SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ बुद्धिप्रकाश માર્ચ : ૧૯૬૮ સ્વ રમણભાઈ નીલકંઠ * શ્રી કાકાસાહેબ કાલેલકર શ્રી. રમણભાઈ નીલકંઠનો પરિચય મને બાદશાહી ઢબે થયો એમ કહી શકું, હું આશ્રમમાં રહેવા આવ્યો ત્યારે ગુજરાતી સમજતો હતો. બોલતાંલખતાં આવડે નહીં એટલે ગુજરાતના મોટા લેકે વિષે જાણું જ કેટલું? - રમણભાઈને મળે તે પહેલાં તેમને વિષે ખુદ મહાત્માજીને મોઢે થે ડું સાંભળ્યું અને તે પણ આદરના શબ્દોમાં. મેં જોયું કે રમણભાઈના ચારિત્ર્ય વિષે, એમના અભિપ્રાયો વિષે અને એમની નિખાલસતા વિષે બાપુજીને ઘણે આદર છે. ત્યાર પછી મારી દોસ્તી નરારિભાઈ અને મહાદેવભાઈ સાથે થઈ. બન્નેને મોઢે રમણભાઈની સાહિત્યસેવા વિષે ઘણું સાંભળ્યું. એક દિવસે મહાદેવભાઈએ રાઈને પર્વત” ચોપડી મારા હાથમાં મૂકી. નરહરિભાઈ આખી ચોપડી મારી સાથે વાંચી ગયા. વાંચતા જાય અને ઘણું ઘણું સમજાવતા જાય. હું એ કૃતિ ઉપર એટલો આશક થયો કે આશ્રમની | ગુજરાતી શાળાના ઉત્સવમાં, એમાંથી કેટલાક પ્રસંગે પસંદ કરી, વિદ્યાદાને ભજવવા આપ્યા. એમને દર્પણસંપ્રદાય મને હજી યે યાદ છે ! “ભદ્રંભદ્ર” તો મેં મરાઠીમાં જ વાંચેલું. મારી ધર્મપરાયણ પ્રવૃત્તિ મૂળે સંત સંપ્રદાયની; એના ઉપર પ્રાર્થનાસમાજનો એપ ચઢેલે અને સ્વામી વિવેકાનંદના વેદાન્ત એમાં નવો પ્રાણ પૂરેલો. એટલે મારા મનમાં રમણભાઈ નરસિંહરાવભાઈ, આચાર્ય આનંદશંકર ધ્રુવ-એ બધા વિષે થોડી આત્મીયતા ખરી. પછી તો જોડણીકોશને અંગે અને બીજાં અનેક કારણસર, શ્રી. નરહરિભાઈ જોડે આ લોકોને મળવા લાગ્યો. સાહિત્યદષ્ટિએ મને કેશવરાય હર્ષદરાય ધ્રુવ અને આનંદશંકરભાઈ વિશેષ નજીકના લાગ્યા. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ અને કાવ્યની દૃષ્ટિએ નરસિંહરાવભાઈ, અને રમણભાઈ તો સર્વાગીય જીવન દષ્ટિએ. અમે મળ્યા હોઈશું બહુ ઓછા; પણ એકબીજાની જીવનસૃષ્ટિ વિષે અમારી વાતો સદ્ભાવપૂર્વક થતી. મને યાદ છે કે શ્રી. વિદ્યાગૌરીબહેનને પણ હું અનેક વાર મળ્યો ઈ . આ રીતે નીલકંઠ નામ મારા માનસિક જગતમાં એક આદરની વસ્તુ થઈ. પ્રાર્થનાસમાજને ષષ્ટિપૂતિને જ્યારે ઉત્સવ થયો ત્યારે ગરુભાઈ ધ્રુવે મને ખાસ આમંત્રણ આપ્યું. મને પણ લાગ્યું કે એમાં આત્મીયતા છે. આશ્ચર્ય એ કે આટલા પરિચય પછી પણ હું વિનોદિનીબહેનને મળ્યો ન હતો અને એમનું સાહિત્ય પણ વાંચ્યું ન હતું. એમનું થોડું સાહિત્ય વાંચ્યું મારી એક દીકરી સમી મહારાષ્ટ્રી બહેન (જે ગુજરાતી થઈ છે)ને મરાઠી લેખ વાંચ્યા પછી, ચિ. મૃણાલિની દેસાઈએ ગુજરાતની સાક્ષી મહિલાઓ વિષે એક લેખ લખ્યો હતો, અને એમાં વિનોદિનીબહેનનાં ખાસ વખાણ કર્યા હતાં. આટલું થયા છતાં મને સ્વનેય ખ્યાલ નહીં કે રમણભાઈના વિશ , સંસ્કારી અને અગ્રગણ્ય કુટુંબ સાથે ભારે નિકટનો સંબંધ બંધાશે. એક દિવસે વિનોદિનીબહેન પોતાના દીકરા સુકુમાર સાથે ઉમાશંકરભાઈને ત્યાં મને મળવા આવ્યાં અને એમણે મારી પૌત્રી ચિ. શલા વિષે થોડી પૂછપરછ કરી. હવે વધારે લખવાની જરૂર નથી. હમણાં જ ચિ. શિલા અને સુકુમારના નાના મિલિન્દ મારા ખોળામાં બેસી મને પ્રપિતામહ બનાવ્યો !! મને લાગે છે સ્વ. રમણભાઈ નો આત્મા એ દૃશ્ય જોઈને આશીર્વાદ વરસાવતો હશે. ગુજરાત અને મહારાષ્ટ્ર, જૈન અને વૈષ્ણવ, પ્રાર્થનાસમાજી અને વેદાન્તી–અનેક તોનો સમન્વય ખરો જ ને ? દિડી જતાં, તા. ૮-૩-'૧૮
SR No.522397
Book TitleBuddhiprakash 1968 03 Ank 03
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1968
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy