________________
નહેય રુચતું | ભાનુપ્રસાદ પંડયા તમે યા ત્યારે પથપર દઈ સાથ હસીને હતો ચાલ્યો. વાતો ઊઘડી ફૂલ શી મારગ ઊભે! ( અજાણ્યા હું ને એ અજુગતું ઘડીવાર ભીડમાં જનની લાગ્યું'તું.) પણ વરસ કે એમ પછી તો ગયાં આવ્યા સાથે. સહજ અવ સંગાથ દ્રયને થતાં યાચી બેઠો સકલ તવ ! આઘાં ઉપવને સુગંધીલાં મારાં ભસમ સહુ દાવાનલ થકી નકારોના. મારે પથ પર બધે શૂળ વિખરી ! ગલીના ખૂણાના જરજરિત મારા ઘર કને હવે આવી ઊંચે સદન વસીને જોરથી હીંચી કિચૂડાટે, હાસ્ય, દરસી કર પીળા ઘડી ઘડી, ઝરૂખે ઊભીને ગીતની કડી જૂની ગણુ ગણું.વિના લેવાદેવા નિત પજવણી?! નહોય રુચતું અહીં રહેવું મારું નગર તજી, લે; જાઉં ઊપડી !
સમણુ કેરું પંખી | ધીરુ પરીખ એક સમણું કેરું પંખી આંવી મનડા કેરી ડાળે મારી બેઠું છ બેઠું છે.
એની મેઘધનુની પાંખો, તગ તારલિયાની આંખો,
રંગ એક મહીં એ લાખો; એ અવની પારનાં તરણું લાવી, નીડ બનાવી, માહીં મજેથી પેઠું છ પેઠું છે. એક
એણે ગીત અનેરું ગાયું, ઉર સૂર-ગુલાલે છાયું,
ચૂર થઈને પાછળ ધાયું; ફા મારીને ડાળ નમાવી ઘડીમાં ઉપર ઘડીમાં ઝૂલતું હે જી હેઠું છે. એક
એક સંતાકૂકડી રમતું, ભ દલડું પાછળ ભમતું,
જે કલ્પતરુમાં નમતું; એ અકળામણિયું વહાલ, કહો કેમ કરીને બેઠું છે વેઠું છે. એક
| વિયોગ | સુકિત લાંબા ઘણું દિન ગયા પછી હું પ્રવેશું ખોલી દુવાર ઘરમાં... ભીંતો વિશીર્ણ તગતી ખખડેલ.ડાકણો શી જર્ણ, ગૈ છ વળી કેડમહીં પડું પડું... થાતી : શરીર પર ખે પટ-શુષ્ક ચામડી. બાઝયાં લઈ નીરસ જંતુ ઘણય સાથમાં લૂખાં ભવાં ખરજવા સરખાં વિછિન્ન. કીડી અસંખ્ય ઉભરાય અસ્વસ્થ ટેલે. પોલાણ આ-કુજનની ચખ શાં પડેલાં. –પેઢી હશે ભીતર ઉંદરની જમાત. વંદાં કશું હલપલી રજમાં લપાય. રે આ બધું નિરખતાં પગ જાય થંભી... ત્યાં ઊંબરા પર બહાર અજાણું ચલી બોલી–અવાજ શિશુના ઘૂઘરા સમો કરી ઊડી ગઈ ... ... ... ત્યાં જ પૂછે કે બૂમ પાડતું “ અહીં પ્રિય આવે આવ.. તારા વિના તરફડી રહી ઓરડામાં. –બેસી રહ્યાં હજીય બે મુજ વાટ જોતાં વ્હાલા તમે, ન પરવા કરી જીવ ખેતાં.
રણ / મનસુખલાલ સાવલિયા આ કાળની ક્ષણેની કણ કણ ચરે છે રણ, પડકારતું ગગનને દોડ્યા કરે છે રણ ! પકડી પવનની પીંછી બાંકી લકીર ખેંચી, કાયાના ભીંતપત્રોને ચીતરે છે રણ! આ ધમ ધમ તાપે આળોટતું ધરા પર કેના વિરહઅગનમાં સળગ્યા કરે છે રણ? પૂનમના નેસમાંથી ખૂબ ચાંદનીને દહી ઊછળી રહેલ દૂધને સંગર ભરે છે રણ! કો’અકળ જાદુગરને દેખાડવા તમાસો, બાંધી નજર બધાની ખેલતું ખેલ ખાસે, કાળી અમાસ રાતે નખશિખ ઓઢી લેતું અંધારની પછેડી કણસ્યા કરે છે રણ. ને પામવાને જેને વનથંભ વહી રહેતી, જેના દિદાર કાજે સંતાપ કેક સહેતી, વણઝાર થાકી તે; કંઈ કાળથી કુંવારી મંઝિલમોહિનીનું અપહરણ કરે છે રણ.