________________
૧૬ : :
બુદ્ધિપ્રકાશ
શાંત હતા તે આથી ભારે ખળભળી ઊઠયો અને મને સજા કરવા સુધીની વાત આવી પહેાંચી. મારી પાસે શાસ્ત્રખળ હતું એટલે હું જરાય ગભરાતા ન હતા તેમ ડરતા પણું ન હતેા. અમદાવાદની ગુરુશાહી દ્વારા પ્રેરાયેલા નગરશેઠે મને નેાટીસે। મેાકલી; એક નહી' છે. મારે કશો જવાબ આપવાપણું જ નહેતું. છતાં મેં તે વખતે ‘હિંદુસ્તાન' પત્રમાં • સમાજની લાલ આંખા' એવા મથાળા નીચે એક લેખ લખ્યા અને આગેવાનને જણાવ્યું કે ‘મારું’ આખુય ભાષણ હું મારી જાતે તમારે લખી આપુ', પછી તેની સચ્ચાઈ વા જૂઠાઈ ખાખત નિ કરવા તમે એક તટસ્થ પંચ નીમા અને પછી જે સજા મને થવાની હાય તે હું હસતે મુખે સહેવા તૈયાર છું, એટલું જ નહી' પણ મેં એમ પણ કહેલું કે હું તેા એક વિદ્યાર્થી અભ્યાસી છું. મેં મારી રીતે આગમા વાંચ્યા છે અને એમાંથી જે વિચારા મતે ઉદ્ભવ્યા તે મે' તમારી સામે મૂકયા છે. તે વિચાર। ખરા જ હાય વા પૂણુ જ હાય એવા મારા દાવા નથી. પરંતુ ગુરુશાહીએ મારી આ એકકે વાત કાને ન ધરી અને ઘણા યુવાના વિરોધ વચ્ચે અમદાવાદના નગરશેઠે મને સધ બહાર જાહેર કર્યો.
ય
આદરેલા, મને પ્રસારકસભામાં મેલાન્યા અને અનેક પ્રશ્ના પૂછ્યા. એટલે મે* તા હું જાણું છું તેમ તે પ્રશ્નના જવાબ આપેલા અને વળતે જ દિવસે જૈન છાપામાં “ જૈન સમાજનું તમસ્તરણુ ” નામના એક લેખ રૂપકાત્મક કલ્પીને છાપવા માકલી દીધેા. એ લેખ છપાયા એટલે તેા મારા ઉપર સમાજ તૂટી જ પડયો. મને નાતબહાર મૂકવાના પ્રયત્ને ગતિમાન થયા અને મને અનેક રીતે કેમ હેરાન કરવા એ જ જૈન સમાજે નિષ્ણુય કર્યાં હોય એમ મને લાગ્યું, મારું ધ્યાન તા આ વખતે મારા કુટુંબના નિર્વાહ તરફ કેન્દ્રિત થયેલું એટલે આ સમાજિક વિપત્તિની મને એટલી બધી અસર ન થઈ. હું તે વખતે રતલામ એક જૈન ગ્રંથના સ`પાદન માટે પહેોંચી ગયેલે, પણ ત્યાંનું વાતાવરણુ ધણું જ દૂષિત લાંગવાથી મારા જીવનને હાનિ થવાના સ ́ભવ જોઈ એ કામ મેં છોડી દીધું અને ફરી પાછું ભગવતીના અનુવાદનું કામ પ્રારંભ્યું અને તે છેવટ રાજકાટમાં રહીને પૂરું કર્યું. મારું કુટુંબ ભાવનગર હતું અને હું એકલા જ રતલામ ગયેલા, પણુ પછી પૂનામાં અને રાજકાટમાં કુટુંબ સાથે જ રહેલા. જ્યારે મારા ઉપર વિપત્તિની નાખતા વાગતી હતી ત્યારે મારા સગા કાકાના દીકરા ભાઈ લગવાનદાસને એમ લાગેલું કે કદાચ ખેચરદાસ નાતબહાર મુકાય તા એમના અને મારા સંબંધ ન રહી શકે. એટલે મને સમજાવવા તેમણે પંડિત સુખલાલજી સાથે બ્રાટકાપરમાં સ ંદેશા મેાલેલા અને તોડ કરી લેવાની વાત કહેવરાવેલી, પણુ મને એ ન જ ગમ્યું અને હું એકલા જ જે આવી પડે તે સહી લેવા તૈયાર થયા. મારાં માતાજી જરૂર રાષે ભરાયાં, પણ મારાં પત્ની શ્રી અજવાળીએ મને ‘તમે ખરા-સાચા હૈ। તે લેશ પણ ન ડરશે’ એમ ભાર દઈને કહેલું એ બરાબર મને યાદ છે.
૧૭. પ્રાકૃતભાષા શીખ્યા પછી મને અને ભાઈ હરગોવિદદાસને કલકત્તાવાળા પ્રેફેસર અને પ્રેસિ ડેન્સી કૅાલેજ (કલકત્તા)ના પ્રિન્સિપાલ શ્રી શતીશચંદ્ર વિદ્યાભૂષણની સાથે પાલી ભાષા અને બૌદ્ધ આગસા શીખવા સારુ મહારાજશ્રી ધર્મવિજયજીએ કાલ
૧૬. મારી મહાવીર જૈન વિદ્યાલયની તારી છૂટી ગઈ. એ વખતે મારા નાના ભાઈ માંદા હતા એટલે ઠીક ઠીક વિપત્તિનું વાદળ આવી ગયું. મુંબઈમાં ભાષણ કરી હું કાઈ કૌટુંબિક પ્રસંગે ભાવનગર ગયેલા તા ત્યાંની તે સમયની રૃઢ સંસ્થા જૈનધર્મ - પ્રસારક સભાના આગેવાના મારા ઉપર ચિડાયેલા. ખાસ તા મારા ભાષણમાં શ્રી મેાતીચ'દભાઈ એ અધ્યક્ષપણું કરેલું અને મારા ભાષણ વિશે એમ કહેલું કે “ આ વકતા અંગ્રેજી મુદ્દલ જાણુતા નથી અને અભ્યાસી છે. ભાષણમાં એણે આગમાના થાબંધ પાડાનાં જે પ્રમાણેા આપેલાં છે તે જરૂર વિચારવા જેવાં છે. અને આજકાલ સ્વપ્નાની જે પૂજા થાય છે તેને હું પણુ લકાત્તર મિથ્યાત્વ. માનું છું '' ઇત્યાદિ તેમનું કથન સાંભળી અમદા– વાદની તે વખતની ગુરુશાહી તેમના ઉપર ચિડાયેલી. તેમને બચાવી લેવા પ્રસારક સભાએ કાંઈક પ્રયત્ન
Jain Education International
For Personal & Private Use Only
ܕܕ
www.jainelibrary.org