________________
જૈન ધર્મ વિકાસ
વર્તમાન. જુનાગઢ-૫૦ શ્રી. ઉદયવિજયજી મ. અને બીરાજમાન છે. ભગવતીસૂત્રની વાંચના નિમિત્તે કાળ સુદ ૭ થી કાળ સુદ ૧૩ બુધ સુધી અઠ્ઠાઈ મહેસૂવ કરવામાં આવેલ છે. ઉત્સવનાં છેલ્લા દિવસે આડંબરપૂર્વક ટે વરઘોડો ચડાવવામાં આવ્યો હતો. તેમજ
શાળાનો મેળાવડે કરી વિદ્યાર્થીઓને ઇનામો વહેંચવામાં આવેલ છે. - “મદસેર–મુનિરાજશ્રી ચરણવિજયજીના હસ્તે કારતક વદ ૨ રવિવારના રોજ સાડા અગ્યાર વાગ્યે ભા’ નાલાલને ભાગવતી દિક્ષા આપવામાં આવેલ છે. નવદિક્ષિતનું નામ મનકવિજયજી : વામાં આવ્યું છે. . . . .
પાટણ–પ્રય મહારાજશ્રી કાંતિવિજયજી મન્ના વરદહસ્તે કારતક વદ ૫ ના રોજ એક બહેનને દિક્ષા આપવામાં આવી છે. નવદિક્ષિતને હેમેન્દ્રશ્રીજી નામ આપી સાધ્વીશ્રી જ્યશ્રીજીનાં શીષ્યા તરીકે જાહેર કરવામાં આવેલ છે.
શ્રી.જૈન છે. મૂળ કેન્ફરન્સનાનિંગાળા (કાઠીયાવાડ) ખાતે ડીસેમ્બર ના ૨૫-૨૬-૨૭ ના રોજ મળનારા ૧૫મા અધિશેશનના પ્રમુખપદે શેઠ છોટાલાલ ત્રીકભલાલ પારેખ, વકીલ (વિરમગામ નિવાસી હાલ અમદાવાદ)ની વરણી થઈ છે.
ઉપધાન તપે. કરાડ-( છ. સતારા) પં. શ્રી ભુવનવિજયજી ગણીના આશ્રયતળે શા. હાથીભાઈ મુલચંદ ત્થા શ્રીમતી ચંચળબાઈ રાજારામ ભાનચંદ તરફથી ઊપધાન તપારાધનાની ક્રિયા શરૂ થઈ છે.
જાવાલ-(મારવાડ) પ૦ શ્રી કંચનવિજયજી ગણિના ઉપદેશથી શા. શંકરલાલ કસ્તુરછ તરફથી ઉપધાન તપની આરાધના શરૂ કરાવવામાં આવી છે.
તલેગાંવ-ઢમહેરા-૫૦ શ્રીજશવિજયજીના સાનિધ્યમાં શેઠ સેમચંદ કેવળચંદ તરફથી ઉપધાનતપની આરાધના કરવાનું નક્કી થયું છે. બે પ્રવેશ મુહુર્તી–માગસર સુદ ૫ બુધ અને માગસર સુદ ૭. શુક્રવાર. .
અંધેરી–આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજીના શીષ્ય મુનિશ્રી. તિલકવિજયજીના અને મુનિશ્રી ભદ્રંકરવિજયજીના નેતૃત્વ નીચે ભાણવડવાળા ભાણજી ધરમસી-સાપરીયા તરફથી ઉપધાનતપની ક્રિયા. કરવાનું નકકી થયું છે બે પ્રવેશ મુહુર્તી-મગસર સુદ ૧૧ મંગળ અને માગસર સુદ ૧૪ શુક્રવાર.
પાવાપુરી–૫૦ શ્રી. માણેકવિજયજીની પ્રેરણાથી બિહાર સરીફનિવાસી બાબું લક્ષ્મીચંદજી સુચન્તી, બાબુ કેશરીચંદજી સુચન્તી, કલકત્તાનિવાસી બાબુ પ્રતાપસિંહજી શ્રી ભાલની ધમ પત્ની લક્ષ્મીકુમારી બીબી, અજીમગંજનિવાસી સ્વ. બાબુ પ્રસન્નચંદજી નવલ
ખાની ધર્મપત્ની ચુનીકુમારી બીબી તરફથી ભગવાન મહાવીરની નિર્વાણભૂમિ પાવાપુરીમાં ઉપધાનતપની આરાધના કરાવવાનું નક્કી થયું છે. બે પ્રવેશ મુહુર્તી-માગસર સુદ ૧૩ ગુરૂ તા. ૧૨-૧૨-૪૦ અને માગસર વદ તા. ૧૬-૧૨-૪૦ સેમ.
મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ, “શારદા. મુદ્રણાલય.” જુમામજીદ સામે-અમદાવાદ, પ્રકાશક –ભેગીલાલ સાકળચંદ શેઠ. “જૈન ધર્મ વિકાસ” ઓફિસ. શ્રી જૈનાચાર્ય
વિજયનીતિસૂરિશ્વરજી વાંચનાલય. ૫૬/૧ રીચીડ–અમદાવાદ... : : : :