SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ કરવામાં આવ્યું નથી. તે ઉપરથી એવી ધારણા બંધાય છે કે રાજ્ય પાલશ્રીના મંતવ્ય મુજબ આ ગાળા દરમ્યાન બિહારના રાજકારણીઓ સ્થિર સરકાર રચના જેટલી સદ્દબુદ્ધિ કેળવશે, પરંતુ આ આશા ઠગારી નીવડે તે નવાઈ નહીં, કારણ કે કોઈ પણ પક્ષની સંપૂર્ણ બહુમતી ન હોય ત્યારે મિશ્ર સરકાર રચવાના અને થાય છે. આવા પ્રસંગે માત્ર સત્તા મેળવવા જ પ સરકારમાં જોડાયા છે. અને આવા હેતુ માટે રચાયેલી સરકારનું જીવન ક્ષણિક હોય છે. તેનું દષ્ટાંત ચેથા પ્રજાસત્તાક સુધીનું કંસ આપણને પૂરું પાડે છે. અત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષે પોતાની બહુમતીને દાવો રજુ કર્યો છે, પરંતુ તે પર વિશ્વાસ મૂકી શકાય તેમ નથી. પરિણામે એવું જણાવે છે કે રાષ્ટ્રપતિનું શાસન કદાચ છે. મહિના અને થી આગળ વધીને પાંચમી સામાન્ય ચૂંટણી સુધી લંબાવાય. કારણ કે ફરીથી સામાન્ય ચૂંટણી ખર્ચ અને પરવડે તેમ નથી. આમ, રાજકારણીઓનાં સ્વાથી તેના કારણે ઘણાં ભારતીય એકમ રાજ્યમાં રાજકીય અસ્થિરતા જમી છે. તેથી મોટામાં મોટું નુકસાન દેશને છે, કેમકે સરકારના આવા ઝડપી પતનના કારણે સંસદીય સરકારમાંથી અને છેવટે લોકશાહીમાંથી પ્રજાને વિશ્વાસ ઊડી જાય તેવી પરિસ્થિતિનું તેઓ નિર્માણ કરી રહ્યા છે. હસમુખ પંડયા બંદરના પુરાવશેષ બંગાળના અખાતમાં પલર નદી માં મળે છે ત્યાં, મદ્રાસના સમુદ્રકિનારાથી પચાસ માઈલના અંતર વસવસમુદ્રમ નામનું નાનું ગામ આવેલું છે. આ સ્થળે આંતરરાષ્ટ્રિય વેપારમાં ઘણું જ મહત્વને ભાગ ભજવ્યો હતો તેવા, ધણી સદીઓ પહેલાંના બંદરના અવશે પ્રાપ્ત થયા છે. આ શોધથી ૫લ્લાનાં પ્રાચીન બંદરાનો પ્રશ્ન હલ થઈ જાય છે. આ શોધ અકસ્માત જ થઈ આ સ્થળની જમીનના માલિકે શંખચૂ ચૂત (shelllime)ની શોધમાં, સમુદ્રથી બે ફર્લા ગ દૂર આવેલા , સહેજ ઊંચા ભાગને સમતલ કરવા ખોદકામ કર્યું. જમીન ખેદતાં તેને માટીની ઠી-રીઓ વગેરે હાથ લાગ્યું. આ સમાચાર તહસીલદારને જણાવવામાં આવ્યા અને તેણે સ્ટેટ આકિલોજિકલ ડિપાર્ટમેન્ટ તે સમાચાર આપ્યા. આ સ્થળેથી એમ્ફર (A mphorae = દારૂના કુંજ) કે બે હાથાવાળાં પાત્રો અને બીજી કેટલીક વસ્તુઓ મળી આવી. આ ગામ ૫લર નદીને ઉત્તર કિનારે આવેલા ઐતિહાસિક વયજુર Vayalur ) નજીક આવેલું હોવાથી, ૫લ્લાનું પ્રાચીન બંદર આજ હશે તે મતને વધારે સમર્થન