________________
જનધર્મવિકાસ.
પુસ્તક ૧લું.
ભાદ્રપદ, સં. ૧૯૯૭.
અંક ૧૧ મો.
પર્વાધિરાજ પર્યુષણ મહોત્સવ,
(રચયિતા–મુનિ હેમેન્દ્રસાગરનું.)
(સુણે ચંદાજી..............એ રાગ)S ભવિ ભાવ ધરી પર્યુષણ પુણ્યકારી પ્રેમે ઉજવો, ગુરૂ મુખ કેરો બોધ સુણુને હર્ષે ઉરને રીઝવો. ભવિ૦ ૧
શુભ કલ્પસૂત્ર શ્રવણે ધારે, વિધિપૂર્વક સુણીને પાપ હરે, ગુરૂ મુખથી સુણીને ભવથી તરે. ભવિ. ૨ નવ વ્યાખ્યાને અતિ સુખકારી, વીર, પાર્શ્વ નેમિ ને નષભાદિ, શુભ સ્થવિરાવલિ ને સમાચારી. ભવિ. ૩ પર્યુષણને શુભ અર્થ ગ્રહ, કરી પુણ્ય અતિશય પાપ દહો, આત્મામાં રમણતા શ્રેષ્ઠ ચહ. ભવિ. ૪ મળ્યું કલ્પસૂત્ર પાવનકારી, એકવીસવાર શ્રવણે ધારી, બને મોક્ષ તણું પછી અધિકારી, ભવિ. ૫ કરો ક્ષમાપના સહુ જીવ પરે, સમભાવ ધરી વર્તન જે કરે, આરાધક પદને પ્રાણી વરે, ભવિ૦ ૬.