________________
સાહિત્યને માંડવે મારી સિંધયાત્રા—લેટ મુનિરાજ શ્રીવિદ્યાવિજ્યજી. પ્ર. મંત્રીશ્રી વિજયધર્મસૂરિ જેનગ્રંથમાળા. છેટાસરાફા. ઉન. (માળવા) રૂ. ૨-૮-૦
ત્રણ ત્રણ વર્ષથી સિંદેશે જેનસાધુનાં દર્શન કર્યા હતાં. કરાંચીના જેનસંઘને એ વાતને માટે એર હતો. વિદ્વાન મુનિરાજ શ્રીવિદ્યાવિયજીને એમણે નેંતર્યા, સુનિરાજે સાહસ કરી સિઘની બે ત્રણ વર્ષ પર્યત યાત્રા કરી જવલંત કાર્ય કરી બતાવ્યું. એની આ રસમય તવારીખ છે. લેખકની રસમય લેખનશૈલી તક મળતાં અહિં પુરજોશથી ખીલી ઉઠી છે.
| મુનિરાજે અહીં આવી સાંપ્રદાયિકવાડે ઉભે કર્યો નથી, જેનસમાજને ભિન્ન ટુકડા લેખે ખડે કરવાની વેતરણ કરી નથી, જૈનત્વની પ્રતિભા એમણે પરિચયમાં આવેલા સિંધપ્રદેશમાં છવરાવી છે. એ બધા કબદ્ધ ઈતિહાસ અહિ રજુ કરવામાં આવ્યા છે.
હિંદમાં સિંધનું સ્થાન, ગુજરાતીઓનું સ્થાન, સ્થાનકવાસીસંઘ. સાર્વજનિક પરિષદે આદિ અનેક પ્રકરણે આપણું ખાસ ધ્યાન રેકી લે છે. મુનિરાજનું વિશિષ્ટ વ્યક્તિત્વ ગ્રંથના વાંચનથી પ્રત્યક્ષ થાય છે.
હરએક મુનિરાજોને આ ગ્રંથ વાંચવા અમે આગ્રહ કરીએ છીએ. આવા વાંચનથી એમને જરૂર દૂર દૂરના પ્રાંતમાં સાહસપૂર્વક વિચરી જૈનત્વને પ્રચાર કરવાથી પ્રેરણા મળશે. આજના વિશ્વમાં સ્થાન મેળવવા કેવા વ્યક્તિત્વની આવશ્યકતા છે. એ જાણવાથી દ્રષ્ટિએ પણ ગ્રંથવાંચનનો પ્રયત્ન સફળ થશે. હરએક જૈન, જૈનેતર સાહિત્યરસિકે આ ગ્રંથ અવશ્ય વસાવ જોઈએ.
સમ્રાટ સંપ્રતિ યાને પ્રાચીન જૈન ઈતિહાસની પ્રમાણિક્તાલેખક:–મંગળદાસ ત્રીકમદાસ ઝવેરી. મુનિમ જૈન દેરાસર થાણું. મૂલ્ય રૂ. ૫-૦–૦
સને. ૧૯૩૮-૩લ્માં મહાન સંપ્રતિના ઐતિહસિક અસ્તિત્વમાં શંકા ઉઠાવતા લેખાંકે મુંબઈનાં અખબારમાં પ્રસિદ્ધ થવા લાગ્યા, એના પ્રતિકારરૂપે લેખકે વર્તમાનપત્રમાં લેખમાળા શરૂ કરી, જનસમાજના મુનિગણાદિને સારે સાથ મેળવ્યું. પણ એટલામાં મહાયુદ્ધના મંડાણે વર્તમાનપત્રમાં એવું પ્રકાશન અશકય બન્યું. આ પરિસ્થિતિએ નવું આવકારદાયી માર્ગદર્શન સાંપડ્યું. અને લેખન ચિરસ્થાયીરૂપે રહે એમ પુસ્તકની શૈલીએ સાડાચારસો પૃષ્ઠનું આ ગ્રંથ લેખન થયું.
આ ગ્રંથમાં મગધરાજ શ્રેણિકથી વીર નિર્વાણ સં, ૬૦૫ સુધીની વિગતવાર તવારીખ સાથે કેટલાંક પ્રાચીન ચિત્રાદિ પણ આપવામાં આવેલ છે. ગ્રંથનું અભ્યાસકદષ્ટિએ અન્વેષણ કરવાનું ઈતિહાસવિદો પર છેડી અમે લેખકના આ પ્રયત્નને આદર આપીએ છીએ. જનતાને આમાંથી ઇતિહાસની વિપુલસામગ્રી એકીસાથે પ્રાપ્ત થશે. અને એથી તે આ ગ્રંથ ગૃહમાં વસાવશે એવી આશા રાખી શકાય.