SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કથાના અન્ત ભાગ આમ છે. ક્ષાન્તિશીલના ભોગ અપાયા પછી તુષ્ટ થયેલા વેતાલ નરકલેવર-રાજાને આપે છે: માંથી રાજાને કહે છે: ભિક્ષુન જે વિદ્યાધરાનું પ્રભુત્વ જોઈતું હતું તે ભૂમિનું સામ્રાજ્ય ભોગવ્યા પછી તારું' થશે. ( ૨૧ ) મે તને બહુ કલેશ આપ્યા છે તેા અભીષ્ટ વરદાન માગ.’ રાજાએ તેને કહ્યું: ‘તું પ્રસન્ન છે પછી કર્યુ વરદાન બાકી છે? તથાપિ તારી પાસે આટલું માગું છું: વિવિધ આખ્યાનાથી મનારમ એવી જે પહેલી ચેવીશ કથાએ અને જે એક સમાપ્તિમાં આવેલી પચીસમી તે સર્વે ભૂતળમાં પ્રખ્યાત અને પૂજનીય થાય.’ વેતાલ કહે છેઃ ‘ એમ થાઓ ! અને આટલું વધારામાં: પહેલી જે ચેાવીસ અને આ જે એક સમાપિની તે આ કથાવલી વેતાલપંચવિંશતિકા નામે જગતમાં ખ્યાત, પૂજ્ય અને મ’ગલકારી થશે.’ અને એ કહેવાથી અને સાંભળવાથી અનિષ્ટા નાશ પામી ઇત્યાદિ એનું માહાત્મ્ય વર્ણંવે છે ! આમ કહીને નરકલેવરમાંધી નીકળી યાગમાયાથી વેતાલ પેાતાને અભિરુચિત ધામ ચાહ્યા જાય છે : त्वं चेत् प्रसन्नः को नाम न सिद्धोऽभिमतो वरः । तथाप्यमोघवचनादियं त्वत्तोऽहमर्यये ॥ आद्याः प्रश्नकथा एता नानाख्यानमनोरमाः । चतुर्विंशतिरेषा च पञ्चविंशी समाप्तिगा | सर्वाः ख्याता भवन्त्वेताः पूजनीयाश्च भूतले । इति तेनाभ्यर्थितो राज्ञा वेतालो निजगाय सः ॥ एवमस्तु विशेषं च शृणु वच्यत्र भूतले । याश्चतुर्विंशतिः पूर्वायैषा चैका समापिनी ॥ कथावलीयं वेतालपञ्चविंशतिकाख्यया । ख्याता जगति पूज्या च शिवा चैव भविष्यति ॥ ( ૨૫–૨૭) આ પછી મહેશ્વર બધા દેવેશ સાથે પ્રકટ થાય છે અને નમસ્કાર કરી રહેલા રાજાને આદેશ આપે છે. વિદ્યાધરાના મહાચક્રવતી પદની કામનાવાળા ક્રૂર તાપસને હણ્યા તે સારું કર્યું. મારા અંશમાંથી તું પહેલાં વિક્રમાદિત્ય મ્લેચ્છરૂપી અસુરાની પ્રશાન્તિ માટે સર્જાયા—ફરી પાછે। ઉદ્દામ દુષ્ટોનું દમન કરવા મેં તને ત્રિવિક્રમ નામે ભૂપતિ સર્જ્યોર્જા ૨૧૮ પ્રત્યાદિ અને પછી મહેશ અપરાજિત નામનું ખગ ચમક઼ૌ વિમાર્િત્ય: સૃષ્ટોમ્ઃ વાંચતો મચા/ સ્ટેજી પાવતીળŕનામસુરાળાં મરાાન્તયે || (૩૩) બૃહત્કથામ'જરી અને કથાસરિત્સાગરમાં મુખ્ય તક્રાવત એ છે કે પહેલામાં વિષ્ણુના અંશમાંથી મ્લેચ્છ શશાંકથી વિક્રમાદિત્ય જન્મે છે;બીજામાં મહેશના અંશમાંથી મ્લેાની પ્રશાન્તિ માટે વિક્રમાદિત્ય જન્મે છે. આમાં કઈ ઋતિહાસની કૂચી છે ? જ ભલદત્તની વૈતાલપચવિતિ ગદ્યમાં છે. કથાના પ્રાર’ભમાં અને અન્તે Àા આવે છે. એમાં નાયક ‘રાજચક્રવર્તી શ્રીમાન વિક્રમકેસરી' છે. એમાં ક્ષાન્તિશીલને કાપાલિક કહ્યો છે અને ફળનું નામ બિલ્વીલું આપ્યું છે. ખીલાં આપવાનું ખાર વર્ષ ચાલે છે; અને ખીલું રાજાના હાથમાંથી પડી જાય છે. કાપાલિક રાજાને એકાન્તમાં લઈ જઈ ને પેાતાની માગણી જણાવે છે. પેાતાને ઓળખાવતાં કહે છેઃપતન ક્ષાન્તિીજો નામ कापालिकोse महायोगी । “ મૃતકસિદ્ધિના ઉત્તર સાધક તરીકે મહાસાત્ત્વિક પ્રવીણ પુરુષ-વિશેષને શેાધવા સમસ્ત પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાં છતાં કાઈ મળ્યા નહિ. પણ અહી આવીને તમને સકલગુણુસંપન્ન, મહાસત્ત્વ અને મહાપ્રવીણ એવા જોયા’ ત્યાદિ ભાદ્રપદની ચતુર્દશીએ દક્ષિણ, સ્મશાનના આયતનમાં રાજાને આવવાનું કાપાલિક જણાવે છે. રાજા ત્યાં જાય છે ત્યારે તેને કાપાલિક ઘરા નદીને તીરે તેની ઉત્તર દિશામાં શિ‘શા તરુની ઉપરની શાખામાં લટકતા અક્ષતમૃત પુરુષને ખભે મૂકી લઈ આવવા કહે છે; અને સૂચના કરે છેઃ सत्वरं तमादाय मौनेनागच्छतु भवान् (१-४) આપે મૌન રાખી આવવું. આમ કથાના પૂર્વ ભાગમાં ઘેાડાક તફાવત છે. એમાં એક મહત્ત્વના છે ભિક્ષુ શબ્દ દરેક સપ્રદાયના સાધુઓ માટે વાપરી શકાય. છતાં બૌદ્ધ સાધુઓ માટે ભિક્ષુ-ભિકખુ, ભિક્ષુણી—લિકખુણી શબ્દ વધારે પ્રચારમાં છે. શ્રમણ શબ્દ મુખ્યત્વે બૌદ્ધ અને જૈત સાધુઓ માટે રૂઢ થયા છે. બૃહત્કથામ`જરી અને ( બુદ્ધિપ્રયાસ, જૂન 'ક
SR No.522412
Book TitleBuddhiprakash 1969 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy