________________
અષ્ટાહીકા મહત્સવ.
૨૪૯
દૂર દૂરથી સમુદાયના મુખ્ય ગણાતા બધા સાધુઓ લાંબે વિહાર કરી અત્રે આવેલા હેવાથી, વૈસાખ સુદિ ૫ થી શ્રીમહાપૂજા સાથેના અષ્ટાહ્નકા મહે. ત્સવની શ્રરૂઆત કરી, દરરોજ જુદા જુદા પ્રકારની રાગરાગણીઓથી પૂજા ભણાવવા અને પરમાત્માઓને નવનવા પ્રકારની બાદલાની ભારે આંગીએ રચાવવા સાથે વૈસાખ સુદિ ૧૦ના લઘુ સ્નાત્રપૂજા, ગૃહદિકપાલ, અને ક્ષેત્રપાલાદિનું સંક્ષિપ્ત પૂજન. વૈસાખ સુદિ ૧૧ ના કુસુમાંજલી પૂજન, હમ સહિત અહત પીઠ, સોળ વિદ્યાદેવી, ગ્રહદિકપાલ, બાર રાશિ, નક્ષત્ર, ક્ષેત્રપાલ, અને ચારનિકાયાદિ દેવતાનું સ્થાપન તથા પૂજન. વૈસાખ સુદિ ૧૨-૧૩ બહતસ્નાત્ર, ૧૦૮ અભિષેક, અષ્ટમંગળ પૂજન અને શાતિકકુંભકળશ વિધિ. આદિ મુહૂર્તેથી ઘણા જ ધામધૂમ પૂર્વક અને ફળ, નૈવેદ્ય, આદિના બહોળા સાધનથી મહાપુજા ભણાવવા સાથે વૈસાખ વદિ ૧ ના સમાપ્તિના દિવસે જમણવાર કરવામાં આવેલ હતું. જેમાં આબાલવૃદ્ધ થઈને આસરે હજારેક માણસે જમાડવામાં આવ્યા હતા, તેમજ પુજામાં દરરોજ જુદા જુદા પ્રકારની પ્રભાવનાઓ રાખવામાં આવી હતી. વળી વ્યાખ્યાન હોલને રેશમી વ્ર જાઓથી અને સરિયામને રંગીન ઇવજપતાકાઓથી વિભૂશિત કરવા સાથે ઈલેકટ્રીક લાઈટની ભભકાદાર રેશની કરવામાં આવી હતી. આ મહત્સવમાં ચાંદીના સિંહાસને, સમેસરણ, નાણુ, તેમજ બે ગઢ આદિની ગઠવણ કરી તેમાં પરમાત્માઓને પધરાવી આકર્ષક વ્યવસ્થા કરી હતી. તેમજ મહાપૂજા સેંકડો વર્ષે અમદાવાદમાં પહેલવહેલી ભણાતી હોવાથી અને તેને ત્રણ દિવસને ભરચક કાર્યક્રમ હેવાથી, માનવમેદનીથી ઉપાશ્રય ત્રણે દિવસ ઉભરાઈ રહેવા સાથે જુદા જુદા પ્રકારના પાટલાપૂજન આદિની ઉછામળી બોલતા આસરે બે હજારની રકમની ઉપજ થવા પામી હતી. આ રીતે મુનિવર્યના અવશાન નિમિત્તે આવી પૂજા અધ્યાપી સુધિ થયેલ સંભળાયેલ નથી. જે પ્રસંગ આ મહાન આચાર્યના પુન્યબળે પ્રાચિન ડેહલાના ઉપાશ્રયે પહેલ વહેલે જ થવા પામ્યા છે. એ પણ સદ્દગતનું પુન્યબળ જ કહેવાય !
રીના કપત્ર જૈનશાસનના વિજયદેવજ ફરકાવનાર, સમાજના ચમકતા સિતારા પૂજ્ય આચાર્ય દેવના કાળધર્મના સમાચાર મળતાં, વીરના ઉપાશ્રયના કાર્યવાહકોએ મહૂમના પુન્યાથે સદ્કાર્યો કરવા માટે એક ટીપણી કરતા હજાર ઉપરાંતની રકમ એકઠી થવાથી, ચાંદીની પાવાપુરી, સિહાસને. સમેસરણ અને ગઢને આકર્ષક રીતે ગોઠવી તેમાં પરમાત્માને પધરાવી, વૈસાખ સુદિ ૭ને ગુરૂવારથી શાન્તિસ્નાત્ર સાથે વૈસાખ સુદિ ૧૫ સુધિને અષ્ટાલીકા મહોત્સવને પ્રારંભ કરી, દરરોજ રાગરાગણીથી જુદા જુદા પ્રકારની પૂજાઓ વાજીત્રેના નાદેથી ભણવવા અને નવનવા ઢબની નવીન પ્રકારની બદલાની આંગીઓ રચાવવા સાથે વૈસાખ સુદિ ૧૧ કુંભસ્થાપના, વૈસાખ સુદિ ૧૪ નવ