________________
શ્રી જેનાગમ પ્રશ્નમેલા.
૨૨૬
શ્રી જૈનાગમ પ્રશ્નમાલા યાને પ્રોત્તર કલ્પલતા.
લેખક-વિજયપધસૂરિજી. ૧ પ્રશ્ન-કેટી શિલાનું સ્વરૂપ સંક્ષેપમાં શું સમજવું?
ઉત્તર–ભરતક્ષેત્રના મધ્યખંડમાં મગધ નામને દેશ છે. તેની નજીકમાં દર્શાર્ણ નામને પર્વત છે. તેની સામેના ભાગમાં એક ગોળ શિલા છે. તે પહોળાઈમાં ને ઉંચાઈમાં એકેક યોજન પ્રમાણે છે. આ યોજન ઉસૈધાંગુલના કિમે કરીને જે ઉભેંધ જન બને છે, તે લેવું. (સમજવું) આ શિલા અર્ધભરતક્ષેત્રના અધિષ્ઠાયક દેવતાઓએ કરીને અધિષ્ઠિત છે. એમ શ્રીશાન્તિનાથ ચરિત્રમાં જણાવેલા શ્લોક ઉપરથી જાણી શકાય છે. તે શ્લોક આ પ્રમાણે છે.
तत्रैकयोजनोत्सेधां विस्तारेऽप्येकयोजनाम् ।। भरतार्धवासिनीभि-देवताभिरधिष्ठिताम् ॥१॥
| (આને અર્થ ઉપર જણાવી દીધો છે) આ શિલાની ઉપર સલમા તીર્થકર શ્રી શાંતિનાથથી માંડીને એકવીસમાં તીર્થકર શ્રી નમિનાથ પ્રભુ સુધીના છ તીર્થકરોના તીર્થના અનેક કેટી પ્રમાણ મહા મુનિવરે શાશ્વત સુખમય મુક્તિપદને પામ્યા છે. તેથી તે કેટીશિલા કહેવાય છે.
૨ પ્રશ્ન–શ્રીજિનભદ્રગણિ ક્ષમા શ્રમણે બનાવેલા શ્રીવિશેષાવશ્યક વગેરે ત્રમાં જણાવેલા “નાિિાઉં મો’ વગેરે વાક્યોથી એમ જણાય છે કે નિર્મલ જ્ઞાન ક્રિયાની સમુદિત (એકઠી) આરાધના કરવાથી મોક્ષના સુખ મળે છે. અને શ્રીતત્વાર્થ વગેરેમાં કહ્યું છે, કે નિર્મલ દર્શન જ્ઞાન ચારિત્રની સમૃદિત આરાધના કરવાથી મોક્ષના સુખ મળે છે. આ બંને વાકયો શ્રી ગ્રંથકાર મહર્ષિ ભગવંતે એ કઈ અપેક્ષાએ જણાવ્યા છે. તે કૃપા કરીને સમજાવે?
ઉત્તર–અન્વય વ્યતિરેકથી નિર્મલ દર્શન અને જ્ઞાન સાથે જ રહે છે.
૧-આ શ્રી યુગ પ્રધાન આચાર્ય મહારાજા વિ. સં. ૧૮૫ થી ૬૪૫ સુધીમાં હયાત હતા. તેમણે (૧) સંક્ષિપ્ત છત ક૫, ૨ ક્ષેત્ર સમાસ, ૩ ધ્યાન શતક,૪ બહસંગ્રહણી, ૫ વિશેષાવશ્યકભાષ્ય વગેરે ગ્રંથો બનાવ્યા છે. તેમનું સ્વર્ગગમન ૧૦૪ વર્ષની ઉંમરે થયું. એમ જૈન ધ. પ્રા. માં કહ્યું છે ૨ “વલ્લર તત્તવમળ્યા :” એટલે જે (કારણું) ની હયાતીમાં તે (કાર્ય)નું જે હેવાપણું, તે અન્વય કહેવાય. જેમ ધૂમાડો હોય તે અગ્નિ હૈય, તેમ દર્શન જ્યાં હોય ત્યાં જ્ઞાન હેય. તથા જેમ ધુમાડો ન હોય, તે અગ્નિ ને હેય, તેમ દર્શન ન હોય, તે જ્ઞાન ન હેય.