________________
૨૬
સન ૧૯૬૮-૬૯
૫૦૩ અન્વયે ૭પ ટકા ખર્ચ આપવાનું મંજૂર કર્યું છે. આ પેજના હેઠળ તા. ૧-૧૧-૧૯૬૭ સંપાદકોએ કામનો આરંભ કરી દીધું છે. આ યોજનામાં પ્રાગૂએતિહાસિક કાલથી શરૂ કરી ઈ. સ. ૧૯૬૦ સુધીના ઉત્તરોત્તર કાલને લગતા એકંદરે ૯ ગ્રંથ રચવાનું વિચારાયું છે, તે પૈકી પહેલા છ ગ્રંથેની રૂપરેખા ચાલુ પંચવર્ષીય યોજના નીચે વિગતવાર ઘડવામાં આવી છે.
- વિદ્યાભવને આ યોજના અંગે નીચે જણાવેલ સભ્યોની સલાહકાર સમિતિ નીમી છેઃ ૧. આચાર્યશ્રી જિનવિજયજી ૬. આચાર્યશ્રી યશવંત પ્રા. શુકલ ૨. આચાર્યશ્રી ડોલરરાય ર. માંકડ ૭. ડો. છોટુભાઈ ર. નાયક ૩. ડૉ. હસમુખ ધી. સાંકળિયા
૮. શ્રી રસિકલાલ છો. પરીખ ૪, ડે. ભોગીલાલ જ. સડેસરા ૯. ડે. હરિપ્રસાદ સં. શાસ્ત્રી ૫. શ્રી અનંતરામ મ. રાવળ આ ગ્રંથમાળાના સામાન્ય સંપાદક તરીકે વિદ્યાભવને નીચેના વિધાનોની વરણી કરી છે
૧. શ્રી. રસિકલાલ છે. પરીખ
૨. ડૉ. હરિપ્રસાદ સં. શાસ્ત્રી આ ઉપર્યુક્ત સલાહકાર સમિતિએ ગ્રંથ ૧ થી ૬ નું આખરી સ્વરૂપ નક્કી કર્યું તે મુજબ એનાં જુદાં જુદાં પ્રકરણોના લેખન માટે તે તે વિષયના નિષ્ણાતોની નામાવલી તૈયાર કરી, તે પ્રમાણે ગ્રંથ ૧ નાં પ્રકરણોના લેખન માટે સૂચિત તજજ્ઞોને નિમંત્રણ આપવામાં આવ્યાં.
આ લખાણો પૈકી જેમ જેમ લખાણ તૈયાર થઈને આવવા લાગ્યા તેમ તેમ સંપાદક તે તે લખાણ તપાસીને અપેક્ષિત માહિતી, નિરૂ પણુ તથા લેખનશુદ્ધિ તેમજ લેખનપદ્ધતિની સુસંગતા, કસરખાપણું તથા અ-પુનરુક્તિની દષ્ટિએ જરૂરી સુધારાવધારા સૂચવીને એને આખરી વિરૂ આપતા રહ્યા છે.
અહેવાલવાળા વર્ષ દરમ્યાન ગ્રંથ ૨ ( મૌર્યોથી ગુણો)નાં બધાં પ્રકરણોનું લખાણ મળી ગયું છે તેમ એના સંપાદનનું કાર્ય પણ લગભગ પૂરું થયું છે. આ ગ્રંથમાં કુલ ૧૭ પ્રકરણે અને ૪ પરિશિષ્ટ છે. પરિશિષ્ટો પૈકી ૨નું લખાણ (અનુવાદરૂપે) આવવાનું બાકી છે.
ગ્રંથ ૧ (ઈતિહાસની પૂર્વભૂમિકા)ના ખંડ ૧ થી ૩ નું લખાણું આવી ગયું છે અને એના સંપાદનનું કાર્ય ચાલુ છે. ખંડ ૪ ને અંગ્રેજી લખાણનો ગુજરાતી અનુવાદ થયો છે. ખંડ છે તથા ૬ નું લખાણ તૈયાર થઈ રહ્યું છે. ખંડ ૭ નું લખાણ લખાઈ તથા સંપાદિત થઈ અયું છે. આ સન ૧૯૬૭-૬૮માં ગુજરાત સરકાર તરફથી આ માટે રૂ. ૩,૦૦૦ની ગ્રાંટ મળેલી. અહેવાલવાળા વર્ષમાં રૂ. ૭,૮૦૦ની દેણગી મળી છે, એ બદલ રાજ્ય સરકારને આભાર માનવામાં આવે છે.
પુરાવશેષસંગ્રહ ગુજરાત વિદ્યાભા તથા ભે. જે. વિદ્યાભવન તરફથી એકત્ર થયેલા પુરાવશેષને સંગ્રહ રિસર્ચ મ્યુઝિયમ સ્વરૂપે વિકસે છે.