________________
જૈન ધર્મ વિકાસ
માને જ નહિ. કદાચ ક્ષય તિથિ તે આવવા સંભવ છે. પણ વૃદ્ધિને અભાવજ આગમકાર માને છે.
જૈન પંચાંગને અભાવ કયારથી— તત્વાર્થકાર ઉમાસ્વાતિ મહારાજના સમયથી પ્રાય જૈન પંચાંગને વિચછેદ ગયેલ હશે, એમ પ્રૉષ સંભળાય છે. તેથી ત્યાર પછીના આચાર્યોએ વૃદ્ધિમાં પ્રથમ તિથિની વૃદ્ધિ માની અને ક્ષયે પૂર્વની તિથિને ક્ષય બતાવી જૈનેતર પંચગેના પ્રચારથી ઉભી થતી ગુંચવણે દૂર કરી, જિનાગમ પ્રમાણે વૃદ્ધિ તિથિ તે આવતી જ નથી, એટલે કહેવાની પણ જરૂર રહેતી નથી કે ક્ષય તિથિ આવતી હોય તો પર્વતિથિની આરાધના કરવા પ્રથમની અપર્વ તિથિને ઉડાડી. તેજ તિથિને પર્વતિથિ તરીકે માની આરાધના કરવાનું જણાવેલ છે.
અમારા માનવા પ્રમાણે ત્રણ સો સાઠ દિવસના માનવાલા કર્મવર્ષને મર્યાદા તરીકે ગણીને સૂર્યવર્ષમાં છ અતિરાત્ર અને ચંદ્રવર્ષમાં છ અવમાત્ર આવે છે કે જેને અર્થ વૃદ્ધિ અને ક્ષય કરાય છે. આજ વૃદ્ધિ અને ક્ષય આદિક ઉત્તરાધ્યયનાદિક સૂત્રોમાં કહેલ સંભવે છે. આઠમના ક્ષયમાં સાતમને આઠમ માન્યા વિના, પૌષધાદિકમાં આઠમને ભાવ આવતો નથી. તેમ ચોદશના ક્ષયમાં તેરશને, ચૌદશ માન્યા વિના પખી પ્રતિક્રમણ કરી શકાશે નહિ. કારણ કે પાક્ષિકતિથિ તે ચૌદશ જ છે. - કેઈ ગ્રંથની પ્રશસ્તિમાં બીજ પર્વતિથિએ ગ્રંથ પુરે કક્ષાનું જણાવેલ હોય, તેથી બે પર્વ તિથિ માનતા હોવાનું સિદ્ધ થઈ શકે નહિ. જેમ કલ્પસૂત્રમાં મહિનાઓનાં પૌરાણિક નામ આવે એથી સિદ્ધાંતિક નામ માન્ય નથી એમ કહી શકાય નહિ. તેમ આરાધનાની તિથિની રીત માન્ય નથી એમ તે નથી જ ને ?
આરાધનાની બે પર્વતિથિ માની એકને આરાધ્ય ગણવી, બીજીને કુલ્સ ગણી આરાધના નજ કરવી, એ તે પર્વતિથિના નામે કરેલા પચ્ચખાણને ભંગ કરવા જેવું નથીને? આવાં અનેક કારણોને લીધે જ, અમારા માનવા પ્રમાણે, પ્રાચીન કાળથી અનેક ગચ્છનાયકે એ તત્વાર્થ સૂત્રાદિકને અનુસરી આ પ્રથા શરૂ કર્યાનું જણાય છે.