________________
૧૫૨
નધર્મ વિકાસ,
શ્રીને ચાતુર્માસ માટે વિનંતી કરવા આવતા, તે વખતે આચાર્ય મહારાજે આગેવાને જણાવ્યું કે મહારા અને પન્યાસશ્રી નીતિવિજયજી વચ્ચે વિચારોની આપલે થતા મારવાડ અને મેવાડમાં બહુજ મોટા પ્રમાણમાં તીર્થો અને જિનાલયની આશાતના થઈ રહેલ છે. એ તેમને જાતે નજરોનજરે નિહાળેલ અનુભવ છે. એટલે તેમની તે હકીકત જાણ્યા બાદ મેં મારવાડ, મેવાડમાં આશાતના ટાળવાના કારણેએ વિહાર કરવાનો નિર્ણય કરેલ છે. માટે તમે પન્યાસજીને પાંજરાપોળના ઉપાશ્રય માટે વિનંતી કરે. આચાર્ય મહારાજશ્રીની દેરવણીથી પન્યાસજીને આગેવાનોએ વિનંતી કરી, પરંતુ પન્યાસજીને ડેહલાના અને લવારની પિળના ઉપાશ્રયેની વિનંતી હેવાથી તેઓએ આનાકાની કરી, છતાં આગે વાની સાથે આચાર્ય મહારાજશ્રીનું પુષ્કળ દબાણ પન્યાસજીને થતાં આચાર્ય મહારાજજીનું કથન શીરે માન્ય કરી આગેવાને ચાતુર્માસ માટે આવવાની હા પાડી. ત્યાંથી કુંભારીયાજી, તારંગાજી, વીસનગર, મેસાણા, પાનસર થઈ અમદાવાદ પધારી પાંજરાપોળના ઉપાશ્રય આડંબરિક સામૈયા સાથે પધાર્યા. વ્યાખ્યાનમાં સૂત્રાદિનું વાંચન બહુજ સમજણ પૂર્વક ઝીણવટથી કરતાં હોવાથી વ્યાખ્યાન હોલ ચીકાર ભરાતા હતા. અને તેમની વ્યાખ્યાનવાણીથી આકર્ષાઈ તેઓશ્રીને ચાતુર્માસ પૂર્ણ થયે ચોમાસા બદલાવવા માટે અનેક ભક્તજનેની વિજ્ઞપ્તિ આવતાં કેટલાયને નારાજ કરવા પડ્યા, છતા પણ અતિ આગ્રહ હોવાથી ઘાંચીની પળ, કાલુસીની પિળ, નાગરબડાની પિળ, તળીયાની પળ એમ ચાર પળમાં ચોમાસુ બદલવું પડયું. વળી તળીઆની પોળવાળા તરફથી સરખેજને અને કાળુસીની પિળવાળા તરફથી નરોડાને સંઘ પણ આ નિમિત્તે કાઢવામાં આવ્યા હતા,
સં. ૧૯૭૨. ઉપરોક્ત રીતે ચોમાસુ બદલવાની અને સંઘની વિધિ પૂર્ણ થતાં, દરમિયાનમાં પાટણ. ફેફલીયાવાડાના શા. મોતીલાલ પોપટલાલની કેશરીયાજીને સંઘ કાઢવાની ભાવના થતા, તેઓ તે સંઘમાં પધારવા ગુરૂવર્યને વિનંતી કરવા આવતા, વિહાર કરી પાટણ પધારી સંઘની સાથે કેશરીયાજી યાત્રા કરી. ત્યાં પાટણના આગેવાનોના આગ્રહથી ચાતુર્માસ માટે પાટણ આવવાની આશા આપેલ હોવાથી, મેવાડ અને મારવાડ પ્રદેશ વિચરી તારંગાજી અને અન્ય વચમાં આવતા તીર્થની યાત્રા કરી પાટણ પધરી કન્યાશાના પાડાના ઉપાશ્રયે ચાતુર્માસ કરવા રોકાયા. ચાતુર્માસ દરમિયાનમાં જ્ઞાનના પ્રચારની આવશ્યકતા પર ઉપદેશ આપતા “શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથમાળ” ના નામથી પુસ્તક પ્રકાશન કરવાનો નિર્ણય કરી તે દ્વારા પુસ્તક બહાર પાડવા શરૂ કર્યા. પયુંષણ સમયે મુનિશ્રી મુક્તિવિજયજી, મુનિશ્રી રાજવિજયજી, મુનિશ્રી સુરેન્દ્રવિજયજી આદિ મનિઓએ સોળ ઊપવાસ કરતાં સંઘ તરફથી ભવ્ય અષ્ટાહ્નકા મહત્સવ કરવામાં આવ્યા હતા.