મળ્યું. કાવેરી નદીને મુખ આગળ આવેલું, ચેલ સમયનું એક બંદર “ કાવેરીપૂરપટ્ટીનમ્” (Kaveripoompatinam ) “સેન્ટ્રલ એલિજિકલ સર્વે ' દ્વારા બેદી કાઢવામાં આવ્યું હતું. આ બંદરને ઉલલેખ પ્રાચીન હિંદના સાહિત્ય અને તે સમયે હિંદની મુલાકાતે આવેલા શિષ્ટ ભૂગોળવેત્તાઓએ કર્યો છે. થમ્બરબર્ફી (Thambarabarai ) નદીના મુખ આગળ આવેલા પાંડેના પ્રાચીન બંદરના અવશે “ તામિલનાડુ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી”ને પ્રાપ્ત થયા હતા, રાજધાની કાંચીપુરમથી વેગવની (૫વર નદીની શાખા)ને કિનારે કિનારે વહાણ વહન કરતાં પલર નદીના મુખમાંથી પરાર થઈ દુનિયાભરની સફર કરતાં એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ઈ. સ. ૬૪૦માં પ્રસિદ્ધ ચીની મુસાફર હ્યુએન સાંગે કાંચીપુરમની મુલાકાત લીધી તે સમયે તેણે આ બંદરને ઉલ્લેખ કર્યો છે, આ શોધનું એતિહાસિક મૂલ્ય ઘણું છે, કારણ કે પ્રથwવાર જ થેન્ડમન્ડલમ (Thandamandalam)માં પલર નલીના મુખમાં આવેલા આ બંદર વિશે માહિતી પ્રાપ્ત થાય છે, પુરાવાઓ દ્વારા જણાય છે કે સંગમ સાહિત્ય સમયના (ઈ. સ. પૂ. ૩ જી સદીથી ઈ. સ. ૨છ સદી ) થેન્ડમન એલેથી રૈયને (Thondaman Elanthiraiyan) આ સમયે રાજ્ય કર્યું હતું. તામિલભાષાનું એક વર્ણનાત્મક કાવ્ય પેરુમ્બનવુપદઈમાં (Perumbapatrupadi), એલેથી પૈયનના રાજ્યઅમલ દર મ્યાન, નિર્દેચર(Nirpyar) ગામ નજીક એક બંદરનો ' ઉલ્લેખ છે. આ બંદર તે મામલપુરમ્ (Mamallaparam)-આધુનિક મહાબલિપુરમ -જે સાત પેગડાથી પ્રસિદ્ધિ પામ્યું છે, તે જ છે એમ નક્કી થયું છે. અર્યમ્ (Aryankuppam) નદીના મુખ પાસે પેન્ડીચેરી નજીક અરીમદ (Arikkamedu)માંથી આવી જાતની વસ્તુઓ મળી આવી છે. તેમાં એશ્કેરા (ampborae) 249 24521824-92 (Arretine-ware) ઈ. સ. ૫. ૧લી સદી સુધીમાં ભૂમધ્ય સમુદ્રમાં લોકપ્રિય હતાં તે મળી આવ્યાં છે. કેટલીક માટીની ઠીકરીઓ (Potsherds) રામન મૃતભાન્ડના ચિવાળી છે. વસવસમુદ્રની સૌથી મહત્વની શોધ એ એશ્લેરાની છે, જેની ઊંચાઈ ૧૮ છે અને તે સારી હાલતમાં મળી આવ્યું છે, ઈ. સ. ની બીજી સદી કે ત્યાર પછીનું લાગે છે, ઘણા વિસ્તારોમાં વિસ્તરેલી પડેલી મોટા કદની ૨૪૨ [ બુદ્ધિપ્રકાશ, જુલાઈ '૬૯
SR No.522413
Book TitleBuddhiprakash 1969 07 Ank 07
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy