________________
ગુજરાત વિદ્યાસભાનો અહેવાલ
વર્ષ આખરે પુસ્તાની ભાષાવાર સંખ્યા નીચે મુજબ છે: ગુજરાતી
૨૭,૮૭૧ ફારસી અંગ્રેજી, ફ્રેંચ અને જમીન
૧૪,૪૫૪ સિંહલી સંસ્કૃત, પ્રાકૃત
અરબી હિંદી
૨,૯૧૦ તામિલ મરાઠી
૧,૨૦૪ મલયાલમ બંગાળી
પાલી ૨૨૭
પંજાબી સિંધી
૫૨
૧૮
૫૪,૬૬૦ આચાર્ય આનંદશંકર ધ્રુવ ગ્રંથસંગ્રહમાં ભાષાવાર પુસ્તકોની સંખ્યા નીચે મુજબ થઈ છે :અંગ્રેજી ૪,૮૬૯ મરાઠી
૩૭ સંસ્કૃત
૨,૦૨૪ બંગાળી ગુજરાતી
૧,૮૧૮ ઉદ્દ ૪૦૩
કુલ ૯,૧૮૧ - આ ગ્રંથસંગ્રહમાંથી વાચકોને મદદરૂપ થવાના આશયથી અમુક પ્રકારનાં પુસ્તકે બહાર વાંચવા આપવાની છૂટ અપાય છે.
પુસ્તક અને સામયિકના ઉપયોગને લગતે અહેવાલ ભો. જે. વિદ્યાભવનના ગ્રંથાલયના અહેવાલમાં આપે છે.
૨. બ. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ અમદાવાદ શહેરના મધ્ય વિસ્તાર ખાડિયામાં આવેલી ગુજરાત વિદ્યાસભાસંચાલિત રા. બ. રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલે અહેવાલના વર્ષ દરમ્યાન શ્રેણી ૫ થી ૧૧ સુધીના કુલ ૨૩ વર્ગોની ૧,૦૪ બાળાઓને કન્યા કેળવણી નીચે આવરી લઈ શિક્ષણ અને સંસ્કાર પ્રદાન કર્યું છે.
૧૯૬૮ માર્ચમાં લેવાયેલી એસ. એસ. સી. ની પરીક્ષાનું પરિણામ ૮૦-૭% આવેલું.
અમદાવાદ શહેરની ચાર શૈક્ષણિક તાલીમી મહાશાળાઓને એમનાં શિક્ષક તાલીમાથી ભાઈબહેનની પાઠ આપવાની સુવિધા કરવામાં આવી હતી.
આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને ભરૂચ મુકામે આવી પડેલા કરેલ આફત વખતે શાળાની વિદ્યાર્થી બહેનોએ તેમજ અન્ય કર્મચારી ભાઈબહેનોએ રૂ. ૨૧૦૦ ફાળો તથા લગભગ ૫૦૦૦ વસ્ત્રો એકત્ર કરી મોકલી આપ્યાં હતાં.
ગાંધી શતાબ્દીને લક્ષમાં લઈ આ વિશે ગાંધીજીના જીવન અને કવનને અનુલક્ષીને એક નાનું પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શનનું ઉદ્દઘાટન અમદાવાદના કેળવણીકાર અને નવજીવન હાઈસ્કૂલના આચાર્ય શ્રી નંદુભાઈ શુકલના હસ્તે રાખવામાં આવ્યું હતું તેમજ ગાંધીજીને પ્રિય પ્રાર્થના તથા એમના જીવનના આદર્શની ઝાંખી કરાવતાં પ્રસંગપ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.