________________
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
સમયને ઓળખો છે.
જ્યાં સુધી મનુષ્ય સમયજ્ઞ નથી થે ત્યાં સુધી તે ગમે તે દક્ષ હોય તો પણ કોઈપણ જાતની ધામિક કે વ્યાવહારિક સમાજ સેવાનું કાર્ય કરી શક્તો નથી.
સમયજ્ઞ મનુષ્ય દરેક વખતે અમુક પ્રતિકૂળ કે અનુકૂળ સંગોમાં કેવી રીતે વર્તવું કે બોલવું તે યથાર્થ પણે જાણી શકે છે. અને તેથી તે જન કામ-જનધર્મની સેવામાં સમયજ્ઞ થઈને યથાત પ્રવૃત્તિ કરી શકે છે.
જે મનુષ્ય સમય સુચકતા વાપરીને દેશ-સમાજ અને ધર્મની સેવા કરે છે તે ઘણાં વિનોમાંથી નિવિદને પસાર થાય છે.
સમયજ્ઞ મનુષ્ય, અમુક મનુષ્યની સાથે અમુક પ્રમાણે વર્તીને જન સંધની સેવામાં ભાગ લઈ શકે છે તેથી તે આત્મોન્નતિની સાથે મહા સંધરૂપ સમષ્ટિની પ્રગતિ પુષ્ટિ-તુષ્ટિ-વૃદ્ધિ અને રક્ષા કરી શકે છે.......