________________
નિધર્મ વિકાસ,
જીગર કેરી ધગશ મજબુત, મંદવાડે પટકાયા. .. તે પણ ભાવના સજીવ એવી, જ્યાં શાસન દેવજ સહાય: સૂ-૧૭ કાળ ગોઝારે એ પાપી, એકલીંગજીમાં અટકાવ્યા.
સ્વર્ગવાસ ગુરૂને ત્યાં થતાં, સૌના ચીર ગભરાયાઃ સૂ-૧૮ વીગ ગુરૂનો સૌને સાલે, નયન અશ્રુ વહેવડાવ્યાં. '' કહે ભેગીલાલ ધન્ય ગુરૂને, જેને શાસન ધ્વજ ફરકાયાં: સૂ–૧૯
ગુરૂભક્ત. ભેગીલાલ રતનચંદ. કવિ. શ્રી શાસનપ્રભાવક મહાપુરૂષને અચાનક સ્વર્ગવાસ
લેખકઃ સારાભાઈ જેસંગભાઈ શેર દલાલ. - મહા પ્રભાવશાલિ શ્રીરૈવતાચલ ચિતોડ વગેરે તીર્થોના ઉદ્ધારક, મહાપુરૂષ પરમ પૂજ્ય પ્રાતઃસ્મરણીય આચાર્ય મહારાજશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૧૯૯૮ ના પિષ વદ ત્રીજે મેવાડ રાજ્યના એકલિંગજી ગામમાં અચાનક કાલધર્મ પામ્યા, તે વાત સાંભળીને સર્વેને હૃદયે શોક ગ્રસ્ત બને એ સ્વાભાવિક છે. કારણ કે દુનિયાદારીના નિયમ પ્રમાણે પિતાના વહાલા કુટુંબિજના વિરહ પ્રસંગે જ્યારે અનહદ શોક થાય છે. તે પછી જે મહા પુરૂષ ઘણાએ અપવિત્રાત્માઓને પવિત્ર બનાવીને, ઉન્માર્ગગામિ અને સન્માર્ગમાં જેડીને, ચતુવિધ સંઘને વિવિધ પ્રકારે મોક્ષમાર્ગની સાધનાને અનુકૂલ ઉપદેશ આપીને તથા મોક્ષમાર્ગના આરાધક બનાવીને અખંડ આત્મ સાધના કરી હોય, તેઓશ્રીના વિરહને સાંભળીને કરેલા ઉપકારો યાદ આવે અને તેવા દુર્લભ મહા પુરૂષ મળવા મુશ્કેલ છે, આવા વિચારે આસન્ન સિદ્ધિક ભવ્ય જીને આવે એમાં નવાઈ શી ! સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીજૈનેન્દ્ર શાસનના પરમ ઉપકારક હતા, એટલું જ નહિ પણ ઘણુએ ભવ્ય જીને અને તેમાં પણ ખાસ કરીને બાળ વર્ગને જિનશાસનના પરમ ઉપાસક બનાવનારા હતા. તેઓશ્રીની વિદ્વતા, સમયસૂચક્તા, મિલનસાર, શાંત સ્વભાવ, તીવ્ર સ્વભાવવાળાને પણ સમજાવીને સન્માર્ગમાં ટકાવવાની પદ્ધતિ, નિરાભિમાનપણું, સરલતા, ક્ષમા વગેરે ગુણે પરિચિત વર્ગને ધ્યાન બહાર હોઈ શકે જ નહિ. આપણે તે મહાપુરૂષના ગુણે યાદ કરીને, તેમના તે ગુણેની સેવા કરીએ અને તેમના શિષ્યાદિ વર્ગને તેમના પગલે ચાલીને પરમ એક્તા જાળવીને શ્રીજિનશાસનની પરમ ઉલ્લાસથી સેવા કરવાની વિનવણી કરીએ એમાં જ ખરી ભકિત ગણાય. છેવટે શ્રીજિનશાસનના પસાયથી ભવિષ્યમાં આવા ઘણા જિનશાસનદીપક મહા પુરૂષ પ્રકટ થઈને શ્રી જિનશાસનને જયવંતુ બનાવે એજ શુભેચ્છા.