________________
૧૭૮ :”: બુદ્ધિપ્રકાશ
જાતિની અનાથ સ્થિતિનું સૂચન કર્યા વગર રહેતા નથી. આપણે ત્યાં ભાઈબહેનના સબંધ અત્યંત પવિત્ર અને ઉત્કટ ગણાયા છે. એમાંથી જ દિયર ભાજાઈના વિશેષ સંબંધ ખીયેા.
કેવળ અજાણ્યાં સ્ત્રીપુરુષના સંબંધ આવે ત્યાં વાસનાને ટાળવી સહેલું નથી અને જ્યાં માજણ્યાં ભાઈબહેનના સંબંધ છે ત્યાં ઉત્કટતા ગમે તેટલી ઢાય પણ એમાં romance :ઉત્પન્ન થતું નથી. દિયર-ભેાજાઈના સંબંધમાં એ દેષા ટળાય છે અને ગુણાના ઉત્કષ' થાય છે. નાના દિયર ભાજાઇના ભાઈ પણ છે, દીકરા પણુ છે અને મિત્ર પણ છે. પતિના ભાઈ એટલે એના પ્રત્યે અમુક romance તા હોવાનું જ અને છતાં સ્વાભાવિક મર્યાદાનું ઉલધન થવાના સંભવ જ નહિ. આ વિશેષ પ્રકારની Chivalry આપણા મધ્યયુગીય જીવનમાં અને સાહિત્યમાં. અદ્ભુત રીતે ખીલેલી છે.
આમાંથી સમાજના નેતાઓએ ‘શખડીબંધુ’ના આદશ ઉપજાવી કાઢયો છે. સ`ક્રટમાં આવેલી સ્ત્રી કાઈ પણ ધીરાદાત્ત પુરુષને ‘રાખડી ’મેાકલીને મદદ માગે તેા પુરુષ એ સંબંધને અને એ લાગણીના ઇન્કાર ન કરી શકે. પેાતાની શક્તિસર્વસ્વ અને પ્રાણુ આપીને પણ માનેલી બહેનની સત્ત્વરક્ષા કર્યાના દાખલા આપણે ત્યાં ઘણા પડ્યા છે. પરદેશથી આવેલા મુસલમાને પણુ આ આદશના ઇન્કાર કરી શકયા નથી. સ્ત્રીએ માલેલી રાખડી અને કરેલી યાચના એટલી ઉચ્ચ
ભૂમિકા પરથી થયેલી હોય છે કે એ બહેન પાતાના બનાવેલા ભાઈને ગૌરવ આપીને એના જ ઉદ્ધાર કરતી હોય એવું વાતાવરણુ એમાંથી જન્મે છે. બન્ને ખાજીને ઉન્નત કરનારા આ સંબધ દુનિયામાં અજોડ છે.
Jain Education International
પ્રસ્તુત નાટિકામાં મેનાં ગુજરીના પતિ કાંય દેખાતા નથી. નાટકને એની ગરજ પણ નથી. મેનાં પેાતાના દિયરને ઓળખે છે, એને કળવે છે, એના ઉપર પેાતાના ભાર નાંખીને એને જીવનની એક અમૂલ્ય તક આપે છે. દિયરભાજાઈને આ આદશ અને એમાંથી ઉત્પન્ન થતા પ્રસંગ એ આ નાટકનું બીજું આકર્ષક તત્ત્વ છે.
નાટકનું ત્રીજું આકષક તત્ત્વ એ ગુજરી સ્રીની મોકળાશ, જીવન તદ્દન ખુલ્લું, આનંદ, ટીખળ, વિનાદ અને આરાગ્યથી ભરપૂર. મૌજીવનનું આવું અને આટલું મેાકળુ' વાતાવરણ જોવાને મળે એ જ એક મોટા લહાવા છે.
નાટથતંત્રની કઈ કઈ ખૂબીઓ આ નાટકમાં સચવાઈ છે વગેરે તરફ ધ્યાન આપવાનું મારું કામ નહિ. આખી નૃત્યનાટિકામાંથી જે ચાર તત્ત્વા મને જડ્યાં તેના ઉલ્લેખ કરી સતોષ માનુ હું અને સાથે સાથે રસિકભાઈને આ જ કાગળ દ્વારા મારુ' અભિનંદન પણુ પાઠવું છું.
લિ.
મુંબઈ ૨૧-૫-’૫૫
બાળાના સપ્રેમ વદેમાતરમ
( અનુસ ́ધાન પૃ. ૧૬૪થી ચાલુ ) લગભગ ૫'દરસાના ઉમેરા થવા જોઈએ—એટલું થાય તેા એ ચાલુ રહી શકે.
સાધના સાપ્તાહિક હંમેશાં પક્ષનિરપેક્ષ ભાવે દેશના રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રશ્નોની ચર્ચા કરતું આવ્યું છે. એણે આંતરભારતીની દૃષ્ટિના ફેલાવા કરવાના એકનિષ્ઠ પ્રયત્ન કર્યાં છે, એનું અખબારી ધારણુ સતત ઊ ંચું રહ્યું છે, ૧૭-૬-’૫૫
એની પાછળ ત્યાગ અને સેવાની નિ*ળ ઉજ્જવળ પરપરા છે. આ બધું જોતાં એ સાપ્તાહિક ચાલુ રહે એ ઇષ્ટ છે અને જેમને જેમને આવી સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ હોય તે એક યા બીજી રીતે એને
મદદ કરે એવી વિનંતી છે. સરનામું:
For Personal & Private Use Only
‘સાધના', આર્થર શેડ, મુંબઈ-૧૧
어
www.jainelibrary.org