________________
તા. ૧૦-૪-૧૯૫]
જૈન ડાયજેસ્ટ
-શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહુડીને સંક્ષેપ ઈતિહાસ [વિજાપુરથી અગ્નિ ખૂણે સાડાત્રણ ચાર ગાઉ પર આવેલા છે ખડાયતના કેટલાક ઠાકરડાઓએ ખડાયતાની પાસે મહુડીના એક ઝાડ તળે પર વસાવ્યું તેથી તે મહુડી ગામ ગણાય છે.
મહુડીને વસ્યાં પાંચસે સાતસો વરસ થવાં લાગે છે, ખડાયતા અને મહુડીથી સાતસો વરસ ઉપર એક ગાઉ દૂર સાબરમતી નદી વહેતી એમ નદીના વહેળા પરથી તેમજ લાકતિથી જણાય છે. કોટેશ્વર અને ખડાયતાના આરે નદીમાં એક જૂની વાવને છેલા કાઠે છે. તે વિ. સં. ૧૯૬૩ માં રેલ આવી ત્યારે દેખાયો હતો. તે ઉપરથી કહી શકાય છે. તેથી પહેલાં નદી સૂરજકુંડની પેલી તરફ વહેતી હતી એમ સિદ્ધ થાય છે. હાલનાં વગડાની ઝાડીમાં તે પહેલાં વહેતી હતી........
જુના મહુડી ગામમાં એક જૈન દેરાસર હતું. ઇ. સ. ૧૯૭૨ માં જૂની મહુડીમાં નદી પાસે આવવાથી તથા કેતરે પડી જવાથી જૂની મહડીથી આથમણી દિશાએ બે ચાર ખેતર દૂર નવું મહુડી ગામ વસ્યું.
નવી મહુડીને અમે મલુપુરી નામ આપ્યું છે. તેમજ ત્યાં ઉપદેશ આપીને શ્રી પદ્મપ્રભુનું નવું દેરાસર બંધાવ્યું છે. તેમાં જૂની મહુડીના દેરાસરમાંથી શ્રી પદ્મપ્રભુની પ્રતિમા લાવીને પધરાવી છે.
અમે વિ. સં. ૧૭૫ માં દેરાસરની પાસે શ્રી ઘંટાકર્ણ વીરની દેરી બંધાવીને તેમાં ઘંટાકર્ણ વીરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૮૦ માં કરી છે. - પદ્મપ્રભુના દેરાસરમાં શ્રીમદ રવિસાગર ગુરુની અને શ્રી સુખસાગર ગુરુની પ્રતિહા અમોએ ત્યાં રી છે.
[વિજાપુર બૃહદ વૃત્તાંતમાંથી ]