________________
સ ંસ્કૃત અને ભારતીય ભાષાઓની વૈતાલ આમાં મજકુર મોટે ભાગે મળતા છે.
પચીશી
આ કથાવલીનું સૂત્ર કે આ કથાચનું સંકલનતત્ત્વ કથા કહેનાર વૈતાલ અને કથા સાંભળનાર તથા તે દ્વારા કુલ પામનાર એક રાજા છે. કાશ્મીરી બૃહત્કથામ‘જરી એને પ્રતિષ્ઠાનપુરના રાજા કહે છે, કથાસરિત્સાગર વધારામાં એને ગેાદાવરીતટે આવેલા પ્રતિષ્ઠાન દેશના રાજા અને વિક્રમસેનના પુત્ર તરીકે ઓળખાવે છે. શિવદાસ અને જ ભલદત્ત રાજાને વિક્રમકેસરી તરીકે ઓળખાવે છે. દેવશીલ પંચવીસી રાસમાં રાજાને માલવદેશની સિપ્રાના તીરે આવેલા ઉજેણીનગરના વિક્રમરાય તરીકે આળખાવે છે, જે ગંધવ સેનરાયના પુત્ર છે અને જે ‘પરદુઃખકાતર’ કહેવાય છે. ગુજરાતી કથાઓમાં આ પરપરા છે.
વૈતાલપચીશીનાં જુદાં જુદાં રૂપામાં કયા કયા ફેરફારો છે એને પેન્ઝરે પ્રાસનીય અભ્યાસ કર્યાં છે તેનાથી ખ્યાલ આવે છે. ૧૧
વૈતાલપંચવિ શિતિકાના સસ્કૃતમાં ક્ષેમેન્દ્રની બૃહત્કથામંજરીમાં સંગ્રહ થયેલા છે. તે પ્રમાણે એક સવારે ત્રિવિક્રમ રાજા પાસે ક્ષાન્તિશીલ નામને એક શ્રમણ દરબ:રમાં આવીને એક ફળ ભેટ ધરે છે, રાજા એ ખજાનચીના હાથમાં આપે છે. આ પ્રમાણે દરરાજા વષઁ સુધી થાય છે. એકવાર રાજાના હાથમાંથી એને વાનર ફળ લઈ લે છે અને દાંતથી તે તાડી નાંખે છે, તેા તેમાંથી દિવ્ય રત્ન નીકળી પડે છે. આખા દરબાર એના તેજથી ભરાઈ જાય છે. રાજા ખજાનચીને મેલાવીને એને સોંપેલા ફળ મગાવે છે. તે ફળમાંથી નીકળેલાં રત્ના રાજાને આપે છે.
કૅલિકકપિ’– પાળેલા
બીજે દિવસે એ શ્રવણ આવે છે ત્યારે રાજા તેને પૂછે છે :
11. O, S. Vol VI, pp. 225-294; Vol. VII, pp, 199-263,
क्षान्तिशील व्यवसितं चित्रं ते प्रतिभाति मे । किं रत्नैः पृथिवीमूल्यैः प्राप्तुमिच्छस्यतः परम 11 (269)
ક્ષાન્તિશીલ તારા વ્યવહાર મને વિચિત્ર લાગે છે. આખી પૃથ્વી જેનું મૂલ્ય થાય એવાં રત્ન મને આપીને તું શું પ્રાપ્ત કરવા ઇચ્છે છે? શ્રમણ કહે છે : આ કાળી ચૌદશની રાતે સ્મશાનમાં મારે કાઈ એક મન્ત્રસાધના કરવાની છે. તેમાં તું મારા દ્વિતીય સાધક થા. મેટા વડની નીચે રાતે હું જ્યારે ઊમે હાઉ' ત્યારે હું મહાવીર તલવાર લઈ તે તારે આવવું.' રાજા એની માગણી સ્વીકારે છે. તે રાતે રાજા નીલ વસ્ત્રો પહેરી ત્યાં જાય છે. અહી` શ્મશાનનું. ખીભત્સ અને ભયાનક રસાવાળું વર્ણન ક્ષેમેન્દ્ર કરે છે. ક્ષાન્તિશીલ શ્રમણ મ ́ડલ-કુઉંડાળુ દૈારી વડ નીચે ઊભા છે. તેને જોઈ રાજા કહે છે: ‘હું આવી ગયે છું. શું કરવાનું છે?' ભિક્ષુએ કહ્યું : ‘અહીંથી દક્ષિણુ દિશામાં એક કાશ જા અને ત્યાં શિશપા કહેતાં સીસમના વૃક્ષ ઉપર લટકતા નરને લઈ આવ. રાજા ત્યાં જાય છે અને એક વિશાળ સીસમનું ઝાડ જુએ છે. તેના ડાળે અગ્ર ભાગે એક શબ જોયું. એનું માટુ' વાંકું થઈ ગયું છે, હાથ ઢીલા થઈ સીધા લટકે છે અને પગના અગ્ર ભાગ લખે છે. રાન ઉપર ચડયો અને ગળે કાંસા હતા અને કાઢી નાંખી નીચે પાડે છે. પડ્યુ. એવું જ એણે વ્યથા સાથે ખૂમ પાડી : ‘ હાય હાય મરી ગયા !' રાજાને એની દયા આવી અને ફરીફરીને વિચાર કરતા પેાતાના સાહસને નિંદવા લાગ્યા, પણ એટલામાં તે અટ્ટહાસ કરતું તે મુડદું પાછું ઝાડ ઉપર ચડી પહેલાંની જેમ લટકવા લાગ્યું. રાજાએ જાણ્યું કે આ તેા વેતાલની માયા છે એટલે ફરી ઝાડ ઉપર ચડીને તેને લઈ તે ખભે નાંખી ખૂબ ઝડપથી ચાલવા માંડયું. ખભા ઉપર રહેલા વેતાલે કહ્યુંઃ ‘રાજા, સાંભળ રસ્તા લખે છે એટલે હું તને એક સુન્દર કથા કહું.
આ રીતે પહેલી વેતાળ કથા શરૂ થઈ. એ કથામાં નાયિકાના માબાપ હૃદયાધાત થતાં મૃત્યુ પામે છે. વૈતાલ રાજાને પ્રશ્ન પૂછે છે :
[ બુદ્ધિપ્રકાશ, જૂન 'કુ