________________
પર્વતિથિ વિચાર.
પર્વતિથિ વિચાર,
- આચાર્યશ્રી ઋદ્ધિસાગરજી મહારાજે હાલમાં ચાલતા પર્વતિથિ વિષેના ઝગડા જોઈ ભારી ખેદ થાય એવું છે. પ્રભુ મહાવીરના શાસનરસિકોને મુળ આશય આપણે સમજીએ તે, આવા ઝગડા ઉભા ન થાય. સમગ્ર સમાજ એકી વખતે શિસ્તબદ્ધ ધર્મકલ્યાણની પ્રવૃતિ આચરે એ પર્વતિથિના નિર્ણયનો મુળ હેતુ હોઈ શકે. એ કેવી રીતે બને ? સમાજના વિદ્વાને એકત્ર થઈ એક નિર્ણય પર આવવા નિશ્ચય કરે તેજ બને.
એ નિર્ણય પર આવવા જુની પ્રણાલિકાને આધાર લઈ શકાય. - ઘણા વખતથી જૈન શાસનમાં સ્વતંત્ર પંચાંગ બનાવવાનું બંધ પડેલું છે. પણ અન્યદર્શનના જોતિષીઓને આધાર લઈ, સામાન્ય જનતા ગુચવાડામાં ન પડે એવી રીતે જેને પંચાંગ બનાવવામાં આવે છે. તેવા પ્રકારના પંચાંગે. જૈન ધર્મ પ્રસારક વિગેરે સભાઓ પ્રસિદ્ધ કરે છે. શ્રી વિજયાનંદસૂરિશ્વરજી, વિકમલસૂરિશ્વરજી, અને વિજયદાનસૂરિશ્વરજી આદી આ પંચાંગને પ્રમાણુ માનીને વર્તતા હતા. પરંતુ હાલમાં પર્વતિથિને બેવડી તેમજ ક્ષય કરીને ગુંચવાડે કરવામાં આવે છે. એ ઈચ્છવા ગ્ય નથી.
આપણામાં ચૌદશ પુનમની પર્વતિથિઓએ જોડકા પર્વતિથિ છે. એટલે એ બે તિથિઓ વચ્ચે અંતર ન રહેવું જોઈએ. એથી સામાન્ય સમજ પ્રમાણે પણ પુનમની વૃદ્ધિ હોય છતાં તેરસની વૃદ્ધિ કરવી જોઈએ. તેમજ પુનમને ક્ષય હોય તો તેરસને ક્ષય કરવો જોઈએ. ( આ પ્રમાણે વ્યવસ્થિત વિચારો હોવા છતાં સમસ્ત સંઘ એકત્ર થઈ કઈ પણ એક નિર્ણય પર આવે એ અમે સહર્ષ સ્વીકારવા હમેશાં તૈયાર છીએ.
- આદેશ, અમારી પાસે ઘણું સાધુ, સાધ્વી, અને શ્રાવકે આજના તિથિચર્ચાના ગુંચવાડામાં માર્ગદર્શન માગે છે. એ સહુને પત્રદ્વારા ન પહોંચી વળાય, એથી આ માસિક દ્વારા અમારા એ પૃછકેને જણાવીએ છીએ કે અમારે સમુદાય કાર્તિક સુદ ૧૪ ગુરૂવારનું ચોમાસી પ્રતિક્રમણ અને કાર્તિક પૂર્ણિમા શુક્રવારે ચાતુર્માસ બદલવાના તેમજ સિદ્ધાચલ પટદર્શન કરવાના છીએ. તેજ મુજબ વર્તન કરવા અમે સુચવીએ છીએ.
–આચાર્યશ્રી ઋદ્ધિસાગરજી.