________________
૧૮૪
જૈન ધર્મ વિકાસ.
આવી માન્યતા આસન્નસિદ્ધ પુરૂષમાં જ પ્રગટે. કારણકે ભેગ અને ભેગના સાધના અભાવે માણસને તેની મુશ્કેલીમાં ધર્મ સાંભળતું નથી પરંતુ તે તે તે વસ્તુની પ્રાપ્તિમાં મૂચ્છિત થઈ વૈરવિધિ અને જીવન સર્વસ્વ હોમે છે. જ્યારે ભેગ અને ભેગના સાધનની વિદ્યમાનતામાં સ્વપર ભાવ ભૂલી મૂચ્છિત બને છે.
સંસારને અસાર માનવામાં તેમના જીવનમાં એક જ વાત વારે ઘડીએ ઘૂમ્યા કરતી. . પ ___के अहं मासी केवा इओ ओ इह पेच्चा ! भविस्सामि " आचारांग सूत्र
“કેણુ અને અહિં કયાંથી આવ્ય અને અહિંથી મારીને કયાં જઈશ” આ વિચાર જેના હૃદયમાં સ્કુરે તે માણસ ઓછી વસ્તુઓ કેમ સંતુષ્ટ થાય, પરિપૂર્ણ માનવ શું શું સાધી શકે? હું માનવી છું. હું શું શું સાધી શકું? અને શું શું ન સાધી શકું? આ માનવ શરીરથી હું કદાચ સારો પૈસો મેળવીશ. કદાચ ગામ અને સીમાડાના પ્રદેશમાં વ્યવહારદક્ષ ગણાઈશ. કદાચ સંસારથી લેપાઈ પુત્ર પૌત્રાદિક બંધનેથી વીંટળાઈશ. પરંતુ હું જે પરિપૂર્ણ માનવ દેહ પાપે. તે શાથી? અને હું ક્યાંથી અને કેવી રીતે આવ્યો? અને અહિં હું એવું શું કરું કે જેથી અહિથી પણ બલવત્તર વિકાસ સ્થાનને પામી શકું? આ પ્રશ્નોની પરંપરા સાથે જ હદયે ઉત્તર આપ્યો કે સંસારની વ્યવહારદક્ષતા સાથે જુઠ, માયા, વૈરવિધિ. ધનસંપ્રાપ્તિ સાથે અકલુષિત હૃદય, અહંતા, મારૂં તારૂં, અસંતોષ, પુત્રપૌત્રાદિના પરિવાર સાથે અંદગીભર અવિવેક દુઃખની પરંપરા, શેક વગેરેથી શું હું ઉન્નતતા પામી શકું? અને એમાં.
'महता पुण्यपुण्येन क्रीतेय कायता'
મહાન પુણ્યથી મેળવી કાયરૂપ નાવને વેડફી નાખું? આ ન જ બને સાથેસાથે નવી કાર્યદિશા સુઝી અને તે એ કે ધર્મદિશા, તેમને માર્ગોનુસાર જીવન અને શ્રાવક જીવનમાં પિતાનું માનવ સર્વસ્વ હેમવું ઓછું લાગ્યું અને સાધુજીવન સ્વીકારવાદીલ લલચાયું ને તેમણે તે સ્વીકાર્યું. તેની રમણીય વિગત તેમના જીવનચરિત્રમાં છે.
આ તેમની બીજી જીવન પરાગ. + +
+ સાધુ જીવનમાં પણ પ્રથમ એકજ માર્ગ નક્કી કર્યો,
" पुरिसा तुममेव तुम मिले कि बहिमा मिणमिच्छसी" आचारांग - પુરૂષ તુજ તા મિત્ર છે. બહાર મિત્રને શું સે છે ,