________________
જૈન સમાજના તમામ પત્રકારોને આ પાનુ
સાદર સમર્પણ જૈન ધર્મ સંબંધી પત્ર કાઢનારાઓ જે એક બીજા ઉપર આક્ષેપ કરે તો ખરેખર! જૈન ધર્મની અવનતિ જ થાય !!
પત્રકારોએ મળતી બાબતોમાં સંપ કરીને ચાલવું જોઈએ અને જે બાબત મળતી ન આવતી હોય તે બાબતમાં પત્રકારોએ દલીલ આપીને પોતાના વિચારને ગંભીરપણે ચર્ચવા જોઈએ.
અને વ્યકિત નિંદા આદિ દેવોથી દૂર રહીને ઉદારwવથી ધાર્મિક વિષને ચર્ચાવા જોઈએ.
હાલમાં પત્રકારો પિતાના મૂળ ઉદ્દેશને સાચવીને સામાજિક ઉન્નતિ માટે જોઈએ તે પ્રયત્ન કરતા નથી.
પત્રકામાં ગંભીરતા, ઉદારતા, બ્રાતૃભાવ, શુદ્ધપ્રેમ, ઉત્તમ નીતિ, વિશાળ વૃત્તિ અને બીજાઓની સાથે સંપ જાળવવાની શકિત આદિ ગુણ હોવા જોઇએ.
પત્રકારોએ સ્વાર્થ દષ્ટિને ત્યાગ કરવો જોઈએ અને પરમાર્થ બુદ્ધિથી લેખ લખવા પ્રયત્ન કરે જોઈએ.
આ જમાનામાં સંકુચિત દૃષ્ટિનું રાજ્ય ચાલવાનું નથી. કારણ આ જમાનામાં તે વિશાળ દષ્ટિનું રાજ્ય પ્રવર્તે છે.
જેને જમાનાને અનુસરી જૈનાગને અવિરોધી એવી વિશાળ દષ્ટિને ધારણ કરશે તે ઉત્ક્રાન્તિના જમાનામાં બીજી ધર્મી પ્રજાએની સાથે સ્પર્ધામાં ટકી શકશે.
નહિ તે જેનેને વ્યાવહારિક તેમ જ ધાર્મિક અભ્યદયનો સંભવ નથી.
–શ્રીમદ્ બુદ્ધિસાગરસ્પરિજી