SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ k તમે સૂઈ જાઓ, હું માથું ખાવું છું.' અવનીને અવાજ બહુ ઢીલેા હતેા, ઊંધ નથી આવતી.' ‘પ્રેમ?’ ‘ વિચારું છું કે જો હું મરી જઈશ તા તમારા બધાંનું શું થશે?' • ખાટી ચિ'તા કરવાની જરૂર નથી, મારું મન કહે છે કે તમે સાજા થઈ જશેા.’ રમા જૂઠ્ઠું' ખેલી. તેનું મન તે! વારંવાર કહી રહ્યું છે કે અવની આ વખતે તે। નહીં ખસે. તે પણ આટલી તકલીફ, આટલી વેદના સહન કરવા કરતાં આપરેશન કરાવવું જ યેાગ્ય છે. એ એને કેવી રીતે રાકે? અવની હઠ કરી રહ્યો છે. ચેાસ એ આપરેશન કરાવશે જ. પણ રમા જોર કરે તે એને રાકી ન શકે? કદાચ રેકી શકે. પણ એ પછી જ્યારે વેદના ભાગવવી પડે ત્યારે રમાને દેષ દેવામાં આવે. દાષમાં ભાગીદાર બનવાથી માને શા લાભ? જે કરવા માગે છે તે કરવા દે, ભાગ્યમાં જે લખ્યું હશે તે થશે. ‘હું એક વિચાર કરી રહી હતી,’ રમાએ કહ્યું. અવનીએ તેની તરફ અંધારામાં જોયું. રમાએ કહ્યું, ‘ ઇન્સ્પેારન્સ અને આફિસના બધા કાગળા તે! તમે મને આપી દીધા, જો કે એની કઈ જરૂર ન હતી. હું જાણું છું કે તમે સારા થઈ જશેા. તે પણુ...જવા દે...હું કહેતી હતી કે મકાન તે તમારા નામ પર છે. એના પર તમારા ભાઈ દાવા કરી શકે છે. તેથી જોએ મારા નામે કરી દેશે. તા ઠીક ગણાશે.' ધીમે ધીમે તે ખાલી, બૅન્કમાં તા દર વખતે તમે જ સહી કરે છે. શું મારી સહીથી રૂપિયા મળી શકશે !’ · હા, મળી શકશે. બન્નેના નામે એકાઉન્ટ છે. કોઈ પણ એકની સહીથી પૈસા મળી શકે છે. અઢાર હજાર રૂપિયા છે. કેટલાક આ દિવસેામાં ખર્ચાયા હશે.’ રમાએ એક ધેરે. શ્વાસ લીધા. અને ઉદાસ સ્વરે . કહ્યું, ‘ ખબર નથી શું છે. શું નથી. આ બધું મારે જાણવાની જરૂર પણ નથી, તમે સુઈ જાઓ.' પ્રેાવીડન્ટ ફ્રેન્ડ..... 6 રમાએ અવનીને ખેલતા અટકાવી દીધા, · એ બધી વાતા રહેવા દો. ઊંધતા ક્રમ નથી ? ખેાટી ચિંતા કર્યાં કરી છે.' અવની આગળ કઈ ખેલ્યા નહીં'. આંખા મીચી દીધી. કદાચ ઊંધવાના પ્રયત્ન કરતેા હતેા. રમાની આંખામાંથી ઊંધ ઊડી ગઈ હતી, એ ચોક્કસ સમજી ગઈ હતી કે હવે અવની નહીં અચે. એ કંઈ કરી શકતી નથી. અવની નથી—એ વિચારતાં જ મન કરૂંપી ઊઠે છે, માથું ઘૂમવા લાગે છે. રમાએ આંખા નીંચી અને અવનીના વાળ પર ધીમે ધીમે આંગળીએ ફેરવવા લાગી. મનની સાથે સાથે એનેા હાથ પશુ ધ્રૂજી રહ્યો હતા. કમજોરી અનુભવી રહી છે. છતાં મનમાં ઉત્તેજનાના ભાવ છે. એના એને સ્પષ્ટ અનુભવ થતા હતા. આંખા બંધ કરી તે પડી રહી, પણ મન કલ્પનાના તેજ પ્રવાહમાં વહેવા લાગ્યું. મીચેલી અખાની પાછળ કલ્પનાચિત્રના રૂપમાં રમાને સાક્ દેખાઈ રહ્યું છે કે—દિયર જતીને આવીને ખખર આપી કે અવની મરી ગયા. એ ધડીમ ઈ તે જમીન પર પડી ગઈ તે રાવા લાગી. રુદન, ડૂસકાં, માથું ચીરી નાંખે એવું રુદન કરવા લાગી. સવહાલાં અધ આવી ગયાં. મહાલ્લામાં ભીડ થઈ ગઈ. બધાં તેને ધીરજ આપવાના પ્રયાસ કરી રહ્યાં છે. પુત્રને લાવી તેની પાસે બેસાડી દીધા છે. એના માઢા ‘તું સાચું જ કહે છે.' અવનીએ રમાને એક હાથ પકડીને પેાતાના હૃદય પર મૂકી દીધા, ‘કાલે જ વકીલને મેલાવીને વીલ કરી દઈશ. એ બહુ જરૂરી છે.’ રમા અવનીના માથે હાથ ફેરવી રહી હતી. સામે જોઈ તે તારે જીવવું પડશે. માના મનમાં બુદ્ધિપ્રકા», જૂન ૧૯ ] ૨૧૧
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy