________________
માહન કીધા. તે મહાપ-પ=ગાય વિગેરે પશુઓને સાચવનાર. અરિહંત પ્રભુમાં તે વાળ કરતાં શિષ્ટ ગુણે રહેલા હોવાથી મહાપ કહેવાય. એટલે પરમાત્મા છે જીવનિકાય રૂપ પશુઓનું રક્ષણ કરવામાં અતિ કુશલ હોવાથી મહાપ કહેવાય. જેમ શેવાળ લાકડી હાથમાં રાખીને ગાય વિગેરે પશુઓને સર્પ, વાઘ વિગેરે હિંસક પ્રાણિયોના ભયથી બચાવે છે, અને જ્યાં ઘણું ઘાસ તથા પાણી હોય, તેવા વનમાં લઈ જાય છે, તેમ અરિહંત પ્રભુ પણ ધર્મ રૂપિ લાકડી હાથમાં રાખી સંસારિ જીવો રૂપ પશુઓને દેશના દ્વારા મરણાદિ ભયથી બચાવી નિવણ રૂપિ ઉત્તમ શાંતિના આપનાર વનમાં લઈ જાય છે. આવા ઉત્તમ ગુણને લઈને અરિહંત પ્રભુ મહાપ કહેવાય. જુઓ શાસ્ત્રીય પુરાવો વિશેષા વશ્યકમાં-છાવણ, માવા તેજ છુચત્તિ બીજો પણ પુરાવ મલયગિરિ મહારાજે કરેલી આવશ્યક વૃત્તિમાં પણ તેજ પ્રમાણે-જાતિ કલ્દ જ જોવા अहिसावयाइ दुग्गेहिं॥ पउरधणपाणियाणि य, वणाणि पावेति तह चेव ॥१॥ जीवनिजाया गावो जं ते पालेति ते महागोवा । मरणाइभएहिं जिणा, निव्वाणवणं च पावेंति ॥३
સાર્થવાહ–જે વિવિધ પ્રકારના કરિયાણાઓ લઈને વિશેષ લાભને માટે બીજે દેશ જાય, અને રાજમાન્ય, તથા પ્રસિદ્ધ વહેપારી હોય, દીન, અનાથની રસ્તામાં ખબર લેનાર–એ જે સાર્થ–સમુદાયને રક્ષક–તેનું નામ સાર્થવાહ. જેમ તે સાર્થવાહ કરિયાણું લઈ બીજે દેશ જતાં પોતાની સાથેના સમુદાયનું
ગક્ષેમ કરવા પૂર્વક (જે વસ્તુની ખામી હોય તે આપે તેનું નામ યોગ, અને છતી વસ્તુની રક્ષા કરવી તે ક્ષેમ) રક્ષણ કરે છે, એટલે-માર્ગના અજાણપણાને લઈને ભૂલા પડી અવળે રસ્તે જઈ ગભરાટમાં પડેલા સાથેના માણસોને ખરો રસ્તો સમજાવી સીધે માર્ગે લાવી દુઃખથી મુક્ત કરી આશ્વાસન આપી ઈષ્ટ નગરમાં લઈ જાય, તેવી રીતે અરિહંત મહારાજા જે સમ્યગ્દર્શન વિગેરે ન પામ્યા હોય તેઓને સમ્યગ્દર્શન વિગેરે પમાડે છે. (આનું નામ-ગ કહેવાય) અને જે જ સમ્યગ્દર્શન વિગેરેની આરાધના કરી રહ્યા છે તે જીના જેનાથી સમ્યગ્દર્શનાદિ મલીન ન થાય, અથવા મૂલમાંથી નાશ ન પામે, એવા સાધન બતાવે છે. (આનું નામ-ક્ષેમ કહેવાય) એટલે–બીન સમજણને લઈને સન્માર્ગને ભૂલી મિથ્યાવિઓના અવળે માર્ગે જઈ ગભરાયેલા જીને જ્ઞાનરૂપિ નેત્ર આપી ખરે સમ્યગ્દર્શનાદિરૂપ મુક્તિનો માર્ગ સમજાવી તે માર્ગમાં જેડી સમ્યગ્દર્શન વિગેરેને સાચવવાના ઉપાયો સમજાવી કર્મની પીડાથી મુક્ત કરી મોક્ષરૂપિ ઈષ્ટનગરમાં પહોંચાડે છે. માટે સાર્થવાહ કહેવાય. જે ૪-ધર્મકથી-મિથ્યાત્વના જોરથી ઉન્માર્ગને સેવી રહેલા જીને સાતિશય મધુર વાણીથી મિથ્યાત્વના જેરને ઘટાડવાના ઉપાયે સમજાવી, ઉન્માર્ગના સેવનથી થતો ગેરલાભ સમજાવી સમ્યગ્દ