SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ સૌરાષ્ટ્રના નરરત્નના કાર્યોની નોંધપોથી. ઉત્કૃષ્ટ ભાવનાના ચઢતા પરિણામેના વાળમાં સંસારી કપડા ઉતારી નિહાલચંદ પારેખને સોંપી દઈ, સાથે લઈ ગયેલા મહર્ષિના ઉપગરણે કાઢી તેને ત્યાર કરી, શરમૂંડન કરાવી, સ્વયં સાધુ વેશને સં. ૧૯૪૯ના અસાડ સુદિ ૧૧ને સોમવારના મંગળ પ્રભાતે પરિધાન કરી, સીધાજ મહેરવાડા પધાર્યા. અને તે ચાતુર્માસ એકીલા સાધુતાની બધા પ્રકારની ક્રિયાકાંડ શુદ્ધિપૂર્વક કરી મહેરવાડામાંજ પસાર કર્યું. આરીતે કેઈની પણ સહાય વિના સ્વયે પિતાના હાથે જ ત્યાગી બન્યા. આ એક વિશિષ્ટતા આ મહાન વિભૂતિમાં ગૌરવ ધરાવે છે. સં. ૧૯૫૦. ચાતુર્માસ પૂર્ણ થયે મહેરવાડાથી વિહાર કરી ઉમતા કે જ્યાં તેઓશ્રીના ભાવી ગુરૂવર્ય મુનિશ્રી ભાવવિજયજી મહારાજના ગુરૂભાઈ મુનિશ્રી કાન્તિવિજયજી મહારાજ બિરાજતા હતા ત્યાં આવ્યા, અને વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે આપ પૂજ્યશ્રી મને આપના ગુરૂભાઈ મુનિશ્રી ભાવવિજ્યજી મહારાજના શિષ્ય તરીકે વિધિપૂર્વક ભાગવતી દિક્ષા આપે. વિજ્ઞપ્તિનો સ્વીકાર કરી સં ૧૯૫૦ ના કારતક વદિ ૧૧ રવિવારના માંગળિક સમયે ચતુર્વિધ સંઘ સમક્ષ મુનિ મહારાજશ્રી કાતિવિજયજી મહારાજે પ્રવજ્યા આપી. અમુક સમય તેમની સાથે રહિ નજદિકમાંજ તેઓશ્રીના ગુરૂવર્ય મુનિશ્રી ભાવવિજયજી મહારાજ વડનગરમાં હતા, એથી તેઓ ગુરૂ સમીપ ગયા, તે સમયે ત્યાં બિરાજતા મુનિ મહારાજ શ્રી સિદ્ધિવિજ્યજી મહારાજને અચંબે થે કે, આ વ્યક્તિને એ વડીલેની આજ્ઞા મેળવી આવવાનું કહી રજા આપી હતી, “જે સમયે તેણે મને પિતાને આટલો બધો ઉગ્રભાવ છે તેમ વ્યક્ત પણ કરેલ નહિ. છતાં મારી પાસેથી છુટા પડી તરતજ પિતાના હાથે વેશ પરિવર્તન કરીને ત્યાગી બન્યા. મારાથી છુટા પડતાં હું હવે મારા વતન જવાને નથી તેમ જે મને સ્પષ્ટ જણાવ્યું હોત તે” તેજ વખતે હું તેને દીક્ષા આપત. ખેર ભાવી ભાવ પ્રબળ છે. તેમ માની નવીન દિક્ષીતને આવકાર આપી પિતાને હર્ષ વ્યક્ત કર્યો. હવે ગુરૂવર્યની તેમને વડી દીક્ષા અપાવાની ભાવના થતા નજદિકમાંજ પન્યાસશ્રી પ્રતાપવિજયજી મહારાજ સીપોર બીરાજતા હતા. નવીન સાધુને લઈ ગુરૂ સીપેર પધાર્યા અને પન્યાસજી મહારાજને ગવહન કરાવવાની વિજ્ઞપ્તિ કરતાં પન્યાસપ્રવરશ્રીએ મુનિશ્રી નીતિવિજયજી મહારાજને માંડલીયા જગમાં પ્રવેશ કરાવી, જગને તપ પૂર્ણ થયે સં ૧૯૫૦ના મહાસુદિ ૪ શુક્રવાર ના માંગળિક મુહુર્ત ચતુર્વિધ સંઘ સમક્ષ નાણું મંડાવી, નંદિની કીયા કરાવી, હદીક્ષા આપી. આ મહોત્સવને ઉજવવા પન્યાસપ્રવરશ્રીના ઉપદેશામૃતના સિંચનથી શા. સાકળચંદ પાનાચંદ તરફથી પંચતીર્થોની રચના, અષ્ટાદ્વીકામહોત્સવ અને શા. કલ્યાણજી વાલચંદ તરફથી ઉદ્યાપન મહોત્સવ તેમજ અઢારે નાતને જમણ આપવા આદિ મહેત્સ કરી પંદરેક
SR No.522516
Book TitleJain Dharm Vikas Book 02 Ank 04 05 06
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages104
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy