________________
સૌરાષ્ટ્રના નરરતના કાર્યોની ધપથી,
૧૪૯
સં. ૧૯૯૮. ઉપધાન પૂર્ણ થયે વીજાપુરવાળા આગેવાની વિનંતીથી ગુરૂવર્ય સાથે માળા પહેરાવવા પધાર્યા. ત્યાંથી પ્રાંતિજ, ઈડર, મેડાસા આદિ થઈ કેશરીયાજીની યાત્રા કરી ઈડર, વડનગર, તારંગાજી પધારી યાત્રા કરી વીસનગર, મેસાણા, ભાયણી, કસણ, રામપરા, પધારતા વિરમગામના આગેવાનોની વિજ્ઞપ્તિથી ચાતુમસ કરવા વીરમગામ પધાર્યા. ચોમાસા દરમિયાન સમોસરણ, ચૌદપૂર્વ આદિ તપે થવા સાથે તેના અંગેના મહોત્સવો થયા. વળી સાધુ, સાધવીને ભણાવવા માટે વિરમગામમાં કોઈ પણ સાધન ન હોવાથી જ્ઞાનદાન ઉપર વ્યાખ્યાનમાં દર
જ ખૂબ ખૂબ સિંચન કરતા હોવાથી, ઝવેરી વીરચંદ ઉજમસીની ભાવના તેવી પાઠશાળા ખેલવાની થતા, તેઓએ રૂ. ૧૫૦૦૦) ની રકમ ઈલાયદિ કાઢી આપવાનું જાહેર કરતાં, સંઘમાં આનંદ છવાઈ રહ્યો. વળી સંઘની ઊપધાન કરાવવાની ભાવના થતા આસો સુદિ ૧૦ના નાણ મંડાવી ઉપધાન તપમાં આરાધકોને પ્રવેશ કરાવ્યું, અને દરરોજ તપ અને ત્યાગની મહત્તા આરાધકને વ્યાખ્યાનદ્વારા સમજાવતાં ઉપધાન પૂર્ણ થયે, માળા પરિધાનને મહોત્સવ કરી ત્યાંથી વિહાર કર્યો.
સં. ૧૯૬૯ ચાતુર્માસ પૂર્ણ થયે. માંડળ, દસાડા, ઝીંઝુવાડા, આદિ પ્રદેશનો વિહાર કરી સંખેશ્વરજીની યાત્રાએ પધારી, મહા સુદિ ૧૦ ના શુભ દિને મુનિશ્રી ચંદનવિજયજી મહારાજ અને મુનિશ્રી માનવિજયજી મહારાજને બ્રહતદીક્ષા આપી. અને મહા સુદિ ૧૪ ના ચોટીલાના ઊજમશીભાઈને ભાગવતી દીક્ષા આપી તેમનું નામ મુનિશ્રી ઉદયવિજયજી રાખવામાં આવ્યું. ત્યાં રાધનપુરના આગેવાનો આગ્રહભરી વિજ્ઞપ્તિ કરતાં ચાતુર્માસ માટે રાધનપુર પધારી, ફાગણ સુદિ ૧ ના શુભ દિને ચતુવિધ સંઘ સમક્ષ મુનિશ્રી ઉદયવિજયજી મહારાજને બ્રહતદીક્ષા આપી મહોત્સવ કરાવ્યા. તે દરમિયાનમાં અમદાવાદવાળા લવારનીપળના પન્યાસજી શ્રી પ્રતાપવિજયજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર મળતાં, તેમના પરમ ઉપકારકના સ્વર્ગગમનથી હૃદયને ખૂબ આઘાત લાગ્યા. વિધિપૂર્વક દેવવંદન કર્યા પછી પોતાના ઉદ્ધારક પન્યાસજી મહારાજશ્રી નિમિત્તે અતિ ભવ્ય અષ્ટાદ્વીકા મહત્સવ કરાવવાની શરૂઆત કરાવી. દરમિયાન અમદાવાદથી લુવારની પોળના ઉપાશ્રયના આગેવાનોને સદગત, પૂજ્યશ્રીએ લવારની પાળના ઉપાશ્રયના સમુદાયની સપરત આપશ્રીને કરેલ હોવાથી, તે સંબંધિ વિચાર કરવા તેમજ તેઓશ્રીના દેહાવસાનના અંગે મહત્સવ કરવાનો હોઈ આપે સત્વર પધારવું તેઓ આગ્રહ ભરેલો સંદેશ મળતા, રાધનપુરના આગેવાનોની સમ્મતિ મેળવી અને પાછા આવવાની આશા આપી ગુરૂવર્યને રાધનપુર રાખી, અમુક શિષ્ય સાથે પિતે અમદાવાદ તરફ ઝડપી વિહાર કરી મહોત્સવમાં પધાર્યા. જ્યાંથી મહોત્સવની સમાપ્તિએ પૂજ્ય પન્યાસપ્રવરના શિષ્ય મુનિશ્રી દેવવિજયજી, મુનિશ્રી મુક્તિવિજયજી અને મુનિશ્રી બુદ્ધિવિજયજી મહારાજને આગેવાનોની પ્રેરણાથી ગવહન કરાવવા માટે સાથે લઈને રાધનપુર