________________
•
જેનધર્મ વિકાસ
પરિચયમાં પણ આમજ બને છે. એટલે આજને કે અંગ્રેજ વિદ્વાન મહાત્મા ગાંધીજી કે જવાહરલાલજી નેહરૂનો પરિચય-જીવનચરિત્ર લખે પરંતુ તેમાં સત્યાગ્રહના અસહકારના યુદ્ધનું વર્ણન ન કરે તે એ જીવનચરિત્ર જેમ અપૂર્ણ અને અર્ધસત્ય કહેવાય, તેમ સ્થા-સંપ્રદાય પણ જૈનધર્મના મહાપુરૂષનાં ચરિત્રથી અપૂર્ણ રીતે જ જાણકાર બને છે.
ખરી રીતે આ તેમને પક્ષપાત કે સાંપ્રદાયિક મમત્વજ લેખાય, ત્રણે ફિરશ્ચના અયની વાત કરવી, જનધર્મમાંથી ફિરકે બંદીના ગઢને ધરાશાયી
કરવાની જાહેરાત કરવી, સાંપ્રદાયિક વિષને ફેંકી દેવાની જાહેરાતો કરવી, અને . સાંપ્રદાયિક મમત્વને પોષવું, એ બેધારી ચાલ આ યુગમાં ફાવી શકે તેમ નથી.
પિતાને નિષ્પક્ષ, સાંપ્રદાયિક મમત્વ રહિત જાહેર કરનાર મહાનુભાવોએ એટલી ઉદારતા કે નિષ્પક્ષવૃત્તિ કેળવવી જ જોઈએ કે અમે જેનું જીવનચરિત્ર આપીએ છીએ તેનું યથાર્થ વર્ણન તો આવે જ ભલે તમને ન ગમતી વસ્તુ સંક્ષેપમાં આવે, પરંતુ પ્રાણભૂત મૂલવસ્તુનો ઉલ્લેખ જરૂર જ થવો જોઈએ.” આટલું થાય તો જ સહિષ્ણુતા, ઉદારતા કે મહાનુભાવવાની વાતે શોભે. સ્થાનક માગી સંપ્રદાયના વિદ્વાનોને નિષ્પક્ષપણે મારે એટલું તો કહેવું જ જોઈએ, કે તમે મૂર્તિના વિરોધ સાથે જૈન ધર્મના ગૌરવવન્તા ભૂતકાલીન ઈતિહાસને ન છુપાવે, તેને અપલાપ ન કરે. એમ કરવામાં જ તમારી શભા છે. બાકી સત્ય ઈતિહાસ છુપાવવાથી આત્મવંચના તે થશે જ, સાથે જ જૈનધર્મના ગૌરવ વન્તા ભૂતકાલીન ઇતીહાસનાં સુવર્ણ પાનાંને આચ્છાદવાના પાપના ભાગીદાર થશો. તમારામાં યદિ સત્ય ઈતીહાસ આપવાની હિમ્મત નિષ્પક્ષવૃત્તિ કે ઉદાર ચરિતતા ન હોય તે કાંઈ ચિંતાની વાત નથી, તમે એ પૂર્વ મહાપુરૂષનાં ચરિત્ર લખવાનું જ બંધ કરો. એ પૂર્વ મહાપુરૂષોનાં ચરિત્રો અસત્ય-અ પૂર્ણ *આપવા કરતાં ન આપવામાં લગારે વધે નથી જ યદિ તમે બુદ્ધદેવ મહમ્મદ પેગંબર, રામચંદ્રજી કે શ્રીકૃષ્ણજી તથા અન્યધર્મના મહાપુરૂષનાં યથાર્થ ચરિત્ર આપતાં નથી અચકાતા તે જૈનધર્મના જ પ્રભાવિક મહાપુરૂષનાં સત્ય જીવન ચરિત્ર આપતાં અચકાઓ, અને છતાંયે પિતાને નિષ્પક્ષ કે ઉદાર કહેવડાઓ, એ તે અનુચિતજ કહેવાય. ' અર્થાત્ સ્થા–સંપ્રદાયે જીનમૂર્તિના વિરોધ સાથે જૈન સાહિત્ય ઈતીહાસ અને તત્વજ્ઞાનની પણ અવગણના જ કરી છે.
અપૂર્ણ.