________________
૨૫૦
નિયમ વિકાસ
ગ્રહાદિ પાટલાપૂજન, વૈસાખ સુદિ ૧૫ શાન્તિસ્નાત્ર આદિ મુહૂર્તેથી ઘણી જ ધામધુમ પુર્વક અષ્ટાદ્વીકા મહોત્સવ સમાપ્ત કરવામાં આવ્યું હતું. વળી દરરોજ પૂજાઓમાં જુદી જુદી જાતની પ્રભાવનાઓ સાથે સુદિ ૧૫ના રોજ જમણવાર કરવામાં આવ્યું હતું. જેમાં આબાલવૃદ્ધ થઈને છસો ઉપરાંતને જમાડવામાં આવ્યા હતા. વ્યાખ્યાન હિલને રેશમી ધ્વજાઓ અને સરિયામને રંગબેરંગી વ્રજપતાકાઓથી શણગારવામાં આવવા સાથે ઈલેકટ્રીક લાઈટની ઝગઝગતો રેશની કરવામાં આવી હતી. તેમજ પુજનાદિકાર્યોની ઉછામણીમાં આસરે પાંચસોની ઉપજ થવા પામી હતી. આ સિવાય કેટલાક સ્થળે અષ્ટાલીકા મહાત્સવ થયેલ હશે, પરંતુ અમારી પાસે રિપોર્ટ આવેલ ન હોવાથી તેની નોંધ અમો લઈ શકયા નથી.
જૈનશાસનના આ મહાન વિભૂતિના અવશાનથી સકળ હિંદની જેન કેમને એક ન પુરી શકાય તેવા અજોડ, પ્રતિભાશાળી, અને વિચારશીલ મહાત્માની ખોટ પડી છે. તેઓશ્રીના સ્વર્ગવાસના અંગે આવેલા સંદેશાઓ, થયેલ દેવવંદન વિધિઓ, માસદિન (મહા વદિ ૩)ના રોજ થયેલ પૂજાઓ, શેક સભાઓ અને અષ્ટાદ્વીકા મહેત્સ, મુંગા જાનવરેને નખાયેલ ઘાસ, દાણો, પ્રભાવનાઓ અને જમણવારો આદિ સદ્દગતના પુન્યાથે થયેલા કાર્યોની અનેકવિધ પ્રવૃત્તિઓથી જ જનતાને જણાયા વિના રહે તેમ નથી. આ ઉપરાંત મહૂમના સ્મારક માટેની એક આદર્શ જનાને પણ વિચાર ચાલી રહેલ છે. એકંદર સંગતના પુન્યાર્થે ઉપરેત બાબતેમાં આસરે પચીસેક હજારની ગંજાવર રકમને ભક્તજનો દ્વારા સદવ્યય થયેલ હશે. એવી કલ્પનાઓ મળતાં સમાચારો ઉપરથી કરી શકાય તેમ છે.
રવાની મેનેાિ મિટિન કાર લવારની પળના ઉપાશ્રયના જેન વેતામ્બર મૂર્તિપુજક સંઘની મેનેજીંગ કમિટિએ નીચે મુજબને ઠરાવ વદિ ૪ના પાસ કરી આચાર્યશ્રીના શિષ્ય પન્યાસજીશ્રી સંપતવિજયજી મહારાજ ઉપર ઉદયપુર મોકલી આપ્યો હતે.
પરમપૂજ્ય આચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ એકલિંગજી (ઉદયપુર) મુકામે પોષ વદિ ૩ના રોજ સ્વર્ગવાસ પામ્યાના દિલગીરી ભર્યો સમાચાર જાણી, આ સભા અત્યંત દિલગીરી અને શેકની લાગણી પ્રદશિત કરે છે. તેમજ તેઓશ્રીના આત્માને પરમ શાન્તિ અર્પે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરે છે. એજ
લી. મેનેજીંગ કમિટિના ઠરાવથી વહિવટદાર કેશવલાલ ત્રીકમલાલ.
સામાની પોરની મા સામળાનીપળના બાવરીઆ ખાંચાના ચિગાનમાં શ્રીવિજયનીતિસૂરી જૈન સેવા સમાજ અને પળના આગેવાને તરફથી