________________
રમણભાઈની તત્ત્વમીમાંસા
( ગતાંકથી ચાલુ )
ઈશ્વરનું સૃષ્ટિરૂપી કાવ્ય દેવળ વ્યક્તિલક્ષી નથી પરંતુ વસ્તુમૂલક પણ છે એ બાબતની સ્પષ્ટતા કરતાં રમણુભાઈ એ લખ્યું છે કે, “ શ્વિરનું કવિત્વ વાતુભવરસિક (Subjective) તેમ જ સર્વાનુભવરસિક ( objective) અને પ્રકારનું છે અર્થાત્ ઉપર કથા તેવા તેના અંશ તેની કવિત્વમય કૃતિઓમાંથી જણાય છે તે જ પ્રમાણે મનુષ્યજાતિ રૂપી જે નાટક તેણે રચ્યું છે તે વિશાળ સર્વાનુભવરસિક કાવ્ય છે. નેપેાલિયન, કાલમ્બસ, એલેકઝાન્ડર, ક્રાઇસ્ટ, બુદ્ધ, રામ વગેરે મહાન પાત્રા કાર્ય માનવ કલ્પી પણ શકે? એ સ` પાત્રરચનામાં ઈશ્વરનું કેવું અનુપમ કવિત્વ દ⟩િગાચર થાય છે? અને બધી સર્વાનુભવરસિક કવિતાની પેઠે આમાં પણ આ કવિતાના રાજાના ગૂઢ સ્વાનુભવ કેવા ચમત્કારથી જણાય છે ? '' [ ૨•૮૯ ]
રમણભાઈના મત પ્રમાણે સૃષ્ટિના સૌંદર્યનું દર્શન કરવાથી આપણને આનંદની અનુભૂતિ તે થાય જ છે પણ તે ઉપરાંત “આનુષંગિક પરિણામ રૂપે સત્યનું પણ દર્શન કરાવે છે. કાવ્ય માત્રનું સ્વરૂપ છે કૈ આનંદની પ્રાપ્તિ સાથે હૃદયને તે એવી ઉચ્ચ કાટિમાં લાવે છે—ચિત્તને એવું સામર્થ્ય આપે છે કે પરમસત્યાની ઝાંખી તે સમયે થાય છે. આ કારણથી તત્ત્વચિંતકાને અને મીમાંસકાને જે સત્ય ધણું મંથન કરતાં હાથ લાગે છે તે કવિ આગળ સહજ પ્રાદુર્ભૂત થાય છે. સુષ્ટિકાજ્યના અનુભવ કરનારને પણ એ રીતે ઈશ્વરના સ્વરૂપનાં દન થયેલાં છે.” [૨૮૭]
આમ આપણે જોઈએ છીએ કે રમણભાઈના મત પ્રમાણે માનવકવિ પેાતાની ઇચ્છામાત્રથી બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ '૬૯ ]
ડૉ. જયેન્દ્રકુમાર . યાજ્ઞિક કાઈપણ જાતના ઉપાદ.નના ઉપયાગ કર્યા સિવાય પેાતાને મનગમતી સૃષ્ટિનું નિર્માણ કરે છે તેવી રીતે ઈશ્વરે પણ કાઈ પણ ઉપાદાનના ઉપયાગ કર્યા સિવાય કેવળ ઇચ્છામાત્રથી સુંદરતા અને સત્યનું દર્શીન કરાવનારી આ સૃષ્ટિની રચના કરેલી છે. પૃચ્છામાત્રથી સર્જાયેલી હોવા છતાં આ સૃષ્ટિ કેવળ માનસિક નથી પણ ખાવ છે. અર્થાત્ તેને વતુમૂલક અસ્તિત્વ છે. આ રાષ્ટ્રિકા'થી ઈશ્વર પેાતાની ભાવનાઓ અને યાજના સિદ્ધ કરે છે.
રમણભાઈની આ વિચારણા સામે ઉદ્ભવતી એક શંકાના વિચાર કરતાં તેઓ જણાવે છે કે, “ કેટલાક નાસ્તિકા એવી દલીલ કરે છે કે સૃષ્ટિમાં ઈશ્વરની ચાજના પાર પડે છે એવી ઘટના હાય તેા તેને અ એવા થાય કે ઈશ્વરની મૂળ સૃષ્ટિમાં ખામી રહેલી છે અને તે ખાની દૂર કરવા ઈશ્વરને એવા ઉપાય લેવા પડે છે.. સ્પીનેઝા કહે છે કે ઈશ્વર અમુક હેતુથી પ્રવૃત્તિ કરે છે એમ ધારવાથી ઈશ્વરની સંપૂર્ણતાને ભંગ થાય છે; કારણ કે એમ હાય તે કશાકની ખેાટ હાવાય ઈશ્વર તેની શોધમાં છે, ઈશ્વરમાં એટલી હીનતા છે એમ ફલિત થાય. તે જ રીતે, જોન સ્ટુઅર્ટ મિત્ર કહે છે કે વિશ્વમાં યેાજના રહેલી હાવાનું જે જે શન થાય છે તે તે શક્તિની એટલી મર્યાદા બતાવે છે; અને યુક્તિઓ સભાળથી અને કુશળતાથી પસંદ કરેલી હાય તેા શક્તિની એટલી વધારે ખામી જ ગુાય છે, કારણ કે મુશ્કેલીએ જીતવામાં ડહાપણ અને યુક્તિ રહેલાં છે, પણુ પરમાત્મા આગળ તે મુશ્કેલી ન જ હાવી જોઈ એ. ’’ [ ૨-૭૫ ]
ડોકટર માટિનાને અનુસરીને ઉપયુક્ત પ્રત્યુત્તર આપતાં રમજુભાઈ લખે છે કે,
શ*કાના “ આવી
૨૯૯