________________
ઘણાજ આડંબરથી અને જૈન જૈનેતર તથા મુસલીમેની મોટી માનવમેદની તેમજ રાજ્ય તરફના સરંજામના દબદબા ભરેલા સાધનો અને વાજીંત્રોના મધુર ગરવ વચ્ચે અદભૂત સ્મશાન યાત્રા કાઢયા, બાદ જમીન શુદ્ધિની વિધિ કર્યો પછી મુનિ અસકવિજયજીની આગેવાની નીચે સકળ સંઘે મોટા સમૂહથી દેવવંદન કરેલ, તેમજ આખા શહેરના દરેક ધંધાદારીઓએ સદગતના માનમાં બજારો બંધ રાખેલ હતાં.
૯ તાજાની. જનશાસનના ઝગમગતા આચાર્યશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં, પન્યાસજીશ્રી દાનવિજયજી મહારાજના નેત્રત્વપણ નીચે સાધ્વીઓ અને સકળ સંઘે દેવવંદન કરેલ હતું. તેમજ પાખી પાળવામાં આવી હતી.
૧૦ વાંકાનેર, વાંકાનેરના નરરત્ન આચાર્યદેવશ્રીના અવસાનના તાર દ્વારા સમાચાર મળતાં પન્યાસશ્રી ઉદયવિજયજીના અધ્યક્ષપણું નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ શહેરમાં પાખી પાળવામાં આવી હતી.
૧૧. વી. પરમઉદ્ધારક આચાર્યશ્રીના દુ:ખદ સ્વર્ગવાસના સમાચાર મળતાં પન્યાસશ્રી માનવિજયજીની આગેવાની નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ શહેરના બધા બજારે સદગતના માનાથે બંધ રાખ્યા હતા.
૧૨ ગુનારત આચાર્યદેવશ્રીના સ્વર્ગગમનના તાર દ્વારા જીર્ણોદ્ધાર કમિટિને સમાચાર મળતાં, સકળ સંઘની સાથે દેવવંદન કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના મુખ્ય બજાર અને જાહેર સંસ્થાઓની ઓફીસે તેમના માનાથે બંધ રાખવામાં આવી હતી.
૧૩ ઘેરાવ આચાર્યદેવશ્રી સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, તેમજ ગામમાં પાખી પાળવામાં આવેલ હતી.
૧૪ રમવાર. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ અને ગામમાં પાખી પાળવામાં આવેલ હતી.
૧૫ માજોઠ. આચાર્યદેવશ્રીના કાળધર્મના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, અને ગામમાં પાખી પાળવામાં આવેલ હતી.
૧૬ નાગરિ. આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં આચાર્યશ્રી માણેકસાગરજીના નેત્રત્વ નીચે સકળ સંઘે દેવવંદન કરેલ, અને ગામના મુખ્ય બજારો બંધ રાખવામાં આવેલ હતા.
૧૭ ાિ . આચાર્યદેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, અને ગામમાં પાણી પાળવામાં આવી હતી.
૧૮ જેતપુર. આચાર્ય દેવશ્રીના સ્વર્ગવાસના સમાચાર મળતાં સકળ સંઘે દેવવંદન કરેલ, અને ગામમાં પાખી પાળવામાં આવી હતી.