________________
શ્રી પાર્શ્વનાથ અષ્ટોત્તર.
૨૩ બદલો વાળવા માટે જગતમાં એવું કઈ પણ દ્રવ્ય નથી કે જે આપીને શિષ્ય રૂણ મુક્ત થઈ શકે. આ લેકેનું રહસ્ય સમજનાર મનુષ્ય સુંદર રીતી એ સમજી શકે તેમ છે કે, ગુરૂ મહારાજ કે જે સાધુ મુનીરાજના સ્વરૂપમાં છે તે કોઈ સામાન્ય મનુષ્ય નથી જ. પરંતુ જગતના જીવનનું પરમ કલ્યાણ કરનાર શ્રેષ્ઠ વ્યક્તિ છે. પુત્ર સારી દુનીયાની સેવા કરવા શક્તિમાન હોય પરંતુ માતા પીતાને ઉપકાર માનવા સાથે, એજ માતા પીતા પ્રત્યે પૂજ્ય ભાવ દર્શાવી પોતે સેવા-ભક્તિની ઉપેક્ષા કરવાનું પસંદ કરે છે, તે પુત્ર ખરેખર પત્થર તુલ્ય મનાય છે. અત્યંત કષ્ટ સહન કરી માતા પીતા વાત્સલ્ય ભાવથી પુત્રનું પોષણ કરવા છતાંય, એજ પુત્ર બેવફા બનવાનું યોગ્ય માને તે, તે પુત્રને જગત એક
પુતપુત્ર તરીકે પિછાણે, તેમાં આશ્ચર્ય શું છે? એજ પ્રમાણે ટાઢ-તડકે–ભૂખ તરસાદિ અનેક પરીષહ સહન કરી, જગતના મનુષ્યને ધર્મોપદેશ સુણાવવાની પ્રબલ આકાંક્ષાઓ સેવનાર સાધુ મુનીરાજે પાસે, એમના અપૂર્વ ઉપકારના બદલામાં સેવા–ચાકરી કરાવવા ઈચ્છવું, તે ખરેખર સ્વજાતિને સત્યાનાશને પંથે મૂકવા બરાબર છે. તે અંગે ઉપદેશશતક નામે ગ્રંથમાં રજા-શતકમાં ફરમાવે છે કે
मातापितृभ्यामपि जन्मदाभ्यां, ज्ञानप्रघोऽसौ गुरुरन्यएव; दुष्कर्म मूलं क्रियतेयदाभ्यां, तदैव मुक्तयेगुरुणा शरीरम्.
અર્થ–જન્મ દેનાર માતાપીતાથી પણ જ્ઞાન દેનાર ગુરૂની કિંમત વધુ છે. જે શરીર દુષ્કર્મો કરાવનાર છે તે ફક્ત માતા પિતાથી જ બનેલું છે, દુષ્કર્મ કરાવનાર શરીરને પણ ગુરૂ મહારાજ મેક્ષના કારણરૂપ બનાવે છે એટલે કે ગુરૂજ મોક્ષ પમાડી શકે છે. તે
- અપૂર્ણ
“શ્રી પાર્શ્વનાથજી અષ્ટોત્તરસયનામાષ્ટક
(રચયિતા-દુર્લભજી ગુલાબચંદ મહેતા, વળા)
(સવૈયા–એકત્રિશ) કેશરીઆઇ, કુર્કટેશ્વર, કલિકુંડ, કાપરડા, નામ, કાશી, કુંડલપુર, કઈ કરહડા, કલ્યાણ, પ્રણામ; કેકા, કંકણ ખેહામંડન, ખામણા ગુપ્ત, ગિરૂઆ, નામ, ગેડી, ગાલવીઆ, ગંભીર, ધૃતકલોલ, ઘીયા, પ્રણામ.
'
'
૧