________________
૩૩૪
જૈનધર્મ વિકાસ
સમગ્ર મહાન્નને વિજ્ઞપ્તિ પત્ર સ્વસ્તી શ્રી પાશ્વજિન પ્રણમ્ય શ્રી રાધનપુરનગરે શ્રીમાન શ્રેષ્ઠીવર્ય નગરશેઠ-પાલાલ અરિમર્દનલાલ મસાલીયા સીરચંદભાઈ સાંકળચંદભાઈ, મસાલીયા ખોડીલાલ સેભાગચંદ, મસાલીયા શીવલાલભાઈ મનછાચંદ, મસાલીયા આણંદજી ભાઈ સરૂપચંદ, મસાલીયા જાદવજીભાઈ પાછાચંદ, ભણશાળી કશળચંદ વછરાજભાઈ, દેસી હકમચંદ કશળચંદ, વેરા સરૂપચંદ ડામરસીભાઈ, શેઠ ધરમચંદ ઘેલચંદ, પારેખ મોહનલાલ ટોકરશીભાઈ, પેટા કલ્યાણજી દેવરાજભાઈ, કેરડીઆ મનરૂપલાલ મનછાચંદ, શેઠ પુનમચંદ માણેકચંદ, શેઠ દેવકરણ સંગજીભાઈ, શેઠ બકેરદાસ ઉજમશીભાઈ, શામેતીલાલ મુળજીભાઈ, વેરા ભુદરદાસ પિપટલાલ, વકીલ ભુદરદાસ વછરાજ, પારેખ સીરચંદ નાનચંદ, કઠારી ભવાનજી વલમજી, શેઠ બાદરચંદ નરસંગ, શેઠ પ્રેમચંદ જેઠાભાઈ, શેઠ બાદરચંદ સાંકળ ચંદ, શેઠ પરસોતમદાસ નીયાલચંદ, દેસી મનસુખ ભાયચંદ, તેલી છેટમલાલ ચતુરભાઈ, કોઠારી લેરચંદ બોઘાભાઈ, પટવા સરૂપચંદ વાલજી, મેદી મનછાચંદ સાંકળચંદ, શેઠ સામજી પાનાચંદ, લેરી ગેલચંદ અનેપચંદ, વેરા કેવળદાસ ઉજમસી, મસાલીયા નીયાલચંદ સાંકળચંદ, શેઠ સીરચંદ નાનચંદ, કેરડીઆ જવતલાલ પ્રતાપસીભાઈ, કઠારી ગીરધરલાલ ત્રિકમલાલ, મેરખીયા કાન્તિલાલ ઈશ્વરદાસ મસાલીયા જમનાલાલ વમળસી, વકીલ પ્રભુલાલ મનછાચંદ, ધામી નેમસ્ટ ગારસીભાઈ શેઠ. જેસીંગલાલ ચુનીલાલ, મસાલીયા દાદરદાસ કેશરીચંદ, કે ઠારી વાડીલાલ ઈશ્વરદાસ, કોઠારી નરોત્તમદાસ કાળીદાસ આદિ સમગ્ર મહાજન.
વિનય પૂર્વક નિવેદન કે તા. ૭-૮-૪૨. સાંજના પાંચ આસપાસના સમયે સાગરના ઉપાશ્રયે એક ન ઈચ્છવા ગ્ય પ્રસંગ બની ગયેલ તે એ છે કે નગર શેઠ તેમના ભત્રિજા શાન્તિલાલને સાથે લઈ ઉપાશ્રયે ગયેલ, જ્યાં આચાર્યદેવ શ્રી લાવણ્યસૂરિજી મહારાજશ્રી સાથે નગરશેઠ વાર્તાલાપ કરતાં હતાં, તે સમયે વચમાં મી. શાન્તિલાલે આવેશયુક્ત ભાષામાં ઘણુંજ કડક શબ્દો અપમાનજનક રીતે બેલતા શિષ્યવર્ગમાંથી અમૂકે સુચવ્યું કે ગુરૂદેવ સાથે મર્યાદિત ભાષામાં અને શાતિપૂર્વક વાર્તાલાપ કરો, આ કહેતાની સાથે વધુ ગરમ બની મર્યાદા મુકી મરજીમાં આવે તેવા કઠોર શબ્દમાં શાન્તિલાલ બેલતા હોવાથી તેમને નીચે જવાનું કહેતા સાથે નગરશેઠ પણ ગયા. આ રીતે બનાવ બનેલ હોવા છતાં નગરશેઠે પ્રચાર કર્યો કે અમે ઉપાશ્રયે ગયેલ, ત્યાં શાન્તિલાલ કાંઈક કહેતા મોટા મહારાજ અને શિષ્યવર્ગ ગરમ થઈ ગયા. જે હું શાન્તિલાલને હાથ પકડી નીચે ન ઉતારૂ તે જરૂર શિષ્ય તેને મારી બેસતે, આવી રીતે ભત્રિજાને બચાવવા અને ગુરૂદેવને વગોવવા નગરશેઠે બેટે પ્રચાર કરેલ છે.