________________
મૂર્તિપૂજાના વિરોધમાં.
મૂર્તિપૂજાના વિરોધમાં...”
(ગતાંક પૃષ્ઠ ૩૫૭ થી અનુસંધાન )
લેખક- મુનિ ન્યાયવિજયજી. (અમદાવાદ) આજ વસ્તુનો સંક્ષેપમાં ઉલ્લેખ આવશ્યક નિર્યુક્તિમાં શ્રત કેવી આચાર્ય ભગવાન શ્રીભદ્રબાહસ્વામિ અને તેની ટીકામાં સુપ્રસિદ્ધ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી પણ કરે છે.
અર્થાત્ યુગાદીશ્વર ભગવાન રાષભદેવજીના દીક્ષાકાલ પછીથી સ્તુપ પૂજાઅર્ચના ચાલુજ છે.
આવી જ રીતે ભગવાન શ્રીષભદેવજીના પૌત્ર મિકુમાર અને વિનમિ કુમારની ભગવાન ઉપરની ભક્તિ જઈ પ્રસન્ન થયેલ ધરણેન્દ્ર તેમને વિદ્યાઓ આપે છે; સ્વતંત્ર રાજ્ય સ્થપાવે છે. અને તેમને ભલામણ કરે છે કે આ વિદ્યાએના પ્રતાપથી કેઈ અકાર્ય ન કરશે. તેમજ નીચે કહ્યા મુજબનાં કાર્યો કરવાથી પણ વિદ્યાઓ જતી રહે છે, માટે તે ન કરશે. જ્યાં કયાં કાર્યો તેને ઉલ્લેખ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ નીચે પ્રમાણે જણાવે છે.
जिनानांजिनचैत्यानां तथाचरमवमणां प्रतिमाप्रतिपन्नाना, सर्वेषां चाऽनगारिणाम् ॥१॥ पराभवलंघनंच, येकरिष्यन्ति दुर्मदाः
विद्यास्त्यक्षन्ति तान्सद्यः कृतालस्यानिवश्रियः॥ २॥ ભાવાર્થ-જુનવરેન્દ્ર, જનચૈત્ય-મંદિર ચરમ શરીરી અને પ્રતિસાધારી સાધુઓને જે પરાભવ અને ઉલ્લંઘન (આશાતના-અવિનય–અવજ્ઞા-તેઓ ધ્યાનમાં હોય તો તેમના ઉપરથી ચાલ્યા જવું) વગેરે જે કાંઈ પણ કઈ અભિમાની મદાંધ કરશે, તેની વિદ્યાઓ આળસુ પુરૂષની લમીની માફક તેને છોડીને ચાલી જશે. - નોટ-મુસલમાન પણ મૂર્તિપૂજક છે. આ મારા કથનમાં હું નીચેનું પ્રમાણ રજી કરે છે, જેથી તટસ્થ વાંચકે સમજી શકશે કે મુસલમાને મૂર્તિપૂજાનો વિરોધ કરવા છતાંયે કેવા મૂર્તિ પૂજક છે?
ઉભાષામાં “અહદીસ નામનું એક અખબાર પ્રગટ થાય છે. તેમાં ૧૯૪૬ ના મે માસની ૯મી તારીખના અંકમાં માલવી સનાઉલ્લાખાએ “એકેશ્વર પૂજા આનું નામ? એ શીર્ષક લેખમાં પિતાના વિચારો નીચેના શબ્દોમાં વર્ણવ્યા છે.
આપણુ મુસિલમો કબર પરસ્તી, પીર પરસ્તી, કવ્વમ પરસ્તી, મજહબ પરસ્તીમાં એને કાદ (શ્રદ્ધા) રાખે છે, એ જાણીતી વાત છે. અર્થાત આપણે મુસ્લીમો અલ્લાહને વાહિદલાશરીક (એક એવ તથા અદ્વિતીય) માનનારા એકેશ્વરવાદી હેવા છતાં, મુસ્લિમ