________________
શ્રી સિદ્ધચક્રની તાત્ત્વિક ભાવના.
બેસે છે. હવે ઇશાન ખૂણામાં કઇ કઇ ત્રણ પ્રદાએ કયા ક્રમે ગોઠવાય છે તે જણાવે છે. વૈમાનિક દેવા ઉત્તરદશાના દરવાજેથી દાખલ થઇ પ્રભુજીને પ્રદક્ષિણાદિ વિધિ કરી ઇશાન ખૂણામાં બેસે છે. તેમની પાછળ મનુષ્યેા પણુ તેવી જ રીતે બેસે છે. તેમની પાછળ મનુષ્યેાની સ્ત્રીએ પણ તેજ ક્રમે બેસે છે. એ પ્રમાણે ૧. ગણધરાદિની ૨. વૈમાનિક દેવીએની ૩. સાધ્વીઓની ૪. જ્યાતિષ્ઠ દેવીઓની ૫. ભુવનપતિ દેવીઓની ૬. વ્યંતર દેવીએની છ. જ્યાતિષ્ઠ દેવાની ૮. ભુવનપતિ દેવાની ૯. વ્યંતર દેવાની ૧૦. વૈમાનિક દેવાની ૧૧. મનુષ્યાની ૧૨. મનુષ્યાની સ્ત્રીઓની પદાની ગાઠવણી રચના બતાવી. તેમાં કેટલીએક પઢાઓના અધિકાર બેસીને દેશના સાંભળવાના છે. અને કેટલીએક પ દાના ઉભા રહીને દેશના સાંભળવાના જ છે. તે આ પ્રમાણે ચાર પ્રકારના દેવા, મનુષ્યેા નારીએ અને સાધુએ એમ સાત પદા બેસીને અને ચાર પ્રકારની દેવીએ તથા સાધ્વીએ એમ પાંચ પ`દા ઉભી રહીને સાંભલે એમ આવશ્યક વૃત્તિમાં કહ્યું છે અને આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે-સાધુએ ઉત્કટિકાસને સાંભલે, તથા વૈમાનિક દેવીએ અને સાધ્વીએ ઊભી રહીને સાંભલે, અને શેષ૯ ૫ દાએ બેસીને દેશના સાંભલે એ એ વિચારા શ્રી સમવસરણુસ્તવમાં જણાવ્યા છે. સમવસરણમાં જ્યારે મહર્ષિંક દેવ આવે, ત્યારે ત્યાં બેઠેલે અપદ્ધિક દેવ ઉભા થઈ તેને નમસ્કાર કરી બીજી જગ્યાએ બેસે. અને અપદ્ધિક દેવ જ્યારે પ્રદક્ષિણા દે ત્યારે મહદ્ધિકને ઉલ્લ ંઘન કરીને જાય છતાં પ્રભુના પ્રભાવથી કાઇ દેવને પણ કલહ વિગેરે હાતા નથી. સાનાના ગઢ અને રત્નના ગઢ, આ મે ગઢની વચ્ચેના ભાગમાં જાતિ વૈરના ત્યાગ કરી સંપીને તિર્યંચા રહે છે. તથા રૂપાના ગઢની અને સાનાના ગઢની વચ્ચેના ભાગમાં દેવાના વિમાનો અને મનુષ્યેાના વાહના રહે છે. સમવસરણમાં અરિહંત મહારાજા સૂર્યોદયથી માંડીને એક પહેાર સુધી જ દેશના આપે. દેશના પૂરી થયા બાદ પ્રભુજી દેવદામાં પધારે છે. ત્યારબાદ બીજી પેરિસીમાં મુખ્ય ગણુધર અથવા ખીજા ગણુધર રાજાએ લાવેલા સિંહાસન ઉપર બેસીને અથવા પ્રભુના પાદપીઠ ( પગનેસ્થાપન કરવાના ખાજેઠ ) ઉપર બેસીને ધર્મ દેશના આપે. આ પ્રસંગે એ પણ જાણવા જેવું છે કે જ્યાં પ્રભુનું સમવસરણ થયું હેાય, તે સ્થલે રાજા, રાજાના મંત્રી, શેઠ, અથવા મુખી ચાર શેર ચાખ્ખા અખંડ તડુલ લઈને દેશનાને અંતે અંદરના ગઢના દરવાજે પ્રવેશ કરે છે. અને જ્યારે દેશના પૂરી થાય ત્યારે તે ચાખાને પ્રભુની સામે ઉભા રહીને જ ઉછાળે, તેમાંના અડધા ચોખા જમીન પર પડતાં પહેલાં જ વચમાંથી ઇન્દ્ર અથવા કોઇ મહર્ષિક દેવ લઇ લે છે. ખાકી રહેલા અડધા ચેાખામાંથી અડધા ચોખા ઉછાળનાર જ ગ્રહણ કરે છે, અને બાકીના અડધા ચેાખાના અકેક દાણા સર્વજના શેષ તરીકે ગ્રહણ કરે છે. આ ચેાખાના દાણાના પ્રભાવથી છ માસની પહેલા થયેલા રાગેા નાશ પામે છે, અને ભવિષ્યમાં પણ તેટલા કાળ સુધી નવા રેગા ઉત્પન્ન થતા નથી.
-અપૂ.
..
૧૩