________________
૧૪૨
-
જેનધર્મ વિકાસ
' '
હજારના દ્રવ્યનો સદવ્યય કર્યો હતો. ત્યાંથી વીસનગર, મેસાણા, કડી, કલોલ, પેથાપુર આદિ સ્થળોએ વિચરી ગુરૂવર્યની સાથે વિજાપુરના સંઘના આગ્રહથી ચાતુર્માસ કરવા વીજાપુરમાં આડબરિક સામૈયાથી પ્રવેશ કર્યો, ચોમાસા દરમિયાનમાં પટેલ બેચરભાઈ (આચાર્ય બુદ્ધિસાગરજી) અને શેઠ ડાહ્યાભાઈ (૫ દાનવિજયજી) એ બન્ને વૈરાગ્યવાસી આત્માઓને પ્રકરણ વ્યકરણાદિને અભ્યાસ કરાવવા સાથે પિતે પણ ગુરૂવર્ય પાસે અધ્યયન કરતા હતા.
સં. ૧૯૫૧. ચાતુર્માસ પૂર્ણ થયે શેઠ વરચંદ દીપચંદના આગ્રહથી રાજનગરમાં ગુરૂદેવ સાથે તેમની હવેલીમાં સ્થિરતા કરી. બાદ લુહારની પિળના આગેવાનોને અત્યાગ્રહથી ચાતુર્માસ લુહારની પિળના ઉપાશ્રયે કરી તે દરમિયાન સુત્રાદિનું ગુરૂવર્ય પાસે અધ્યયન અને વાંચન કર્યું. તેમજ ઉતરાધ્યન અને આચારાંગના ચગવહન કર્યા. - સં. ૧૯૫૨. ચાતુર્માસ સમાપ્ત થયા પછી ગુરૂવર્યની સાથે પાનસર, ભોયણી, તારંગાઇ, કેશરીયાજી આદિ તીર્થો અને તેની આજુબાજુના પ્રદેશમાં વિચરી, મહેવાડાના જિનાલયના ધ્વજદંડના મહત્સવમાં આગેવાની વિનંતીથી પધારી, ત્યાંથી સિદ્ધપુર ઉપધાન મહોત્સવમાં રોકાઈ વાલમ તીર્થની યાત્રા કરી ઉમતા પધારતા, મુનિશ્રી ગુમાનવિજયજી મહારાજની સખ્ત બિમારીના સમાચાર મળતા ગુરૂવર્યની સાથે ચિતર વદિ ૮ ના અમદાવાદ પધારી, લવારનીપળના ઉપાશ્રયે ચાતુર્માસ કરી શ્રીશંત્રુજય મહાતમ્ય સભાજનો સનમુખ પહેલી જ વાર વ્યાખ્યાન દ્વારા વાંચવાનું શરૂ કર્યું. અને તે સાંભળવાના પ્રભાવે ઢાળનીપળવાળા શા. મોતીલાલ વીરચંદ ચાલીસહજારવાળાએ શ્રીસિદ્ધાચલનો છ“શી” પાળતો સંઘ કાઢવા પન્યાસજીશ્રી પ્રતાપવિજયજી મહારાજ પાસે અભિગ્રહ લીધે. તેમજ બાકીનો સમય પોતે સુત્રાદિ અધ્યયનમાં અને શ્રીકલ્પસૂત્રના ગવહનમાં પસાર કર્યો.
સં. ૧૫૩ ચાતુર્માસ પૂર્ણ થયે ગુરૂવર્યની સાથે પાનસર, મેસાણા, ગુંજા, વડનગર, તારંગાજી આદિ સ્થળે વિચરી વીસનગર આવતાં પૂજ્ય પન્યાસશ્રી પ્રતાપવિજયજી મહારાજશ્રીની આજ્ઞા અનુસાર શા મોતીલાલાલ વીરચંદ, પિતે લીધેલા સિદ્ધાચલજીના સંઘનો અભિગ્રહ પૂર્ણ કરવાની ઉત્કૃષ્ટ ભાવનાએ સંઘમાં પધારવાની વિજ્ઞપ્તિ કરવા આવતાં, ગુરૂવર્યની સાથે રાજનગર પધારી, પૂજ્ય પન્યાસજી મહારાજશ્રી પ્રતાપવિજયજી મહારાજ સાથે સંઘમાં પધારી શ્રીસિદ્ધાચલજીની યાત્રા કરી, ત્યાંથી ગુરૂવર્ય સાથે વિહાર કરી સખેશ્વર તીર્થની યાત્રા કરી, પાટણના આગેવાનોની વિનંતીથી ખેતરવશીના પાડાના ઉપાશ્રયે ચાતુર્માસ કરવા ગુરૂવર્યની સાથે પધાર્યા. દરમિયાન ચરિત્ર નાયકે અઠ્ઠાઈ તપ કર્યો અને તે નીમિત્તે તેમના