________________
સમાજની સેવા માટે ભૂલી જાવ
માન અને અપમાન - શ્રીમદ્
બુદ્ધિસાગરસૂરિજી ' મને માન મળશે એવી બુદ્ધિ રાખ્યા વિના અનેક વ્યકિતઓ તરફથી થનાર અપમાનને જે સહન કરે છે તે જૈન ધર્મની ઉન્નતિ માટે આત્મગ અર્પવા સમર્થ થાય છે.
આ વિશ્વમાં કઈ એવો મનુષ્ય નહિ હોય કે જેના માટે લોકેના બે મત ન હોય, કોઈ કંઈ કહેશે તો બીજો કંઈ કહેશે. જેન કોમની સેવા, દેશની સેવા, સમાજની સેવા આદિ અનેક પ્રશસ્ય સેવા કરનારાઓને દુનિયા તરફથી ઘણું અપમાન સહન કરવું પડે છે.
શ્રી મહાવીર પ્રભુને કેટલા ઉપસર્ગ સહન કરવા પડયા છે ? છધસ્થાવસ્થામાં વજભૂમિમાં અનાર્યોએ તેમનું અનેક પ્રકારના ખરાબ શબ્દોથી અપમાન કર્યું હતું. ઈશુ ક્રાઈસ્ટ, મહમદ પેગંબર, ગૌત્તમ બુદ્ધ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વગેરેને પણ અપમાન સહન કરવાં પડયાં હતાં.
સ્વ વ્યકિત રૂપ વ્યષ્ટિની ઉન્નતિ કરવા માટે મત સહિષ્ણુતા, માન અને અપમાનને સહવાની શકિતને સામાન્યતઃ અનેક પ્રકારનું સહન કરવાની શકિતને જે આચારમાં મૂકીને ખીલવે છે, તે જેને મહાસંધ, દેશ, સમાજ અને જન સમાજ રૂપ સમષ્ટિની પ્રશસ્યા વાસ્તવિક પ્રગતિમાં આત્મભોગ સમર્પવા શકિતમાન થાય છે.