________________
૩૨ }
બુધ્ધિપ્રભા
[તા. ૧૦-૫-૧૯૬૫
છે. એક દિવસે ગામના વાણિયાઓએ મુનિજીને કહ્યુ કે આજ પ્રતિક્રમણ કરાવે. ત્યારે મુનિજીએ કહ્યું હું કરું તેમ કર્યાં કરે. અને વાણિયાએ પેલા કપટી મુનિની જેમ પ્રતિક્રમણ કરવા લાગ્યા. છઠ્ઠા આવશ્યક્તાના અંતે પેલા કપટી મુનિને વઈ આવી તેથી આળેાટવા લાગ્યા. તેના મુખે તેથી ફીણુ આવ્યું.
વાણિયાએ પણ એકળાટવા માંડયું, અને ઘણી મહેનત કરી છતાં ફીણ ન આવ્યું. અંતે ક્રિયા પૂરી થયા બાદ મુનિને કહેવા લાગ્યાં કે: બાપજી ! થારા પડિક્કમણુ મહેાત અચ્છે હુવા. થાકુ ફેણુ આયા, માકુ નહિં આયા.
27
એક કાર્તિક પુનમે ગામની બહાર મુનિજીએ છાણુ મથન ક્રિયા કરાવી. છાણુના ઢગલામાં લાકડું ઊભું કરીને અને તરફના લેાકેા પાસે ખેંચાવ્યુ. તે ઘડીમાં આમ જાય અને ઘડીમાં તેમ જાય. આથી વાણિયા બહુ ખૂશ થયા અને કહેવા લાગ્યા કે આ સાધુ સાચા છે અને કમ ટાળવા અમને ખરી ક્રિયા બતાવી છે.
·
છેવટે પેલા કપટી સાધુએ કહ્યું:
વાણિયાએ ! તમે પારના ખીલા જેવા છે. જેથી આમ તેમ ભ્રમાળ્યાથી ભમી જાવ છે. મેં તમને ખાટુ ભરમાવ્યું છે. અને છેવટે જણાવું છું કે તમે ખકની પેઠે કપટી ક્રિયાના આરે છે. કપટીએ તમારા જેવા ખાલજીવાને ભમાવે છે. તેથી એક ગુરુ પર તમારી શ્રદ્ધા રહેતી નથી. તમારી આગળ કપટી કલાવત ઘટાટોપ કરીને ફાવી જાય છે અને તમારી એક ગુરુ પર શ્રદ્ધા પાકી ન રહેવાથી તમે ધારના ખીલા જેવા બની જાય છે. અને તમે કદી ક્રેઈના થયા નથી અને તમારા ઉપર ગુરુને વિશ્વાસ રહેતા નથી. અંતે યાદ રાખજો કે
તમારી શ્રહા વિના તમારું કલ્યાણ થતું નથી.