________________
જીવન પરાગ.
૮૫
તિર્થોદ્ધારક આચાર્ય દેવ વિજયનીતિસૂરીશ્વરજી
જીવન પરાગ
- લેખક-પં, મફતલાલ ઝવેરચંદ,
જગતમાં સેંકડે મનુષ્ય ક્ષણે ક્ષણે જન્મે છે અને મૃત્યુ પામે છે પરંતુ જેના નામ અને પરિમાણની પણ ભાગ્યેજ કેઈ દરકાર રાખે છે. પરંતુ જેના જન્મ કરતાં મૃત્યુ જગતને અતિ સ્મરણીય રહે અને જેના મૃત્યુનું સ્મરણ થતાં માનવ તેના ઉપકાર ગુણ અને ઉપગિતાને લાભ ન લીધા બદલ પસ્તાય તે પુરૂષે સર્વ શ્રેષ્ઠ છે.
- આચાર્યદેવ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ તેવા સર્વશ્રેષ્ઠ પુરુષ છે. કારણકે તે મુનિ હતા. આચાર્ય હતા. ઉપકારી હતા, સરળ હતા અને પૂણ્ય સ્મારકને ટકાવનાર હાઈ સ્મારકરૂપ હતા. ઉત્તમ પુરૂષની મુખ્ય ઉત્તમતા તે.
"जब तुं आयो जगतमें तुं रोवत जग हाल .
एसी करणी अब करो तुं हसत जग रोय.” । જ્યારે તું જગતમાં જન્મ પામે ત્યારે ઘરે પુત્ર થયે તેમ માની કુટુમ્બીઓ હસતા હતા, પરંતુ તું રડતું હતું. પરંતુ તું હવે એવી કરણી કર કે તું મૃત્યુ વખતે હસતે હોય અને કુટુમ્બીઓ અને જગત તને સંભારી રડતું હોય.”
આચાર્ય મહારાજમાં ઉપરોક્ત ઉક્તિ યથાર્થ ઘટે છે કારણકે આજે તેમને વિરહ તેમના શિષ્યોને ગુરૂ મહારાજના અભાવથી તેમની ગુરૂતા શ્રાવકોને અને સંઘને જીર્ણોદ્ધાર તેમજ સામાન્ય જૈનધર્મના ઉદ્યોતક કાર્યોને ઉપાડી લેવાની તેમની વૃત્તિ યાદ આવી આંખ અશ્રુભીની થાય છે.
આ તેમની પ્રથમ જીવન પરાગ.
પ્રથમતે માનવજીવનની સાર્થકતાના ત્રણ પગથાર છે માર્ગોનુંસારિ, શ્રાવકજીવન અને સાધુજીવન. આચાર્યદેવ આ ત્રણ પગથારમાં સર્વોચ્ચ સાધુજીવનમાં વર્તનાર મહાપુરૂષ હતા.
તંદુરસ્ત શરીર સુંદર આવડત અને સંસારની ગ્ય સગવડતા હોવા છતાં જેમણે.
[અદે રોષ વોિ સુસંવો વિજ્ઞાન. આચારાંગ સૂત્ર] જગતને-સંસારને દુઃખથી ભરપુર અસાર અને અજ્ઞાનસ્વરૂપ મા,