________________
बुद्धिप्रकाश
ઓગસ્ટ ૧૯૬૯
પ્રાસંગિક નેંધ
મહારાષ્ટ્રમાં મળી આવેલા પ્રાચીન સ્તૂપ
મહારાષ્ટ્રમાં આવેલા ભંડારા ડીટ્રીટના પૌની ( Pauni) ગામે એક સ્તૂપ મળી આવ્યો છે. એ ઉપરથી જણાય છે કે ઈ. સ. પૂ. ની ૪થી સદીથી ઈ. સ. ની ૨ જી સદી સુધી પૌની એ હીનયાન બૌદ્ધ સંપ્રદાયનું એક મહત્વનું કેન્દ્ર હતું. પ્રાચીન સમયના મચહિંદ અને દક્ષિણ હિંદના ધોરી રસ્તા ઉપર પૌની આવેલું હતું. - નાગપુર યુનિવર્સિટીના પ્ર. એસ. બી. દેવે અને આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ઉખનન શાખાના શ્રી. જે. પી. જોષીએ, સંયુક્ત રીતે, આ ઉખનન કર્યું હતું. આ સ્થળે પ્રાગ મૌર્ય સ્તૂપના અવશે વેરાયેલા પડયા હતા. આ સ્થળેથી સુવ્યવસ્થિત વેદિકા (Railings), પ્રદક્ષિણાપથ, સ્તંભશીર્ષકે, તેમણે અને વિશાળ સંખ્યામાં સુશોભન (sculpured molis)ના અવશેષો મળી આવ્યા છે.
ઈટેની સૌથી પ્રાચીન આ ઈમારત એટલે કે સૂપને વ્યાસ ૩૮-૨ મીટર છે. તુના અંડ ( Drum)ની ન ચેની પીઠિકાને નુકશાન પહોંચતાં તેની આસપાસ ફરી ઈટનું ચણતર કરવામાં આવ્યું છે તેમ પ્રાપ્ત અવશેષો પરથી લાગે છે. આ કારણે રતૂપને ઘેરાવો વધીને ૪૧૦૪ મીટર થયો. બૌદ્ધ ધાર્મિક શાસ્ત્રોક્ત પ્રણાલિકા મુજબ તેનો પુનરોદ્ધાર કરવામાં આવ્યો હતો તે આથી સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત જીર્ણોદ્ધારના સમયે એક ૩ મીટર પહેળો ચૂના અને કાંકરટને “ પ્રદક્ષિણા પથ' પણ ઉમેરવામાં આવ્યું,
ત્યારબાદ મૌર્ય-શૃંગ કાલમાં હ૫ મીટરનો પાષાણનો એક બીજો પ્રદક્ષિણાપથ અગાઉના પ્રદક્ષિણાપથની આગળ ઉમેરાયો. આ સ્તૂપની સન્મુખ તરણની વ્યવસ્થા પણ કરવામાં આવી. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે સુંદર કેતરણીવાળા આર્મક સ્તંભેથી ર૫ને વધુ મનેય બનાવ્યો હોય તેમ મળી આવેલા તેમના અવ. પરથી લાગે છે આ સ્તુપ ઈ. સ.ની બીજી સદી સુધી યથાવત્
સ્થિતિમાં હોય તેમ ત્યાં આવેલા અભિલેખે ઉપરથી તથા કેટલેક સ્થળે નાના કદની ઇંટે વાપરવામાં આવી છે તે ઉપરથી કહી શકાય,
યતીંદ્ર ઈ. દીક્ષિત સગત કનૈયાલાલ ભાઈશંકર દવે , અર્વાચીન ગુજરાતનો ઈતિહાસ-પ્રસિદ્ધ પાટણે જે ઈતિહાસ-સંશોધકોની ભેટ ધરી છે તેમાં શ્રી. કનૈયાલાલ ભાઈશ કર દવેનું નામ અગ્રિમ સ્થાને છે. માત્ર અંગ્રેજી ધોરણ છ સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં તેમની સંશોધનવૃત્તિ અને જિજ્ઞાસાવૃત્તિ આજના કોઇપણ વિષયના અધ્યાપક કરતાં ઘણી તીવ્ર હતી, જેની સાખ તેમના દોઢસો જેટલા અભ્યાસ લેખો અને “ગુજરાતનું મૂર્તિવિધાન” પૂરે છે. આ ઉપરાંત તેમણે “સિદ્ધસર સહસ્ત્રલિંગને ઇતિહાસ ', “વડનગર ', “ રૂદ્રમહાલય',
પાટણનાં સ્થળનામો', “ અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા' વગેરે પુસ્તકોમાં તે સ્થળના ઈતિહાસ ઉપરાંત કેટલીક સાંસ્કૃતિક બાબતે પણ વણી લીધી છે. “સરસ્વતી પુરાણ”નું સંપાદન કરીને તેમણે સારસ્વત મંડલની ઐતિહાસિક અને સંસ્કૃતિક વિગતો પ્રકાશમાં આણી છે. ઇતિહાસ સંશોધન ઉપરાંત સાહિત્ય, ધર્મ, કલા અને સંસ્કૃતિ એ તેમના શોખના વિષયો હતા.
આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર કી કનૈયાલાલ ભાઈશંકર દવેને ક્ષર દેહ તા. ૧૫-૭-૬૯ ના રોજ હૃદયરોગના હુમલાથી રાતના અઢી વાગ્યે પાટણ મુકામે વિલય પામે. સદ્ગતના જવાથી ગુજરાતે ઇતિહાસ અને સંરકૃતિનો એક ઉત્તમ અભ્યાસી ગુમાવ્યો છે. તેમનો ક્ષર દેહ તે વિલય પા પરંતુ તેમને અક્ષર દેહ ગુજરાતના જુદા જુદા માસિકોમાં પ્રગટ થએલા તેમના જુદા જુદા લેખને સંગ્રહ કરીને જે પ્રકાશિત કરવામાં આવશે તે મેટી સેવા કરી ગણાશે. આથી વિશેષ અંજલિ બીજી શી હોઈ શકે ?
ચિનુભાઈ નાયક
બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ '૬૯ ]