________________
૨ ૨૭.
દિલગીરી દર્શક સંદેશાઓ.
૨૨૭ વિદ્યુત વેગન દિલગીરી દર્શક સદેશાઓ
શ્રી રૈવતાચલ, ચિત્રકૂટાદિ તિર્થોદ્ધારક બાળબ્રહ્મચારી જનાચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગગમન નિમિત્તે શ્રી ઉદયપુર સંઘ, અને તેઓશ્રીના શિષ્યાદિ ઉપર વિદ્યુત વેગે આવેલા દિલસોજી ભરેલા સંદેશાઓ પૈકી
કે ટ લા ક અ વ ત ર છે
૧ જનાચાર્ય વિજયનીતિસૂરિજી કાળધર્મ પામ્યા તે માટે ઘણુંજ દિલગીર છીએ અને તેમના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. તેમજ આશા રાખીએ છીએ કે તેમના સાધુઓ તેમના માર્ગે ચાલશે, અને આચાર્યને મુનિ મંડળ ચિતોડગઢની પ્રતિષ્ઠા તથા જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ રાખશે, તેમજ આચાર્યના મુનિ મંડળને વંદણા અનુવંદણુ તથા સકળ સંઘને ધર્મલાભ. વિજયશાન્તિસૂરિજી. માઉંટ આબુ. . તા. ૬-૧-૪૨.
૨ તાર મળે. આચાર્યનીતિસૂરિજીના કાળધર્મ માટે ઘણું જ દિલગીર છું. શ્રીવિજયગંભીરસૂરિજી. કરાપાર્શ્વનાથ. તા. ૭-૧-૪૨.
૩ દુઃખદ સમાચાર સાંભળીને ઘણેજ દિલગીર થયો છું. પર્વતકશ્રી કાન્તિવિજયજી. પાટણ. તા. ૭–૧–૪ર.
૪ શ્રીમદ આચાર્ય મહારાજના કાળધર્મ માટે દિલગીર છું. કાળધર્મનું દેવવંદન કર્યું, તે વખતે તેમના આત્માને શાન્તિ મળે એવી પ્રાર્થના કરી હતી. પન્યાસશ્રી શાતિવિજયજી. અમદાવાદ. તા. ૬-૧-૪૨.
૫ આચાર્યદેવના કાળધર્મ માટે ઘણેજ દિલગીર છું. અહિ પાખી પાળી છે, અને દેવવંદન કર્યું છે. વિજયનીતિસૂરિજી મહારાજના ઘણા માનના લીધે અછાલિકા મહોત્સવ શરૂ કરવાનું છે. શ્રીતપાગચ્છ સંઘ અને અમે આચાર્યદેવની શાતિ ઈચ્છીએ છીએ. પન્યાસશ્રી ઉદયવિજયજી. વાંકાનેર.
તા. ૬-૧-૪૨. ૬ તાર મળે. દિલગીર થયે છું. દેવવંદન કર્યું છે. પન્યાસશ્રી સુરેન્દ્રવિજયજી. પાલીતાણુ.
તા૬-૧-૪૨. ૭ આચાર્ય મહારાજ વિજયનીતિસૂરિજીના કાળધર્મ માટે દિલગીર. મુનિશ્રી જયંતવિજયજી, મુનિશ્રી વિશાળવિજયજી. વળા. તા. ૧૨-૧-૪૨.
૮ વિજયનીતિસૂરિજીમહારાજના સ્વર્ગગમનના સમાચાર સાંભળીને દિલગીર છીએ, તેઓશ્રીના આત્માને શાન્તિ અપે.