________________
જૈન ધર્મ વિકાસ
સાથે તેવી જ દશા છે. બાકી સામવેદના થોડા મંત્ર સિવાય બાકીના દરેક મંત્રો રૂદમાંથી લીધેલા છે. અથર્વવેદમાં ફક્ત મારણ, મોહન, ઉચ્ચાટન અને વશીકરણે આદિ મંત્રોથીજ પરિપૂર્ણ છે. સ્ત્રીઓને વશ કરવા માટે અને જુગારમાં જીતવા સંબંધી મંત્રો એમાં લખાયેલ છે. આથી જરૂર સમજાય છે કે, જ્યાં ઈશ્વર કદાપી જુગાર રમે નહિ, સ્ત્રીસંગ કરે નહિ, તેમ કરવા બીજાને લેશ માત્ર પ્રેરણા કરે નહિ, ત્યાં તેજ વેદેને ઈશ્વરપ્રણિત માનવા તે ખરેખર ઈશ્વરનેજ બદનામ કરવા બરાબર છે. અવશ્ય તે વેદે ઈશ્વરપ્રણિત નથી પણ પુરૂષ કૃતજ મનાય તેમ છે. જે સ્વરૂપમાં આજે વેદગ્રંથે દેખાય છે તે પણ અસલ સ્વરૂપમાં નથી જ. હાલના વેદગ્રંથોના ર્તા વેદ વ્યાસજી છે. વ્યાસજીના અગાઉ વૈદિક સ્તોત્રસમૂહ એકસ્થાને એકત્ર હતા. કેમકે આખા સ્તોત્રસમૂહની રચના એકજ વખતે થયેલ નથી, પરંતુ આગળ પાછળ થયેલ છે. તે દરેકના કર્તા જુદા જુદા રૂષિઓ છે. તે સર્વ છુટા પડેલ મંત્રોને કૃષ્ણ દ્વૈપાયને એક પ્રણાલીમાં ગોઠવેલ છે ત્યારથી, વેદગ્રંથની આગળ “સંહિતા' શબ્દ જોડાવા લાગેલ છે. તેને અર્થ એ છે કે, “સમૂહ-જમાવ-એકીકરણ છે. વર્તમાનરૂપમાં વેદપ્રચાર કરવાથી જ બાદરાયણનું નામ વેદવ્યાસ પડેલ છે. તેઓએ સમગ્ર પોતાના ચાર શિને ભણાવેલ છે. જેવૃચ નામને “રૂટ્વેદ ગ્રંથ “લ નામના શિષ્યને, નિગદનામને યજુર્વેદ ગ્રંથ વૈશંપાયન નામે શિષ્યને, છગનામે સામવેદ ગ્રંથ જૈમિનિ નામે શિષ્યને અને અંગિરશી નામે અથર્વવેદગ્રંથ સુમન્ત નામે શિષ્યને ભણવેલ છે. એ પ્રમાણે ચાર વેદનું પિતાના શિષ્યોને નવી પદ્ધતિ પ્રમાણે અધ્યયન કરાવેલ છે. આ રીતે વેદપાઠીઓની સંખ્યા વધતાં વધતાં વેદની અનેટ શાખાઓ બની ગઈ મંત્રોમાં અનેક પાઠભેદ થયા, આમ ઋષિમુનિઓના અનેક શિષ્યો પાઠભેદે અલગ અલગ સ્વમાન્યતા મુજબ પઠન કરતા થઈ ગયા. સામવેદની લગભગ સો શાખાઓ છે. જો કે હાલ તે દરેકના યથાસ્વરૂપ પાઠભેદો મળતા નથી, પણ મળે છે એટલા પરથી પણ ઉપરની વાત સ્પષ્ટ થઈ જાય છે. મંડલ નામે દશ અધ્યાયમાં બનાવેલું. રૂશ્વેદગ્રંથ સર્વથી જુનો છે. ત્યારે કઈ પંદર પ્રકારના વૈદિક છંદેમાં તેની બનાવટ થઈ છે.” –અલ્હાબાદ સરસ્વતી માસિક ભા. ૯ મે અંક ૯ મે દિ’.
(ચાલુ—) .