SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ગાલિમની કવિતામાં અધ્યાત્મન કવિતામાં મિર્ઝા અસદુલ્લાહખાં ગાલિબની અધ્યાત્મદર્શન વિષે સમીક્ષા કરતાં પહેલાં એક વાતના ખુલાસા અહીં કરવા જરૂરી છે કે ગાલિબને સૂફી અને તત્ત્વજ્ઞાની સાબિત કરવાના આ પ્રયાસ નથી. તેમણે સીવાદમાં કાઈ નોંધનીય ફાળા આપ્યા. નથી; ઉર્દૂ અને ક્ારસીના બીજા અસંખ્ય કવિઓની જેમ એમણે પણ આ વિષયને અપનાવ્યા; પરંતુ પૂ પરંપરાના અનુકરણ ખાતર નહિ, પણ વિચાર કર્યાં પછી અને કવિત્વમય રીતે રસભાવપૂર્ણ તેનું પ્રતિપાદન કર્યું. તેમની માન્યતાની સખળતા, અભિવ્યક્તિનું વૈવિધ્ય, આવા ગૂઢ વિષયની અભિવ્યક્તિ માટે સાદા શબ્દોની વરણી અને સમનમાં ટાંકવામાં આવેલા દૃષ્ટાંતાની સ્પષ્ટતા વગેરેમાં એક કવિ તરીકે તેમની કલ્પનાશક્તિની નોંધ લેવી ઘટે. સૂફીવાદના જે પાસાએ ગાલિબ ઉપર પકડ જમાવેલી તે છે વદતુલ બુજૂદ અર્થાત્ સત્નું એકત્વ. માના નિરૂપણમાં ગાલિબ પેાતાનેકાઈ સૂફી સંતથી ઊતરતી કક્ષામાં ગણવા તૈયાર નથી. તે કહે છે યે મસાએલે તસવ્વુફ, યે તેરા મ્યાન ગાલિખ; તુઝે હમ વલી સમઝતે, જો ન બાદા ખાર હાતા. સૂફીવાદના આ મુદ્દા અને તારુ આ નિરૂપણુ, હે ગાલિબ! અમે તને સંત તરીકે સ્વીકાર્યો હાત, જો તું મદ્યપાન ન કરતા હોત તા. સના એકત્વના સિદ્ધાંતના સંક્ષેપમાં પરિચય આપવા જરૂરી લાગે છે, જેથી હવે પછી આવતી ચર્ચા માટે ભૂમિકા તૈયાર થઈ જાય. શ્વર નૂર અર્થાત્ પ્રકાશ કે સૌદર્યાં ( હુસ્ન ) છે. અને સૌમાં પ્રશંસા કરાવવા માટેની એક તીવ્ર વૃત્તિ રહેલ છે. જોનાર ન હેાય તે સૌનું પ્રાકટય અધૂરું રહે છે, તૃપ્ત થતું નથી. એક હદીસે કુદ્સીમાં २३९ એમ.જી કુરૈશી ખુદા કહે છે કે, “હું એક છૂપા ખજાના હતા, પછી મને એળખાવાની પૃચ્છા થઇ તેથી મે' સૃષ્ટિનું સર્જન કર્યુ.” ઈશ્વરીય સૌદર્યાં પણ આ નિયમના અપવાદ નથી. તેથી જ સૂફીએ સૃષ્ટિને ઈશ્વરના અરીસે। ગણે છે, જેમાં તે પેાતાની જાતને નિહાળે છે. ગાલિબ કહે છે કે – જલવા અઝ ખસકે તકાઝાએ નિગાહ કરતા હૈ; જોહરે આાઈના ભી ચાહે હૈ મિઝમાં હેના. પ્રાકટયને દનાથી વગર ચાલે તેમ ન હોવાથી અરીસે પણ પેાતાની જાતને નિહાળવા પલકા બનવા તત્પર છે. ઈશ્વર અભૌતિક ( લતીફ્ ) છે અને અભૌતિક વસ્તુની અનુ મૂતિ ભૌતિક (સીક્) વસ્તુના માધ્યમ વગર શકય નથી; જેમકે આત્માની પ્રતીતિ શરીર વગર ન થઈ શકે અથવા સૂર્યનાં કિરણેા, જે અભૌતિક છે, જ્યાં સુધી સૃષ્ટિની કાઈ ભૌતિક (કસીક્) વસ્તુ ઉપર ન પડે ત્યાં સુધી જોઈ શકાય નહિ. તેવી જ રીતે ખુદાના સૌંદર્યના પ્રાકટય માટે પણ આ ભૌતિક સૃષ્ટિની જરૂર હતી. લતાકૃત એકસાત જલવા પૈદા કર નહિ સકતી. ચમન અંગાર હૈ આઈનએ ખાદે બહારી કા. ભૌતિકતા ( કસાક્ત ) વગર અ—ભૌતિકતા (લતાકૃત)નું પ્રાકટય અશકય છે. તેથી ખાગ તા વસંતઋતુના પવનના અરીસા ઉપર બાઝે માત્ર મેત્ર સમાન છે. ઈશ્વર સિવાય બીજા કાર્ટનું અસ્તિત્વ છે જ નહિ. સૃષ્ટિની બીજી બધી વસ્તુએ ઈશ્વરની છાયા સમાન છે. દા. ત. મીણુબત્તીના જ. પ્રકાશને કારણે પડતા તેના પડછાયાનું સ્વતંત્ર અસ્તિત્વ ગણી ખે મીણુબત્તીઓ છે એમ ન કહી શકાય અથવા પાણીમાં પડતા ( બુદ્ધિપ્રકાશ, જૂન '૬૯
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy