SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જેનધર્મ વિકાસ મહત્તા કોની વધારે–શાહ કે શહેનશાહની? (અંક ૪ પૃષ્ઠ ૧૩૪ થી અનુસંધાન) મહમદ બેગડે અને પ્રેમ દેદરાણું. (લેખક:-શ્રી મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી થાણા) મહાજને તે પ્રમાણે કબુલ રાખી એમાને ટપ સુપ્રત કરી. એમાએ પથારીવશ થએલ વાવૃદ્ધ પિતા દેદરાણીને સર્વ હકીકત કહી સંભળાવી. પિતાએ કહ્યું, “ખેમા, ધન કેઈની સાથે ગયું નથી, અને જવાનું નથી માટે અવસર જાળવે તેજ મરદ.” પિતાની આ પ્રમાણે ઉદારતા ભરી અનુમતિ મેળવી ખેમ મહાજન પાસે આવ્યા, અને સર્વે સન્મુખ હાથ જોડી તેણે કહ્યું, હે શ્રીમાને, આ ટીપમાંના ત્રણ સાઠ દિવસ બધાજ મને આપો. બધા ચકિત થયા. ચાંપશી શેઠે કહ્યું, “ખેમા શેઠ, જરા ઘર તપાસીને વિચારીને બોલે. ઘણું કરવું હોય તો પણ ડું જ કહીએ, છતાં તમે ગજા ઉપરાંત આ શું કરે છે ?” એમાએ કહ્યું, “હે શ્રીમાને, મેં થોડું જ કહ્યું છે, અને મારા બેલેલ શબ્દ સાચાજ છે. મને ત્રણ સાઠે દિવસે આપો.” એમ કહી ખેમાએ પિતાના ઘરના ભેંયરાના સંગ્રહિત સુવર્ણ ચરૂઓ તેઓને બતાવ્યા. જે જોતાં જ મહાજન સાનંદાશ્ચર્ય મય બન્યું. હર્ષાવેશમાં ગાળગળિત થએલ મહાજને ખેમા શેઠને કહ્યું, “હે શેઠ, આજે તમે મહાજનની પુરેપુરી ટેક સાચવી છે. અમે નહતા જાણતા કે મેલાંઘેલાં કપડામાં રહેલ, બકાલી ખેમો દેદરાણી મહાજનની ટેક આ પ્રમાણે અણીને સમયે સાચવશે. મહાજના આગેવાનોએ ખેમાને મેલાંઘેલાં કપડાં બદલી સારા કપડાં પહેરવા આગ્રહ કર્યો. જેના જવાબમાં ખેમાએ કહ્યું, “હું તે ગામડીયે ગમાર-વણિક છું, શહેરની વાત હું જાણતો નથી, તેમજ હું સાલ શાલાને પણ ઓળખત નથી.” ખેમાની હદ ઉપરાંતની સાદાઈ અને નમ્રતા જોઈ ચાંપશી શેઠે કહ્યું, “હે શેઠ, અમે તે તમારા ગુમાસ્તા જેવા દેખાઈએ છીએ, અને તમે તે અમારા શેઠ તુલ્ય દેખાઓ છે.” બાદ મહાજને ખેમાને પાલખીમાં બેસાડી, તેના લાયક માન આપી. તેને સાથે લઈ, સર્વે ચાંપાનેર આવ્યા, અને ટેકીલા બારોટને સાથે લઈ, ચાંપશી શેઠ અને મહાજન, ખેમા શેઠને પણ સાથે લઈ સુલતાન પાસે ગયા, અને વિનંતિપૂર્વક કહ્યું, “હે સુલતાન, આ વણિક શેઠ ત્રણસો સાઠ દિવસ સુધી અન્નદાન આપશે.” મેલાં જાડાં કપડાંવાળા માણસ પાસે આટલું બધું ધન અને તે પણ મફત વાપરવાની હસ—એ જઈ સુલતાન તે આશ્ચર્ય ચક્તિ થયે. આશ્ચર્યમાં ગરકાવ થએલ સુલતાને ખેમાને પૂછયું, “હે વણિક, તારે ઘેર કેટલાં ગામ છે?”
SR No.522505
Book TitleJain Dharm Vikas Book 01 Ank 05
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1941
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy