SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લાટ દેશના લેાકેા વિષે એક પ્રાચીન રસિક ઉલ્લેખ : : ૧૮૫ રાજધાનીમાં, આ નગરની પ્રસિદ્ધ અને દરબારી વ્યક્તિઓને, ‘વિટ' તરીકે, વેશ્યાગામી તરીકે રજૂ કરી તેમની મંન ઉડાવી છે. જાણે કે સમકાલીન કવિએ સમ્રાટના અને દરબારના મનેારજન માટે દરબારમાં અમુક ચૂંટેલા પ્રેક્ષકા સમક્ષ ભજવવા માટે આ ભાણુ—ભવાઈની રચના કરી હોય એવી કલ્પના કરી શકાય છે. આ બધાની વિગતવાર ચર્ચા (ચૌરશાસ્ત્રના કર્તા કાઁસુત) મૂલદેવનુ પાત્ર આવે છે. ખીજા ભાણામાં પણુ એવા ઉલ્લેખા આવે છે જે ઐતિહાસિક વ્યક્તિના હાય એમ જણાઈ આવે છે. ખાસ કરી પાદતાડિતમ્' નામના છેલ્લા ભાણમાં તા એવાં ધાં પાત્રા છે જે સ્મૃતિ હાસિક વ્યક્તિએ માનવાને સ્પષ્ટ કારણેા છે. વળી એમાં અને દેશ અને જાતિની પ્રજાએના ઉલ્લેખા છે જે સૂચક છે. આ ભાણુ કયા સમયમાં રચાયું...કરવી અહીં શકય નથી. હરો અથવા એનુ વસ્તુ કયા સમયની ભારતીય સમાજસ્થિતિનુ દČન કરાવે છે એ સમજવામાં આ બધુ' મદદગાર થઈ પડે છે. શકેા અને કૂણા, બાલ્હીકા, ખસા, કારુશ-મલદે વગેરેના એક સાથે ઉલ્લેખા વગેરેના વિચાર કરતાં ડો. એફ. ડબ્લ્યુ. થામસ એવા નિય ઉપર આવ્યા હતા કે ‘પાદતાડિતકમ્' એ પ્રા. કીથ કહે છે તેમ દશમા સૈકામાં રચાયેલું નહિં પણ એથી ધણુ' જૂનું, ઈસ્વીસનના સાતમા સૈકામાં અથવા તેથી પણ પહેલાં એટલે કે ગુપ્તસામ્રાજ્યના અંતસમયમાં રચાયેલું હોવું જોઈએ. આ ‘પાદતાડિત ક'માં જાાચન: મિત્ર પેશાનનન્દ્રિ:વિન્દ્ર; " આવે છે. અન્ય ઉલ્લેખા વગેરેના વિચાર કરતાં આ વ્યક્તિ તે ચરકના ટીકાકાર હરિચન્દ્ર હાય એમ લાગે છે. આ ટીકાના થોડાક જ ભાગ ઉપલબ્ધ છે. એક કાશકારના ઉલ્લેખ મુજબ સાહસાક ( વિક્રમાદિત્ય )ને રાજવૈદ્ય હરિચંદ્ર હતા. આ ભાણુમાંના હરિચંદ્રને વિક્રમાદિત્યના હરિચંદ્ર તેમ જ ચરકના પ્રાચીન ટીકાકાર હરિચંદ્ર તરીકે ઓળખવાને વિધા નથી. આખાયે ‘પાતાડિતંકમ'માં કેટલીક એવી વ્યક્તિએ આવે છે જેને આપણે બરાબર પિછાની શકતા નથી, પણુ ભાણુતા ઝીણવટથી અભ્યાસ કરતાં એ ફલિત થાય છે કે જે સાવભૌમ નગરમાં આ ‘પાદતાતિક્રમ'નું વસ્તુ બનતું બતાવ્યું છે તે ઉજ્જૈન નગરી છે, જે ચુસોની, વિક્રમાદિત્યની, રાજધાની હતી. શ્રી. એસ. કે. દે અને ડૅ. થામસે વિકલ્પે ઉજ્જૈન કે કુસુમપુર ( પાટલિપુત્ર ) હોવાનું ધાયું હતું પણ જુદા જુદા દેશની વ્યક્તિએ અને વેશ્યાઓના ઉલ્લેખા જે રીતે આવ્યા છે' તે જોતાં એ નગર ઉજ્જૈન જ હાઈ શકે. અને આ ૪ Jain Education International ‘પાદતાડિતકમ’માં એક ભદ્રાયુધ મહાપ્રતીહાર નામના વીરયેાહા અને અધિકારીની ઠેકડી કરવામાં આવી છે. આ અમલદારને રાજ્યની ઉત્તરીય સરહદની પ્રજાએ — માહીકા અને કાશ-મલદ્દો -- ઉપર પ્રાન્તીય અધિકારી તરીકે નીમવામાં આવેલ છે. એ અધિકારીને એક રામદાસી નામની મૂળ શૂર્પારકની વતની એવી ગણિકાના ભવનમાંથી નીકળતા ચીત છે. એના સાથીદારાને લાણ્ડિ કહેવામાં આવ્યા છે. જે રીતે આ પાત્રની રજૂઆત થાય છે તે બતાવે છે ઃ આ ભદ્રાયુધ નામનેા મહાપરાક્રમી લડવૈયા અને અધિકારી, મૂળ લાટને જ વતની હાવા જોઈએ. એ પ્રસ`ગ જરા વિસ્તારથી નીચે ઉતારું' છુંઃ—( રંગમંચ ઉપરના વિટ ખોલે છેઃ—) ( परिक्रम्य ) अये को नु खल्वेषः शौर्परिकायाः रामदास्या भवनान्निष्पत्य डिण्डिगणपरिवृतो वेशमाविष्करोति । ( विलोक्य ) ॥ एतज्जङ्गमं विटतीर्थमुदीच्यानां बाहूलीकानां कारूशमलदानां वेश्वरो महाप्रतीहारो भद्रायुधः एषः ॥ विरचित कुन्तलमौलिः श्रवणार्पितकाष्ठविपुलसितकलशः । जनमालपञ्जकारैरुन्नाय्यतीव लाटानाम् ॥११॥ का च तावदस्य लाटेषु साधुदृष्टिः एतावत् । सर्वो हि लाटःसंवेष्टय द्वावुत्तरीयेण बाहू रज्वा मध्यं वाससा सन्निबध्य । प्रत्युद्गच्छन् संमुखीनः (नं) शकारैः पादापातैरंसकुब्जः प्रयाति ॥ ५२ ॥ अपि च उरसि कृतकपोतकः कराभ्यां For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.522256
Book TitleBuddhiprakash 1955 06 Ank 06
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1955
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy