________________
અતિપ્રભા ( તા. ૧૦-૬-૧૯૫ ગૃહસ્થો લક્ષ્મીના મદની, કરે છે રાખ લક્ષ્મીની, કરે નાસહાય તેઓની, સ્વધર્મીની સગાઈ કયાં; નકામાં ખર્ચ જનમાં, થતી લખલૂંટ લક્ષ્મીની, ગુરુએ પોક પાડીને, કથે તેની અસર કયાં છે. સ્વચ્છેદે વર્તતા જેને, નહિ ગણકારતા સાચું, ભમાવ્યાથી કુગુરુઓના, નિપે શ્રેયમાં પથરા; ગુરુકુળ વિના પ્રગતિ થવાની ના ગૃહસ્થોમાં સુધારે એ જ જેનેને, ખરેખલ હાલ કરવાને. રહ્યા પાછળ અરે જેને, વધે આગળ અરે બીજા, નિહાળે ના અરે અંધ, પ્રવૃત્તિમાં રહ્યા પાછા; પ્રવૃત્તિ વિણ નિવૃત્તિની, કદી રક્ષા ન થાનારી, જુવે જેને અરે કયાંથી, ગુરુગમ વણ થતું ના કાંઈ. હવે તે જ્યારથી જાગ્યા, અહો હો ત્યારથી કરશો, સદા જેનેન્નતિ કાર્યો, તમારું શ્રેય છે તેમાં ઉઠાડે ઉંઘતાઓને, જગાડીને કરે કાર્યો કરે સેવા ઉદય માટે, પરસ્પર સહાય આપીને. પરસ્પર મિત્રો ધારીને, નકામા કલેશ ટંટા, ત્યજી મોટી ધરી દષ્ટિ, કરો જેનેન્નતિ સેવા; ગુરુ આજ્ઞા ધરી શી, હઠો ને સંકટ પડતાં, બુધ્યબ્ધિ સદ્દગુરુ શિક્ષા, પ્રમાણે વર્તશો યત્ન.