________________
૩૩૨ *
જૈન ધર્મ વિકાસ
દિશ દિશમાં એજ ધ્વનિ ને પ્રતિધ્વનિ, જાણે વિશ્વની વિશાળ કંદરામાંથી ઉઠતો પ્રતિધ્વનિ, અસ્મલિત ને મંગલભાવનામય, “પધારે, પર્વાધિરાજ પર્યુષણ પર્વ !'
યવનિકા પર શોભતી ચલચિત્રની સતત ધારાવલિ સમી ભવિજનના હદય પ્રદેશે ગતિ ધારે છે શ્રી તીર્થકરના ભવ્યભાવની ચલચિત્રાવલિ, ઉપજે છે કેઈ અવર્ણનીય આનંદ, ધ્યાનસ્થ ભાવમય નયને બને છે સ્થિર ભવ્ય જનનાં, અને અંતરે વિરાજે છે શ્રીમહાવીર પ્રભુને વિશ્વપ્રેમ-સુમંત્ર “સમભાવના, પ્રાણું માત્રમાં નિજાત્મભાવના, પાપના પૂંજ સમા કલહ કંકાસ વિરમી વિકસી ઉઠે છે ક્ષમાપના, જાણે વાદળ ચીરી પ્રકાશતો સહસરમિ, સમભાવનાની સહગામિની સમાન જીવદયા ભાવના “અહિંસા” મુખ્ય ધર્મ છે પ્રત્યેક જનને, આત્મસ્વરૂપમાં રમણતા, પૌગલિક પદાર્થોમાં વૈરાગ્યભાવ, ને પ્રાણીમાત્રમાં સમભાવ એ છે સાચા સાધકનાં શસ્ત્રો; યથા બ્રહ્મચર્ય છે એક મહાન શસ્ત્ર સાચા બ્રહ્મચારીનું તપશ્ચર્યા, મન:સંયમ ને પરસ્પરની સાચી ક્ષમાપના એ મહામુલો મંત્ર બીજે, જિનેશ્વરેનાં પવિત્ર ચરિત્રનું શ્રવણ એ છે પુણ્યનું પવિત્ર સાધન, આદરે પૂજન પુણ્યદાયી પર્વાધિરાજનું, પ્રાપ્ત છે અનંત સિદ્ધિઓ, સર્વનું મૂળ છે વિનય, વિનયથી પ્રાપ્ત થાય સુશ્રષા, સુશ્રષાથી સંપ્રાપ્તિ શ્રુતજ્ઞાનની, શ્રુતજ્ઞાનથી સંસારના સર્વ ભાવની ઈચ્છા શમાવનારી વિરતિ, વિરતિથી પ્રગટે આશ્રવનિરોધ, આશ્રવનિરોધથી સંવર, સંવરથી તપસામર્થ્ય, તપસામર્થ્યથી નિર્જરાપ્રાપ્તિ, નિર્જરાપ્રાપ્તિથી ક્રિયા નિવૃત્તિ, કિયાનિવૃત્તિથી અગીપણું, ગનિરોધથી ભવપરંપરાને સર્વથા વિનાશ અને તેનાથી મોક્ષપ્રાપ્તિ.
જીવન તે વ્યતીત થાય છે જલપ્રવાહ સમું, વિતેલી પળે નથી પ્રાપ્ત થતી પુન:પુનઃ, આયુષ્ય તે જાય ને પ્રતિ વર્ષે પધારે પર્વાધિરાજ, છતાં આખાયે જીવનમાં પુણ્યબળે પ્રાપ્ત થાય ધન્ય ક્ષણ અને ત્યારે થાય પૂજન વિધિપૂરસર તે સાર્થક થાય સમસ્ત જીંદગી, મંગલભાવમય પર્વાધિરાજનાં અમરકીર્તિવંતા ગાન ગુંથાયાં છે કલ્પવૃક્ષ સમા કલ્પસૂત્રમાં, તેનું વિધિપૂર્વક શ્રવણને મનન એટલે જીવન ધન્ય કરવા માટેનું અમૂલ્ય પૂણ્ય.
ગૃહે ગૃહ મંગલભાવે ગીત ને મહત્વ થાઓ ને સર્વ કો આવકારદાયક ઉચ્ચારણ ઉચ્ચરો કે, પધારે પર્વાધિરાજ પર્યુષણ પર્વ !”
લે. મુનિશ્રી હેમેન્દ્રસાગરજી.