SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫૦ જૈન ધર્મ વિકાસ, પરિગ્રહને અને જરાદિને નાશ કરેલ હોવાથી અરથાન્ત કહેવાય. ૪ અરહંતપ્રભુએ રાગાદિને ક્ષય કરેલો હોવાથી કેઈપણ ઈષ્ટ અને અનિષ્ટ વસ્તુમાં કમે કરી આસક્તિ (તીવ્ર પ્રેમ) અને ષ નહિ કરતા હોવાથી અરહંત પણ કહી શકાય છે. ૫ અરહયન – અત્યંત મને હર એવા સમવસરણમાં બેસી પ્રભુજી દેશના આપે છે, છતાં તેમને મણિ રત્નાદિની ઉપર બીલકુલ મમતા હોતી નથી તથા અનુકૂલ અને પ્રતિકૂલ એમ બંને રીતે ઉપસર્ગ કરનારની ઉપર અનુક્રમે રાગ અને દ્વેષ નહિ હોવાથી અરયન પણ કહી શકાય - ૬ અરિહંત-સાચા અને કટ્ટા શત્રુઓ જે રાગ દ્વેષ વિગેરે, તેમને નાશ કરેલ હોવાથી પ્રભુને અરિહંત પણ કહી શકાય. કહ્યું પણ છે કે-gવ વિર ,અરિમૂવં દોર રાજીવ ા રામमरिं हंता, अरिहंता तेण वुच्चंति ॥१॥७ અરૂહંત =જેમ બીજ (બી) ને નાશ થયા પછી અંકુરે ન ઉગે, તેવી રીતે પ્રભુએ કર્મપિ બીજને નાશ કરેલ હોવાથી હવે તેમને સિદ્ધસ્થાને ગયા પછી ફરી જન્મ ધારણ કરવાનું નથી. માટે અરૂત પણ કહી શકાય. મેં કહ્યું પણ છે કે ॥ दग्धे बीजे यथाऽत्यन्तं, प्रादुर्भवति नांकुरः ॥ कर्मवीजे तथा दग्धे न रोहति भवां T: શા ૮ નમેઈ=પ્રભુજી-રાગદ્વેષ કષાય પાંચ ઈન્દ્રિયે અને બાવીશ પરિષહિને તથા ઉપસર્ગોને પિતાના નેકર જેવા બનાવે છે રાગ દ્વેષાદિને આધીન થતા નથી માટે નહીં કહેવાય. કહ્યું છે કે-રાધોરણ ૧, ઇંવિદ્યાનિ य पंचवि परीसहे ॥ उव लग्गेनामयं ता, नमोऽरिहा तेण वुच्चंति ॥१॥ ઉપર જણાવેલા ગુણોને અરિહંત મહારાજા ધારણ કરનાર હોવાથી સાતમાં અંગમાં તેઓશ્રીને પાંચ ઉપમાઓ દ્વારા ઓળખાવ્યા છે. તે પાંચ ઉપમાઓ આ પ્રમાણે જાણવી . ૧ મહામહન–પ્રભુજીએ મનથી, વચનથી અને કાયાથી જીવહિંસા નહિ કરવાની, નહિ કરાવવાની, નહિ અનુદવાની પ્રતિજ્ઞા કરેલી હોવાથી અને દેશનામાં પણ હે ભવ્યજી તમે કેઈપણ પ્રાણિને ન હણશો ન હણશો કારણ કે જેવા તમને તમારા પ્રાણે વહાલા છે, તેવા તે એને એટલે જેને તમે હિણવા ચાહો છે, તેમને પણ પોતાના પ્રાણ વહાલા છે. વિષ્ટામાં રહેલા કીડા પણ મરણને ચાહતો નથી. તેને અને ઈન્દ્ર વિગેરે તમામ જીવોને જીવવાની આશા સરખી છે. આ ઉપદેશ આપતા હોવાથી પ્રભુને મહામહન કીધા છે. વળી આ પ્રભુ પોતાના કટ્ટા શત્રુનું પણ અનિષ્ટ ચાહતા નથી. જુઓ શાલાએ પ્રભુદેવ મહાવીર મહારાજાની ઉપર તેજલેશ્યા મૂકી. અનંતબલિ પ્રભુએ તેનું લગાર માત્ર પણ ખરાબ કર્યું નથી પરમાત્માની આ વૃત્તિ આપણને શિખામણ આપે છે કે મારી માફક જ્યારે તમે પણ જો અપકારિનું પણ ભલું ચાહશે ત્યારે જ તમારું કલ્યાણ થશે. માટે જ પ્રભુને માહન એમ ન કહેતા મહા
SR No.522512
Book TitleJain Dharm Vikas Book 01 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy