કૃત કૃત્ય (સ્વકાર્યને સાધી લેનારા) છે. તો પછી તેમને દેશના આપવાનું કારણ શું? ઉત્તર-અરિહંતને તીર્થંકર નામકર્મને ઉદય વર્તે છે, અને ધર્મદેશના આપવી, તે તીર્થંકર નામકર્મને ભેળવીને ક્ષય કરવાનું કારણ છે. એટલે ધમ