________________
૧૫૦
•
જતધર્મ વિકાસ.
પધાર્યા. જ્યાં મુનિ અને સાધવીઓના મોટા સમૂહને ગવહન કરાવવા શરૂ કરાવ્યા. જેમાં પિતાના સમુદાય ઉપરાંત પૂજ્ય પન્યાસજીશ્રી પ્રતાપવિજયજી મહારાજ, વ્યવૃદ્ધ મુનિશ્રી જીતવિજયજી મહારાજ, આચાર્યશ્રી બુદ્ધિસાગરજી, મુનિશ્રી વિનયવિજયજી મહારાજ આદિના શિષ્ય પ્રશિષ્યા અને સાધવીઓ મળી આસરે ૭૫ ઠાણાને ઉતરાધ્યયન, આચારાંગ, ક૯૫સુત્ર, સુગડાંગ, મહાનિષિથ, સમવાયાંગ અને શ્રીભગવતીજી આદિ સૂત્રોના ગવહન કરાવ્યા હતા. ચાતુર્માસના વ્યાખ્યાનમાં શેઠ. પ્રેમચંદ મુળજીભાઈ તરફથી મહાન શ્રીભગવતીસુત્રની વાંચન આડંબરિક વરઘોડે,રાત્રી જાગરણ, જ્ઞાનપૂજા,સૂત્રવહરાવવા, શ્રીફળની પ્રભાવના અને વાંચનાની વિધિ મોટા ખર્ચ કરીને કરાવી હતી. પર્યુષણ ટાંકણે મુનિશ્રી તિલકવિજયજી એ મા ખમણ તેમજ અન્ય મુનિ મંડળ અને શ્રાવક ગણે, સેળ, પંદર, અઠ્ઠાઈ આદિ તપસ્યા કરવાથી ઘણીજ ઉત્સાહથી અષ્ટાહીકા મહત્સવ કરાવવામાં આવ્યું હતા. તેમજ શેઠ. વાડીલાલ પુનમચંદ અને સંઘ તરફથી ઝરમરના વાસણે અને ઉત્તમ પ્રકારના સાધનો સાથે પાંચ દિવસના આડંબરિક વરઘોડાથી ચૈિત્ય પરિપાટી શ્રાવક, શ્રાવકાના મોટા સમૂહ સાથે કરાવી હતી. આ રીતે ચાતુર્માસ આખું મહત્સવની ધામધુમમાં જ પસાર થયેલ અને પદવી પ્રદાન મહોત્સવ સાથે પંદરેક હજારનો ખર્ચ જુદાજુદા વ્યક્તિઓએ મલીને કરેલ હતો.
સં. ૧૯૭૦. ચાતુર્માસ પૂર્ણ થયે શ્રી મહાન ભગવતીજી સૂત્રના વેગવહન કરનારાઓને પદવી પ્રદાન કરવાને મહોત્સવ શરૂ કરી, તેની આગેવાની દાનવિર શેઠ મોતીલાલ મુળજીભાઈએ સ્વીકારી મેટી ધામધુમથી આદેશ્વરજીના દેહરે સેળ પૂજાને અષ્ટાલીકા મહોત્સવ, ભવ્ય મંડપ, શાન્તિસ્નાત્ર, દરરોજ શ્રીફળની પ્રભાવનાઓ, અને અનેક નૌકારસીઓ ઉપરાંત અવાર નવાર વરઘોડાની ભભુકતા સાથે ઉજવવામાં આવેલ. આ પ્રસંગને અદ્વિત્ય રીતે ઉજવવાનો નિર્ણય કરવામાં રાધનપુરના સંઘની શાસનના જવાહિર પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજને શાસન નાયક બનાવી આચાર્યપદ આરોપણ કરવાની અનહદ ભાવના હતો. અને તેના માટે ભગીરથ પ્રયત્નથી આગેવાનેએ અનેકવાર પન્યાસજીશ્રી ભાવવિજયજી મહારાજને વિનંતી કરવા છતાં ન માનવાથી, તેમના બહારના અનેક ભક્તો દ્વારા પણ આગ્રહપૂર્વક આચાર્ય પદ પ્રદાનને અમૂલ્ય લાભ રાધનપુરના સંઘના ફાળે નેંધાવવા અનેક પ્રયત્ન કરી જોયા. પરંતુ પન્યાસજીશ્રી નીતિવિજયજી મહારાજની આ પદ સ્વીકારવાની અત્યંત અનિચ્છા અને તેથી ગુરૂવર્ય પ્રત્યેનું પોતાનું હા ન પાડવા માટેનું અજબ દબાણ હોવાથી, ગુરૂવર્યને અનેક લાગવગ અને પ્રયત્નોથી વિનવણી કરવા છતાં પણ આજ્ઞા આપવા પુરતા ડગ્યા નહિ. એટલે રાધનપુરના સંઘના ફાળે આચાર્યપદ પ્રદાન મહોત્સ નેંધાઈ શક્ય નહિ. છતાં પણ પદવીપદાન મહોત્સવ શરૂ કરી માગસર સુદિ ૧૩ ના મુનિશ્રી દેવવિજયજી, મુનિશ્રી દયાવિજયજી, મુનિશ્રી દાનવિજયજી, મુનિશ્રી હર્ષ