________________
૨૨૨
જૈન ધર્મ વિકાસ.
એટલે જ્યાં દર્શન (સમ્યકત્વ) હોય, ત્યાં જ્ઞાન જરૂર હોય છે, અને જ્યાં જ્ઞાન હોય, ત્યાં દર્શન હોય. તેમજ જે જીવને દર્શન ગુણ ન હોય, તેને જ્ઞાન નજ હેય. કારણકે દર્શન ગુણ વિનાનું જે જ્ઞાન, તે જ્ઞાન ન કહેવાય, પણ મિથ્યાત્વની સાથે ભળેલું હોવાથી અજ્ઞાન કહેવાય. આજ વાતને લક્ષ્યમાં લઈને શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજે કહ્યું છે કે-“માઘત્રિજાનrf મવતિ મિથ્યાત્વ સંપુરમ” એટલે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન જ્યારે મિથ્યાદષ્ટિ જીવ થાય, ત્યારે અજ્ઞાન પણ કહેવાય. એટલે સમ્યગ્દષ્ટિને જ્ઞાન કહેવાય, ને મિથ્યાષ્ટિને અજ્ઞાન કહેવાય. આ ઈરાદાથી દર્શન ગુણને જ્ઞાનમાં અંતર્ભાવ (સમાવેશ) કરીને ‘નાવિરિયાë મોર એમ કહ્યું છે. આજ બીનાને બાલ જે વિસ્તારથી કહીએ, તેજ સમજી શકે, આ ઈરાદાથી પૂજ્ય શ્રી ૩ઉમાસ્વાતિ વાચકે તત્વાર્થ સૂત્રમાં કહ્યું કે-નિર્મલ સમ્યકત્વ જ્ઞાન ચારિત્રની એકઠી આરાધના કરવી, એ મેક્ષના સુખને મેળવવાને ધોરી રસ્તે છે.
૩ પ્રશ્ન—જેથી આયુષ્ય (આઉખું) વધે, એવો કેઈ ઉપાય છે ?
ઉત્તર–મંત્ર તંત્ર ઔષધાદિમાંના કેઈ પણ સાધનથી આયુષ્ય વધેજ નહિ, પણ (૧) અધ્યવસાય ૨ નિમિત્ત ૩ આહાર ૪ વેદના ૫ પરાઘાત ૬ સ્પર્શ ૭ શ્વાસોચ્છવાસમાંના કોઈ પણ ૧ કારણથી આયુષ્ય ઘટે છે. સંખ્યાતા વર્ષોના આયુષ્યવાળા મનુષ્ય તિર્યમાં આયુષ્યને ઘટાવાને પ્રસંગ બહુવાર ઉપસ્થિત થાય છે. આજ કારણથી ભવ્ય જીવેએ આ પ્રમાણે પિતાના આત્માને હિતશિક્ષા દેવી જોઈએ કે હે જીવ? તું આયુષ્ય વધારવાને માટે કરે ઉપાય કરીશ, તે પણ તારું આયુષ્ય વધી શકશે જ નહિ. (વધારી શકાશે નહી.)
૩ જૈન ધર્મના પ્રાચીન ઇતિહાસ”માં કહ્યું છે કે શ્રી ઉમાસ્વાતિ મહારાજ વીર સંવત ૧૧ માં હયાત હતા. તેમણે પ્રસ્તુત તસ્વાર્થ સૂત્ર, પ્રશમરતિ, યશોધર ચરિત્ર, શ્રાવક પ્રજ્ઞપ્તિ વગેરે ૫૦૦ સંસ્કૃત ગ્રંથ બનાવ્યા છે. એમ શ્રી વિવિધ તીર્થ કલ્પમાં પણ કહ્યું છે. પ્રવાજકાન્વયને અનુસાર આ શ્રી વાચક પુરંદર-ઘોષનંદિ ક્ષમા શ્રમણના પ્રશિષ્ય અને શિવ શ્રી મહારાજના શિષ્ય હતા વાચકાવ્ય પ્રમાણે મુંડાદના પ્રશિષ્ય અને મૂલ વાચકના શિષ્ય હતા. તેમના ગોત્રનું નામ કૌભીષની હતું. તેઓ શ્રી સ્વાતિ નામના પિતા-અને ઉમા નામની માતાના પુત્ર હતા. જન્મ સ્થલ-ન્યગ્રાધિકા ગ્રામ, તેમણે પાટલિ પુત્ર (કુસુમપુર)માં તત્ત્વાર્થ સૂત્રની રચના કરી. તથા પોતે આ ગ્રંથની ઉપર ભાષ્ય સહિત ટીકા બનાવી તે વિદ્યા મંત્ર જ્ઞાનના ભંડાર હતા. તેથી તેમણે સરસ્વતીના મુખમાંથી વાણી બોલાવી હતી. તેમને વેતાંબર તથા દિગંબર-બને માને છે. દિગંબરોના પટ્ટાવલી ગ્રંથમાં કહ્યું છે કે આ ગ્રંથકાર શ્રી વાચક વર્ય–સરસ્વતી ગચ્છમાં છઠ્ઠી પાટે થયા છે. તેમજ કુંદકુંદાચાર્ય અને લોહાચાર્યની વચ્ચેના સમયમાં થયા છે. ૧ આ સાતે કારણોને મેં શ્રી સંવેગમાલામાં વિસ્તારથી સમજાવ્યા છે.